Gratuity Calculation: ₹20,000 બેઝિક સેલેરી પર 5 વર્ષની નોકરીમાં કેટલી મળશે ગ્રેચ્યુઇટી? આ રીતે કરો ગણતરી

Gratuity calculator: જો તમે કોઈ કંપનીમાં પાંચ વર્ષ સુધી સતત કામ કર્યું છે તો તમે ગ્રેચ્યુઇટી દ્વારા મોટી રકમ બનાવી શકો છો. જી હાં, આ એક નિવૃત્તિ લાભ છે જે છેલ્લા પગાર અને નોકરીના વર્ષના આધારે મળે છે. એક સરળ ફોર્મ્યુલાથી તેની ગણતરી કરી શકાય છે.

 Gratuity Calculation: ₹20,000 બેઝિક સેલેરી પર 5 વર્ષની નોકરીમાં કેટલી મળશે ગ્રેચ્યુઇટી? આ રીતે કરો ગણતરી

ગ્રેચ્યુઇટી (Gratuity) કર્મચારીઓ માટે એક મહત્વનું નાણાકીય સુરક્ષા કવચ છે, જે એમ્પ્લોયર (Employer) તરફથી આપવામાં આવે છે. આ લાભ તે કર્મચારીઓને મળે છે જેણે કોઈ કંપનીમાં ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી સતત કામ કર્યું હોય. આમ તો આ ફંડ નિવૃત્તિ કે નોકરી છોડ્યા બાદ મળી જાય છે. પરંતુ જો કોઈ કર્મચારીનું મોત કે ગંભીર દુર્ઘટના થાય છે તો આ રકમ તેના નોમિનીને મળે છે. ગ્રેચ્યુઇટી ન માત્ર કર્મચારીઓની વફાદારીનું સન્માન કરે છે, પરંતુ તેના ભવિષ્યની નાણાકીય સ્થિરતા પણ નક્કી કરે છે. જી હાં, જો કોઈ કર્મચારીનો પગાર 20,000 છે તો તેને 5 વર્ષ બાદ ગ્રેચ્યુઇટી તરીકે સારૂ ફંડ મળશે.

શું કહે છે ગ્રેચ્યુઇટી રૂલ
ગ્રેચ્યુઇટી એ કોઈપણ કર્મચારી માટે એક આવશ્યક લાભ છે જેણે લાંબા સમય સુધી કોઈ સંસ્થામાં કામ કર્યું હોય. તે નોકરીદાતા દ્વારા કર્મચારીની વફાદારી અને સેવાના પુરસ્કાર તરીકે આપવામાં આવે છે. પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઇટી એક્ટ, 1972 હેઠળ, 10 કે તેથી વધુ કર્મચારીઓને રોજગારી આપતી કંપનીઓએ કાયદેસર રીતે ગ્રેચ્યુઇટી ચૂકવવી જરૂરી છે. આ નિયમ ખાનગી અને સરકારી બંને ક્ષેત્રોને લાગુ પડે છે. સામાન્ય રીતે, કર્મચારી પાંચ વર્ષની સતત સેવા પૂર્ણ કર્યા પછી આ લાભ માટે પાત્ર બને છે.

Add Zee News as a Preferred Source

કોને નથી મળતી ગ્રેચ્યુઇટી
તમને જણાવી દઈએ કે જો કોઈ વ્યક્તિ 5 વર્ષ પૂરા થતાં પહેલા નોકરી છોડી દે છે તો તે ગ્રેચ્યુઇટીનો હકદાર હોતો નથી. ગ્રેચ્યુઇટીનો ઉદ્દેશ્ય કર્મચારીઓને લાંબા સમય સુધી કંપની સાથે જોડીને રાખવા અને તેને ભવિષ્ય માટે નાણાકીય સુરક્ષા આપવાનો છે. પરંતુ નિવૃત્તિ, મૃત્યુ કે વિકલાંગતાના મામલામાં આ નિયમ લાગૂ થતો નથી. તો આવો હવે સમજીએ જો તમારો 20000 રૂપિયા પગાર છે તો પાંચ વર્ષમાં કેટલી ગ્રેચ્યુઇટી બનશે.

20,000 પગાર અને ગ્રેચ્યુઇટીની ગણતરી
જો તમારી માસિક સેલેરી ₹20,000 છે અને તમે કોઈ કંપનીમાં સતત પાંચ વર્ષ કામ કર્યું છે તો તમારી ગ્રેચ્યુઇટીની ગણના આ ફોર્મ્યુલાથી કરવામાં આવશે- ગ્રેચ્યુઇટી (અંતિમ માસિક સેલેરી / 26) × 15 × કુલ સેવાના વર્ષ. આ પ્રમાણે  (20,000/26) × 15 × 5 = ₹57,692.25 ની ગ્રેચ્યુઇટી બનશે. એટલે કે પાંચ વર્ષની સેવા બાદ તમને લગભગ ₹57,692 રૂપિયાનો લાભ મળશે. આ ગણતરી Payment of Gratuity Act, 1972 હેઠળ કરવામાં આવે છે. ગ્રેચ્યુઇટી મેળવવાનો હક તે કર્મચારીઓને હોય છે જેણે કંપનીમાં ઓછામાં ઓછા પાંચ વર્ષની સેવા પૂરી કરી હોય.

ગ્રેચ્યુઇટીની મહત્તમ મર્યાદા
તમને ખ્યાલ આવ્યો હશે કે માત્ર ₹20,000 ના પગાર સાથે પણ, તમે પાંચ વર્ષમાં ₹57,692 ની ગ્રેચ્યુઇટી મેળવી શકો છો. તેથી, ગ્રેચ્યુઇટી એ કર્મચારીઓને તેમની લાંબી સેવા અને વફાદારીના સન્માનમાં કંપની દ્વારા આપવામાં આવતી નાણાકીય ભેટ માનવામાં આવે છે. તે મેળવવા માટે, કર્મચારીએ એક જ કંપનીમાં ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી સતત કામ કર્યું હોવું જોઈએ. જો કે, જો કર્મચારી મૃત્યુ પામે છે અથવા કાયમી રીતે અપંગ થઈ જાય છે, તો આ નિયમ લાગુ પડતો નથી, અને રકમ નોમિનીને ચૂકવવામાં આવે છે. ગ્રેચ્યુઇટીની મહત્તમ મર્યાદા ₹20 લાખ છે.

મહેનત અને વફાદારીનું સન્માન છે ગ્રેચ્યુઇટી
તમને જણાવી દઈએ કે ગ્રેચ્યુઇટી કર્મચારીઓ માટે માત્ર નાણાકીય લાભ નથી, પરંતુ તેની મહેનત અને વફાદારીનું સન્માન પણ છે. તે નિવૃત્તિ કે નોકરી છોડ્યા બાદ નાણાકીય સેફ્ટી માટે એક મજબૂત સહારો બને છે. તો હવે કર્મચારી ઓનલાઈન ગ્રેચ્યુઇટી કેલકુલેટરની મદદથી સરળતાથી જાણી શકાય છે કે તેને કેટલી રકમ મળવાની છે. કંપનીની પણ તે જવાબદારી છે કે તે પોતાના કર્મચારીઓને સમય પર ગ્રેચ્યુઇટીની ચુકવણી કરે. તો કર્મચારીઓને સલાહ આપવામાં આવે છે કે તમારા આ હકને નજરઅંદાજ ન કરો અને સમય પર ગ્રેચ્યુઇટી ક્લેમ કરો. (નોટઃ આ સમાચાર સામાન્ય જાણકારી પર આધારિત છે)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ રાજનીતિ અને બિઝનેસ સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્

...और पढ़ें

Trending news