ડુંગળીની વધતા જતા ભાવ પર લાગશે બ્રેક, સરકારે લીધો આ મોટો નિર્ણય

ડુંગળીની વધતી જતી કિંમતો (Rising Onion Prices) પર લગાવ કસવા માટે સરકારે બે જરૂરી પગલાં ભરવાનો નિર્ણય કર્યો છે. જમાખોરી રોકવા અને ડુંગળીની ઉપલબ્ધતાને ભારતીય બજારમાં સુનિશ્વિત કરવા માટે કેન્દ્રએ શુક્રવારે આ મોટા નિર્ણય લીધા છે. તેનાથી તહેવારની સીઝનમાં ડુંગળીની કિંમતો પર બ્રેક લાગવવાની આશા છે. 

ડુંગળીની વધતા જતા ભાવ પર લાગશે બ્રેક, સરકારે લીધો આ મોટો નિર્ણય

નવી દિલ્હી: ડુંગળીની વધતી જતી કિંમતો (Rising Onion Prices) પર લગાવ કસવા માટે સરકારે બે જરૂરી પગલાં ભરવાનો નિર્ણય કર્યો છે. જમાખોરી રોકવા અને ડુંગળીની ઉપલબ્ધતાને ભારતીય બજારમાં સુનિશ્વિત કરવા માટે કેન્દ્રએ શુક્રવારે આ મોટા નિર્ણય લીધા છે. તેનાથી તહેવારની સીઝનમાં ડુંગળીની કિંમતો પર બ્રેક લાગવવાની આશા છે. 

ડુંગળીનો સ્ટોક લિમિટ નક્કી
સરકારે ડુંગળીનો સ્ટોક લિમિટ (Onion Stock Limit)ને પણ નક્કી કરવામાં આવી છે. તેના હેઠળ જથ્થાબંધ અને રિટેલ વેપારીઓ માટે અલગ-અલગ સ્ટોક લિમિટ નક્કી કરવામાં આવી છે. સરકારે રિટેલ વિક્રેતાઓ માટે ડુંગળીની સ્ટોક લિમિટને 25 મેટ્રીક ટન અથવા રિટેલ વેપારીઓ માતે 2 મેટ્રિક ટન નક્કી કરી છે. આ સ્ટોક લિમિટ શુક્રવાર 23 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર 2020 સુધી લાગૂ રહેશે.

લાલ ડુંગળીની થશે આયાત
તો બીજી તરફ સરકારે MMTC લાલ ડુંગળીની આયાત (Onion Import) કરવા માટે પણ આયાત જાહેર કર્યા છે. આદેશ મળ્યા બાદ MMTC જલદી જ તેના માટે ટેન્ડર જાહેર કરશે. સરકારનું કહેવું છે કે 15 ટન ડુંગળીના નિર્યાત હોવાના કારણે દેશભરમાં ડુંગળીની અછત ઓછી થઇ ગઇ છે. 

પીયૂષ ગોયલે કર્યું ટ્વીટ
પીયૂષ ગોયલે ટ્વીટ કરીને જણાવ્યું કે '''ડુંગળીની વધતી જતી કિંમતોને નિયંત્રણ કરવા, અને જમાખોરી રોકવા માટે PM@NarendraModi જી સરકાર દ્વારા દ્વારા ત્વરિત પગલાં ભરવામાં આવ્યા છે. જથ્થાબંધ વેપારીઓ માટે ડુંગળીની સ્ટોક લિમિટને 25 મેટ્રિક ટન, તથા રિટેલ વેપારીઓ માટે 2 મેટ્રિક ટન નક્કી કરી છે. 

थोक विक्रेताओं के लिये प्याज की स्टॉक लिमिट को 25 मीट्रिक टन, व खुदरा व्यापारियों के लिये 2 मीट्रिक टन निर्धारित किया गया है। pic.twitter.com/hbwsoNnNX2

— Piyush Goyal (@PiyushGoyal) October 23, 2020

તેમણે બીજા એક ટ્વીટમાં કહ્યું કે 'ગ્રાહકોને વ્યાજબી ભાવે ડુંગળી ઉપલબ્ધ કરાવવા માટે PM @NarendraModi જીના નેતૃત્વમાં સરકાર દ્વારા અનેક પગલાં ઉઠાવવામાં આવ્યા છે. તેમાં ડુંગળીના નિર્યાત પર પ્રતિબંધથી લઇને, આયાતના નિયમોમાં ઢીલ, અને બફર સ્ટોરથી ડુંગળીની આપૂર્તિ જેવા પગલાં સામેલ છે. 

इनमें प्याज के निर्यात पर प्रतिबंध से लेकर, आयात के नियमों में ढील, और बफर स्टॉक से प्याज की आपूर्ति जैसे कदम शामिल हैं।

— Piyush Goyal (@PiyushGoyal) October 23, 2020

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news