બજેટમાં મિડલ ક્લાસને મળશે રાહત ?ટેક્સમાં છુટની શક્યતા: સર્વે

આવકવેરાની મર્યાદા સરકાર દ્વારા 2.5 લાખથી વધારવામાં આવી શકે છે

Updated By: Jan 21, 2018, 08:46 PM IST
બજેટમાં મિડલ ક્લાસને મળશે રાહત ?ટેક્સમાં છુટની શક્યતા: સર્વે

નવી દિલ્હી : કેન્દ્ર સરકારની તરફથી 2018-19નાં સામાન્ય બજેટમાં ટેક્સ સ્લેબમાં છુટ આપવામાં આવી શકે છે. ગ્લોબલ કન્સલ્ટન્સી ફર્મ અર્ન્સ્ટ એન્ડ યંગનાં સર્વે અનુસાર  મોદી સરકાર તરફથી આખરી પુર્ણ બજેટમાં લોકો પર ટેક્સનો બોઝો ઘટાડવામાં આવી શકે છે. બજેટ પહેલા કરાવાયેલા સર્વેમાં 69 ટકા લોકોએ સ્વિકાર્યું કે લોકોનાં હાથ સુધી વધારે રકમ પહોંચે તે માટે હાલની 2.5 લાખની આવક મર્યાદા વધારવી જોઇએ.

સર્વેમાં રહેલા 59 ટકા લોકોનું મંતવ્ય હતું કે ટેક્સમાં છુટ પ્રાપ્ત કરવાનાં જુના પ્રાવધાનોને બદલીને કેટલાક નવા નિયમો પણ જોડવામાં આવવા જોઇએ. લોકોનું કહેવું હતું કે ખર્ચ અને રોકાણની પદ્ધતીમાં ફેરફાર થયો છે, માટે હવે છુટનાં નિયમોમાં પણ તેનાં અનુસાર કેટલાક ફેરફાર કરવામાં આવવા જોઇએ. સર્વેમાં રહેલા લોકોનું કહેવું હતું કે સરકારને ખાસ કરીને કર્મચારી વર્ગ પર ટેક્સ બોઝ ઘટાડવા માટે પ્રયાસો કરવા જોઇએ.

અર્ન્સ એન્ડ યંગનાં સર્વેમાં 150 મુખ્ય નાણાકીય અધિકારીઓ, ટેક્સ હેડ્સ અને સીનિયર ફાઇનાન્સ પ્રોફેશનલ્સનાં મંતવ્યને પણ સમાવવામાં આવ્યા હતા. જાન્યુઆરીમાં કરાવાયેલા સર્વેમાં 48 ટકા લોકોએ આશા વ્યક્ત કરી હતી કે, નાણામંત્રી દ્વારા કોર્પોરેટ ટેક્સને 25 ટકા સુધી ઘટાડવામાં આવી શકે છે, જો કે સરચાર્જ પહેલાનાં પ્રમાણે જ યથાવત્ત રહેશે.