)
Old Vehicle News: જો તમે પણ તમારી 10થી 15 વર્ષ જૂની ગાડીનું રજીસ્ટ્રેશન એક્સટેંડ કરાવવાની ઈચ્છા ધરાવો છે, તો આ સમાચાર તમારા માટે છે. કેન્દ્ર સરકારે વાહનની ફીટમેન્ટ ફિટનેસ ટેસ્ટ કીટના ભાવમાં મોટો ફેરફાર કર્યો છે. જેમાં અલગ-અલગ કેટેગરીમાં વાહનોની ફીસમાં 10 ગણો વધારો કરવામાં આવ્યો છે. નવા નિયમો મુજબ 10-15 અને 20 વર્ષ જુના વાહનોમાં અલગ-અલગ ફીસ વસુલવામાં આવશે. કેન્દ્ર સરકારે 18 ઓક્ટોબરે સેન્ટ્રલ મોટર વિહિકલ રૂલમાં ફેરફાર કરતા ફીટનેસ ટેસ્ટ ફીસમાં મોટો વધારો કર્યો છે. અમુક કેટેગરીમાં આ ફીસમાં 10 ગણો વધારો કરવામાં આવ્યો છે.
સંપૂર્ણ રીતે બદલી જશે ફ્લૈટ-રેટ સ્ટ્રક્ચર
નવા ફીસના સ્ટ્રક્ચર દેશમાં લાગુ કરવામાં આવ્યો છે. સરકારનું કહેવું છે કે આ નિર્ણય જુના અને અસુરક્ષીત વાહનોને રોડ પર હટાવવા અને સ્ક્રેપ પોલીસીને મજબૂત બનાવવા માટે જરૂરી છે. પહેલા 15 વર્ષથી વધારે જૂના વાહનો પર વધારે ફીસ લાગતી હતી, પણ હવે તેની ફીસમાં ત્રણ કેટેગરી બનાવી છે. તેની પહેલી કેટેગરીમાં 10થી 15 વર્ષ, બીજીમાં 15થી 20 વર્ષ અને ત્રીજી 20 વર્ષથી વધારેની છે. દરેક કેટેગરી પ્રમાણે ફીમાં વધારો થતો જાય છે. નવું મોડલ પહેલાના ફ્લેટ રેટ સ્ટ્રક્ચરને સંપૂર્ણ રીતે બદલી દેશે.
કયા પ્રકારના વાહન પર સૌથી વધુ ફી વસૂલવામાં આવશે?
વાહન નોંધણી રિન્યુ માટે હવે પહેલા કરતા વધુ ફી વસૂલવામાં આવશે. ભારે વાણિજ્યિક વાહનોને સૌથી વધુ અસર પડી છે. 20 વર્ષથી વધુ જૂના ટ્રક અથવા બસનું રજીસ્ટ્રેસન રિન્યુ માટે હવે 25,000 રૂપિયાનો ખર્ચ થશે. પહેલાં, આ ફી ફક્ત 2,500 રૂપિયા હતી. 20 વર્ષથી વધુ જૂના મધ્યમ વાણિજ્યિક વાહનોનો ખર્ચ હવે પહેલાના 1,800 રૂપિયાને બદલે 20,000 રૂપિયા થશે. આ વધારો 10 ગણાથી વધુ છે, જેના કારણે જૂના વાણિજ્યિક વાહનોનું સંચાલન નોંધપાત્ર રીતે વધુ ખર્ચાળ બને છે.
સ્ક્રેપેજ નીતિને વધારવા નિર્ણય
સરકારે સ્પષ્ટપણે કહ્યું છે કે જૂના અને ખતરનાક વાહનોને શક્ય તેટલી વહેલી તકે રસ્તાઓ પરથી દૂર કરવા જોઈએ. આને ધ્યાનમાં રાખીને, ફિટનેસ ફી એટલી ઊંચી કરવામાં આવી છે કે જૂનું વાહન રાખવું નુકસાનકારક બની જશે. લોકોને નવા, સુરક્ષિત અને ઓછા પ્રદૂષિત વાહનો ખરીદવા અથવા તેમના જૂના વાહનોને સ્ક્રેપ કરવાની ફરજ પડશે. રાષ્ટ્રીય વાહન સ્ક્રેપેજ નીતિને આગળ વધારવા માટે સરકારે આ પગલું ભર્યું છે.