UPI ટ્રાન્ઝેક્શન પર મોદી સરકારનો મોટો નિર્ણય, કોને થશે અસર ?

UPI transactions : UPI ટ્રાન્ઝેક્શનને લઈને મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે બુધવારે મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં  2,000 કરતા ઓછા મૂલ્યના UPI વ્યવહારોને પ્રોત્સાહન આપવા મોટો નિર્ણય લીધો છે. 
 

UPI ટ્રાન્ઝેક્શન પર મોદી સરકારનો મોટો નિર્ણય, કોને થશે અસર ?

UPI transactions : કેન્દ્રની મોદી સરકારે નાના વ્યવહારો પર મોટી રાહત આપી છે. કેન્દ્રીય કેબિનેટે બુધવારે નાણાકીય વર્ષ 2024-25 માટે રૂપિયા 2,000 કરતા ઓછા મૂલ્યના UPI વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે આશરે રૂપિયા 1,500 કરોડની પ્રોત્સાહક યોજનાને મંજૂરી આપી હતી. આ યોજના હેઠળ, કોઈ વ્યક્તિ દ્વારા વેપારીને કરવામાં આવેલી રૂપિયા 2,000 થી ઓછી ચૂકવણી પર MDR (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ) ખર્ચ સરકાર ઉઠાવશે. ખાસ કરીને નાના વેપારીઓને આનો ફાયદો થશે. સરકારનો હેતુ વેપારીઓ અને ગ્રાહકો પરના નાણાકીય બોજને ઘટાડીને ડિજિટલ પેમેન્ટની પહોંચ વધારવાનો છે.

કેન્દ્રીય કેબિનેટે બુધવારે નાણાકીય વર્ષ 2024-25 માટે વ્યક્તિથી વેપારી (P2M) પ્રોત્સાહક યોજનાને નીચા મૂલ્યના BHIM-UPI ટ્રાન્ઝેક્શન્સને પ્રોત્સાહન આપવા માટે મંજૂરી આપી હતી, કેન્દ્રીય કેબિનેટે એક નિવેદનમાં જણાવ્યું હતું. ઓછા મૂલ્યના BHIM-UPI ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવાની યોજના રૂપિયા 1,500 કરોડના અંદાજિત ખર્ચે લાગુ કરવામાં આવશે. આ યોજના હેઠળ માત્ર નાના વેપારીઓ માટે રૂપિયા 2,000 સુધીના UPI વ્યવહારો આવરી લેવામાં આવે છે. નિવેદનમાં જણાવાયું છે કે, નાના વેપારીઓની કેટેગરીના રૂપિયા 2,000 સુધીના વ્યવહારો માટે પ્રતિ ટ્રાન્ઝેક્શન મૂલ્ય 0.15 ટકાના દરે પ્રોત્સાહન આપવામાં આવશે.

મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ શું છે ?

તમને જણાવી દઈએ કે કોરોના પહેલા 2,000 રૂપિયાથી ઓછાના UPI ટ્રાન્ઝેક્શન પર MDR વસૂલવામાં આવતો હતો પરંતુ વર્ષ 2020માં તેને માફ કરી દેવામાં આવ્યો હતો. તેનો હેતુ UPI વ્યવહારોને પ્રોત્સાહન આપવાનો હતો. તમને જણાવી દઈએ કે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટને MDR કહેવામાં આવે છે. આ ચાર્જ સામાન્ય રીતે દુકાનદાર કે વેપારી દ્વારા ઓનલાઈન પેમેન્ટની પ્રક્રિયા કરવા માટે બેંકને ચૂકવવામાં આવે છે. આનો મતલબ એ છે કે સરકારનો નવો નિર્ણય તે લોકો માટે છે જેઓ પોતાની દુકાનો કે વ્યવસાય ચલાવે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news