How To Update Aadhaar: જો તમે હજું સુધી તમારું આધાર અપડેટ કરાવ્યું નથી તો આ અહેવાલ તમારા કામનો છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ આધાર સંબંધિત માહિતીને મફતમાં અપડેટ કરવાની સમય મર્યાદા વધારી દીધી છે. હવે તમે આવતા વર્ષ સુધી આધારને ફ્રીમાં અપડેટ કરી શકશો. UIDAI દ્વારા આધાર સંબંધિત માહિતીને મફતમાં અપડેટ કરવાનો છેલ્લો દિવસ 14 ડિસેમ્બર, 2024થી વધારીને 14 જૂન, 2025 કરવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

14 જૂન બાદ આધાર કેન્દ્રો પર ઓફલાઈન અપડેટ માટે ફી લાગશે!
નવી અપડેટ અનુસાર 14 જૂન 2025 બાદ આધાર કેન્દ્રો પર ઓફલાઈન અપડેટ માટે ફીસ લાગશે. તમને જણાવી દઈએ કે ફ્રી સર્વિસ myAadhaar પોર્ટલ પર ઉપર પણ ઉપલબ્ધ છે. UIDAI તરફથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહેવામાં આવ્યું છે કે UIDAI લાખો આધાર ધારકોને ફાયદો પહોંચાડવાના હેતુંથી 14 જૂન 2025 સુધી ફ્રી ઓનલાઈન ડોક્યૂમેન્ટ અપલોડ કરવાની સુવિધા વધારી રહ્યું છે. આ મફત સેવા માત્ર myAadhaar પોર્ટલ પર ઉપલબ્ધ છે. UIDAI લોકોને પોતાના આધારમાં ડોક્યૂમેન્ટને અપડેટ રાખવા માટે પ્રમોટ કરતું રહ્યું છે.


આધારની જાણકારી રિવ્યૂ કરાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે
યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) પોતાના આધાર કાર્ડની જાણકારીને રિવ્યૂ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે. ખાસ કરીને એવા લોકો કે જેમણે દસ વર્ષથી વધુ સમય પહેલા આધાર કાર્ડ મેળવ્યું હતું અને તેમાં કોઈ અપડેટ કર્યું નથી. જો કે, આને અપડેટ કરવું જરૂરી નથી. જો તમે પણ તમારું આધાર અપડેટ કરવા માંગો છો, તો તમે તમારા દસ્તાવેજો myaadhar પોર્ટલ પર અથવા કોઈપણ આધાર કેન્દ્રની મુલાકાત લઈને ઓનલાઈન સબમિટ કરી શકો છો. 


આવો જાણીએ તે ઓનલાઈન દસ્તાવેજો કેવી રીતે સબમિટ કરવા?


>> સૌથી પહેલા https://myaadhaar.uidai.gov.in પર જાઓ.
>> હવે લોગીન કરો અને નામ/લિંગ/જન્મ તારીખ અને સરનામું અપડેટ વગેરે જેવી વિગતો ચકાસો.
>> અપડેટ એડ્રેસ પર ક્લિક કરો, આગળ વધવા માટે સંમતિ બોક્સ પર ટિક કરો અને અપડેટ આધાર ઓનલાઈન પર ક્લિક કરો.
>> પછી એડ્રેસ પ્રૂફની સ્કેન કોપી અપલોડ કરો અને જરૂરી ફોર્મેટમાં સંમતિ આપો.
>> હવે 50 રૂપિયાની ચુકવણી કરો. જો તમે નવી સમાપ્તિ તારીખ પહેલાં અપડેટ કરો તો આ જરૂરી નથી.
>> તે સબમિટ કર્યા પછી સર્વિસ રિક્વેસ્ટ નંબર (SRN) જનરેટ થશે. તમે SRN દ્વારા તમારી સ્થિતિને ટ્રેક કરી શકો છો.