નવી દિલ્હીઃ તહેવારોની સીઝન આવી ગઈ છે અને તેવામાં નવી કાર-બાઇક અને અન્ય વાહનોનું વેચાણ વધવાની સંપૂર્ણ સંભાવના છે. પરંતુ લોકોના મનમાં તે શંકા હોઈ શે કે ક્યાંક પેટ્રોલ-ડીઝલના ભાવ ન વધી જાય અને તેના ખિસ્સા પર વધુ ભાર ન પડે. પરંતુ એક સારા સમાચાર આવી શકે છે અને તે માનવામાં આવી રહ્યું છે કે ફેસ્ટિવલસીઝનમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં કાચા તેલની કિંમતોમાં તાજેતરના સપ્તાહમાં ઘટાડો થયો છે અને પેટ્રોલિયમ કંપીઓના વાહન ઈંધણ પર નફામાં સુધાર થયો છે. તેનાથી જાહેર ક્ષેત્રની કંપનીઓને પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં બેથી ત્રણ રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરવાની તક મળી છે. 


રેટિંગ એજન્સી ઇક્રા (ICRA)એ આ વાત કહી છે. ભારત દ્વારા આયાત થતાં કાચા તેલની કિંમત સપ્ટેમ્બરમાં એવરેજ 74 અમેરિકી ડોલર પ્રતિ બેરલ હતી, જે માર્ચમાં 83-84 અમેરિકી ડોલર પ્રતિ બેરલ છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં છેલ્લે બે રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો થયો હતો.


ICRA મુજબ, ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડા સાથે તાજેતરના સપ્તાહોમાં ભારતીય પેટ્રોલિયમ માર્કેટિંગ કંપનીઓ (OMCs) માટે ઓટોમોટિવ ઈંધણના છૂટક વેચાણ પરના માર્કેટિંગ માર્જિનમાં સુધારો થયો છે. રેટિંગ એજન્સીનો અંદાજ છે કે જો ક્રૂડ ઓઈલના ભાવ વર્તમાન સ્તરે સ્થિર રહેશે તો રિટેલ ઈંધણના ભાવમાં ઘટાડો થવાનો અવકાશ છે.


આ પણ વાંચોઃ 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યા છે આ 7 નિયમો, જો તમે શેર માર્કેટમાં રોકાણ કરતા હોવ તો જાણો


ઇક્રાના સીનિયર વાઇસ પ્રેસિડેન્ડ અને ગ્રુપલ હેડ ગિરીશ કુમાર કદમનું કહેવું છે કે ઇક્રાનું અમુમાન છે કે સપ્ટેમ્બરસ 2024 (17 સપ્ટેમ્બર સુધી) માં આંતરરાષ્ટ્રીય ઉત્પાદ કિંમતોની તુલનામાંઓએમસીની શુદ્ધિ પ્રાપ્ત પેટ્રોલ માટે 15 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ માટે 12 રૂપિયા પ્રતિ લીટર વધુ રહ્યાં. માર્ચ 2024 થી આ ઇંધણની છૂટક વેચાણ કિંમતો (આરએસપી) સ્થિર છે (15 માર્ચ, 2024 ના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લિટર દીઠ 2 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો) અને એવું લાગે છે કે જો ક્રૂડ ઓઇલની કિંમતો સ્થિર રહે છે, તો પ્રતિ લીટર બે થી ત્રણ રૂપિયાનો ઘટાડાની સંભાવના છે.


તમને જણાવી દઈએ કે કાચા તેલની કિંમતોમાં છેલ્લા કેટલાક મહિનામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે, જેનું મુખ્ય કારણ નબળી વૈશ્વિક આર્થિક વૃદ્ધિ અને ઉચ્ચ અમેરિકી ઉત્પાદન છે. તો ઓપેક અને સહયોગી દેશો (ઓપેક+) એ ઘટતી કિંમતોનો સામનો કરવા માટે ઉત્પાદન ઘટાડો પરત લેવાનો પોતાનો નિર્ણય બે મહિના આગળ વધારી દીધો છે.