GSTનાં દર ઘટાડી હવે મહિલાઓને ખુશ કરશે સરકાર

મહિલાઓનાં નિયમિત ઉપયોગમાં આવતી વસ્તુઓની કિંમત સરકાર ઘટાડશે

Updated By: Nov 20, 2017, 02:14 PM IST
GSTનાં દર ઘટાડી હવે મહિલાઓને ખુશ કરશે સરકાર

નવી દિલ્હી : ગુડૂસ એન્ડ સ્વિસ ટેક્સ (GST)માં ફરી એકવાર ઘટી શકે છે. FMCG પ્રોડક્ટ પર જીએસટી ઘટાડ્યા બાદ હવે સરકાર કંજ્યૂમર ડ્યૂરેબલ્સ જેવાં વોશિંગ મશીન અને રેફ્રીજરેટર પર જીએસટી ઘટાડવા અંગે વિચાર કરી રહી છે. હાલ એવા ઉત્પાદનો પર 28 ટકા ટેક્સ લાગે છે. સરકાર એવું કરીને મહિલાને રાહત આપવાનો પ્રયાસ કરી રહી છે. 

સુત્રો અનુસાર આગામી સમયમાં વોશિંગ મશીન, રેફ્રીજરેટર જેવા કંજ્યુમર ગુડ્સને ઉંચા સ્લેબમાંથી હટાવીને નાના સ્લેબમાં સમાવવામાં આવી શકે છે. સરકાર આ પ્રોજક્ટ પર ટેક્સ ઘટાડવા અંગે વિચારી રહી છે, કારણ કે કંજ્યુમર ડ્યુરેબલ્સ પર ટેક્સ ઘટાડવાથી પ્રોડક્ટની ખરીદી વધશે. જો એવું થાય છે તો સૌથી વધારે ખુશી મહિલાઓને થશે. 

હાલનાં સમયમાં કંજ્યુમર ડ્યુરેબલ સેક્ટર મંદીનાં સમયમાં છે. 28 ટકા જીએસટી લાગવાનાં કારણે તેનાં વેચાણમાં ઘટાડો થયો છે. વેપારીઓમાં પણ આ મુદ્દે અસંતોષ જોવા મળી રહ્યો છે. જો કે સરકાર હવે મહિલાઓને ખુશ કરવાનાં પ્રયાસો કરી રહી  છે. જીવન જરૂરિયાતની તમામ ચીજોનાં ભાવ ઘટાડવા મમાંગી રહી છે. ખાસ કરીને તેવી વસ્તુઓ જેની ખરીદી મહિલાઓ દ્વારા થતી હોવા ઉપરાંત તે જીવન જરૂરી હોય.