દુકાનદારોને સરકારની બહુ મોટી ન્યૂ યર ગિફ્ટ

ડિજિટલ લેવડદેવડને પ્રોત્સાહન આપવા માટે સરકારે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR)માંથી રાહત દેવાનો નિર્ણય કર્યો છે

Updated By: Dec 16, 2017, 06:18 PM IST
દુકાનદારોને સરકારની બહુ મોટી ન્યૂ યર ગિફ્ટ
પ્રતિકાત્મક તસવીર

નવી દિલ્હી : ડિજિટલ લેવડદેવડને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR)માંથી રાહત દેવાનો નિર્ણય કર્યો છે. ન્યૂઝ એજન્સી ANIએ આપેલી માહિતી પ્રમાણે કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું છે કે હવે ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) નહીં દેવો પડે. જોકે સરકારની આ સુવિધાનો લાભ લેવા માટે 2000 રૂ. સુધીની ડિજિટલ લેવડદેવડ કરવી પડશે. હાલમાં મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR)માં બે વર્ષ સુધી છૂટછાટનો નિર્ણય લેવામાં આ્વ્યો છે. 

પ્રેસ કોન્ફરન્સમાં રવિશંકર પ્રસાદે માહિતી આપી હતી કે ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે સરકાર બેંકો અને વેપારીઓને MDRની ચૂકવણી કરશે. 

હાલમાં ડેબિટ કાર્ડ, આધાર મારફત પેમેન્ટ તેમજ યુપીઆઇ (ભીમ એપ) મારફતે પેમેન્ટ કરવામાં આવે ત્યારે પ્રત્યેક ટ્રાન્ઝેક્શન સેવા માટે દુકાનદાર બેંકને એક રકમ આપે છે. આ રકમ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) કહેવાય છે. દુકાનદાર પાસે જે પોઇન્ટ ઓફ સેલ મશીન દેખાય છે તે બેંક પાસેથી લેવાનું હોય છે. બેંક તરફથી MDR તરીકે કરેલી કમાણીનો કેટલોક હિસ્સો બેંકને અને કેટલો હિસ્સો પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડરને આપવામાં આવે છે.