)
GST On Printing Paper: તાજેતરમાં જીએસટી રિફોર્મ બાદ ચાર સ્લેબની જગ્યાએ બે સ્લેબ કરી દેવામાં આવ્યા છે, જે 22 સપ્ટેમ્બરથી લાગૂ થશે. ત્યારબાદ ઘણી વસ્તુઓના ભાવ ઘટી જશે. પરંતુ જીએસટી કાઉન્સિલના નિર્ણયથી પુસ્તકોની કિંમત વધી શકે છે. તેનું ખાસ કારણ છે કે જે કાગળ પર પુસ્તકો છપાય છે તેના પર જીએસટી 12 ટકાથી વધારી 18 ટકા કરી દેવામાં આવ્યો છે.
મોંઘા થઈ શકે છે પુસ્તકો
પુસ્તકોના પ્રકાશકો પ્રમાણે સરકારના આ પગલાની સીધી અસર વિદ્યાર્થીઓના ખિસ્સા પર પડવાની છે, કારણ કે પુસ્તકોની કિંમતમાં હવે વધારો થવાનો છે. પરંતુ સરકારના આ પગલાના વિરોધમાં પુસ્તક કારોબારીઓએ પત્ર લખી પોતાની ચિંતાઓ સરકારની સામે રાખી છે.
જીએસટી કાઉન્સિલની બેઠકમાં એક તરફ જ્યાં સ્ટેશનરીના સામાન જેમ કે નક્શા, નોટબુક, રબર, રજીસ્ટર, પેન્સિલ અને ડ્રોઇંગ પર જીએસટી ખતમ કરી દેવામાં આવ્યો છે. આ વસ્તુઓ પર પહેલા 12 ટકાના દરે જીએસટી લાગતો હતો.
પરંતુ જે કાગળો પર પુસ્તકો છપાય છે, તેના પર જીએસટીનો દર 12 ટકાથી વધારી 18 ટકા કરી દેવામાં આવ્યો છે. ત્યારબાદ માનવામાં આવી રહ્યું છે કે પુસ્તકોનું પ્રિન્ટિંગ મોંઘુ થઈ જશે.
શિક્ષક મહાસંઘે આ મુદ્દો ઉઠાવ્યો
ભારતીય શિક્ષક મહાસંઘના મતે, સરકારના પ્રયાસો મુજબ પાઠ્યપુસ્તકો સસ્તા નહીં થઈ શકે કારણ કે GST સ્લેબમાં વિસંગતતાઓ છે, જેના કારણે તેમની કિંમતો વધી શકે છે. મહાસંઘના પ્રમુખ ગોપાલ શર્મા અને મહામંત્રી રાજેશ ગુપ્તાના મતે, સ્ટેશનરી અને અભ્યાસ પુસ્તકોને GSTમાં ચોક્કસપણે રાહત આપવામાં આવી છે, પરંતુ તે પુસ્તકોને ઊંચા સ્લેબમાં રાખવામાં આવ્યા છે, જેનો ઉપયોગ પાઠ્યપુસ્તકો તરીકે કરવામાં આવશે.
પ્રકાશન જગતના લોકોનું માનીએ તો કોઈપણ પાઠ્યપુસ્તકના ખર્ચના 60થી 70 ટકા માત્ર કાગળો પર ખર્ચ થાય છે. આવી સ્થિતિમાં જો છાપકામનો ખર્ચ વધે છે તો પુસ્તકોની કિંમત જરૂર વધી જશે.