હવે દિલ્હીથી ન્યૂ યોર્કનો હવાઇ પ્રવાસ માત્ર 13,500 રૂ.માં !

પશ્ચિમ દેશોનો પ્રવાસ કરવા માગતા લાખો પ્રવાસીઓ માટે સારા સમાચાર છે

Punita Vaidya Punita Vaidya | Updated: May 16, 2018, 06:37 PM IST
હવે દિલ્હીથી ન્યૂ યોર્કનો હવાઇ પ્રવાસ માત્ર 13,500 રૂ.માં !

નવી દિલ્હી : પશ્ચિમ દેશોનો પ્રવાસ કરવા માગતા લાખો પ્રવાસીઓ માટે સારા સમાચાર છે. દેશમાં એક નવી એરલાઇન આવી છે જે સસ્તી હવાઇ યાત્રા કરાવશે. આઇસલેન્ડની 'વોવ એયર' નામની આ એરલાઇ્સ ભારતથી અમેરિકાની ટિકિટ માત્ર 13,500 રૂ.માં ઉપલબ્ધ કરાવશે. આ ફ્લાઇટ આઇસલેન્ડની રાજધાની રેક્ઝાવિક ખાતે પુરી થશે. આની શરૂઆત 7 ડિસેમ્બરથી થશે. આ ઓફર માત્ર શરૂઆતમાં આપવામાં આવતી ઓફર નથી. આ એરલાઇન્સ હંમેશા આ રેટ પર જ ટિકિટ ઉપલબ્ધ કરાવશે.

એરલાઇન્સના સીઇઓએ માહિતી આપી છે કે હાલમાં આઇસલેન્ડ ભારત અને ઉત્તર અમેરિકાના ટ્રાફિક માટે સૌથી શ્રેષ્ઠ કેન્દ્ર છે. હાલમાં લોકો લંડન, દબઈ, ફ્રેન્કફર્ટ તેમજ એમ્સટર્ડમથી પ્રવાસ કરે છે. આની સરખામણીમાં આઇસલેન્ડ વધારે સારું કનેક્ટિવિટી સેન્ટર સાબિત થઈ શકે છે. આ નવા વ્યુહથી વોવ એયર લાંબા સમયથી એકહથ્થું શાસન ભોગવી રહેલી અમિરેટ્સ તેમજ ઇતિહાદ એરવેઝ જેવી એરલાઇન્સ કરતા આગળ નીકળવાનું પ્લાનિંગ કરી રહી છે.  

અનંત અંબાણીની સગાઈની ચર્ચા કેટલી સાચી? કરાઈ સત્તાવાર સ્પષ્ટતા

મળતી માહિતી પ્રમાણે મિડલ ઇસ્ટર્ન કરિયર સામાન્ય રીતે 15 જુનથી ભારતથી અમેરિકા માટે સૌથી સસ્તી ટિકિટ ઓફર કરે છે. ટર્કિશ એરલાઇન્સે આ રૂટ માટે સૌથી સસ્તી એટલે કે 420 ડોલર (લગભગ 28,000 રૂ.)ની ઓફર આપી હતી જેમાં એક સ્ટોપ તરીકે ઇસ્તંબુલ હતું. એમિરેટ્સે 510 ડોલર (લગભગ 34,000 રૂ.)ની, એર ઇન્ડિયાએ 660 ડોલર (અંદાજે 45,000 રૂ.) તેમજ યુનાઇટેડ એરલાઇ્ન્સે 940 ડોલર એટલે કે (64,000 રૂ.)ની ઓફર આપી હતી.