GST On Train Ticket: 22 સપ્ટેમ્બરથી નવા GST દર લાગુ થઈ ગયા છે. GSTના નવા દર લાગુ થયા બાદ મોટાભાગની રોજિંદી આવશ્યક ચીજવસ્તુઓ સસ્તી થઈ ગઈ છે. ખાદ્યપદાર્થો અને પીણાંથી લઈને કપડાં, જૂતા, ટીવ અને ફ્રીજ સુધી બધું જ સસ્તું થઈ ગયુ છે. GST સ્લેબમાં બદલાવ બાદ કાર, બાઇક અને સાયકલના ભાવમાં પણ ઘટાડો થયો છે. એટલું જ નહીં, હવે ટ્રેનોમાં મળતું રેલ નીર પણ સસ્તું થયું છે. GST સ્લેબમાં ફેરફારથી રેલ નીરની કિંમતમાં 1 રૂપિયાનો ઘટાડો થયો છે. રેલ નીરની બોટલ, જે પહેલા 15 રૂપિયામાં મળતી હતી, હવે 14 રૂપિયામાં મળશે. જ્યારે લોકોના મનમા આ પણ પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે કે, શું GST સ્લેબમાં ફેરફારથી ટ્રેનના ભાડામાં પણ ઘટાડો થશે. શું GST દરમાં ફેરફારને કારણે રેલ મુસાફરી સસ્તી થશે? શું GST સુધારાને કારણે ફ્લાઇટની ટિકિટ સસ્તી થશે? ચાલો લોકોના મનમાં ઉદ્ભવતા તમામ પ્રશ્નોના જવાબ જાણીએ.
રેલ નીર સસ્તું થશે: શું ટ્રેનના ભાડામાં પણ ઘટાડો થશે?
ટ્રેનો અને પ્લેટફોર્મ પર મળતું રેલ નીર આજથી સસ્તું થઈ ગયું છે. જે બોટલ પહેલા 15 રૂપિયામાં મળતી હતી, તે હવે 14 રૂપિયામાં મળશે. GST સ્લેબમાં ફેરફારને કારણે તેની કિંમતમાં ઘટાડો થયો છે. રેલ નીર સસ્તું થયું છે, પરંતુ ટ્રેન ભાડામાં કોઈ રાહત આપવામાં આવી નથી. GST સ્લેબમાં થયેલા ફેરફારમાંથી ટ્રેન ભાડા પર લાગતો GST બહાર રાખવામાં આવ્યો છે. AC અને પ્રીમિયમ ટ્રેન ટિકિટ પરનો GST યથાવત રહ્યો છે, ન તો વધ્યો છે કે ન તો ઘટ્યો છે.
નોંધનીય છે કે, ટ્રેન ટિકિટ પર પણ GST લાગુ પડે છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે, AC ટિકિટ પર GST વધશે નહીં. 3AC, 2AC, 1AC, AC ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર ટિકિટ 5% પર વસૂલવામાં આવશે. જો કે, સ્લીપર ક્લાસ, સેકન્ડ સીટિંગ ક્લાસ અને જનરલ ક્લાસને GSTમાંથી મુક્તિ આપવામાં આવી છે. પેટ્રોલ અને ડીઝલ પણ આજથી સસ્તા થશે? GST 2.0 લાગુ થયા પછી તમારા શહેરમાં 1 લિટર પેટ્રોલ અને ડીઝલની કિંમત શું છે?
ફ્લાઇટ ટિકિટનું શું?
GST રિફોર્મની અસર ફ્લાઇટ ટિકિટ પર જોવા મળી શકે છે. હવાઈ મુસાફરી પર GSTમાં રિફોર્મ કરવામાં આવ્યો છે. GST રિફોર્મને કારણે પ્રીમિયમ ઇકોનોમી, બિઝનેસ ક્લાસ અને ફર્સ્ટ ક્લાસ એર ટિકિટ વધુ મોંઘી થઈ શકે છે. GST સ્લેબમાં ફેરફાર બાદ તેના પર ટેક્સ 12%થી વધારીને 18% કરવામાં આવ્યો છે.
LPG સિલિન્ડરથી લઈ તેલના ભાવમાં કોઈ ફેરફાર નહીં
GSTમાં ફેરફાર બાદ LPG સિલિન્ડર કે પેટ્રોલ અને ડીઝલના ભાવ પર કોઈ અસર નહીં પડે, કારણ કે તેલ GSTમાંથી મુક્ત છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે, ઘરેલુ અને વાણિજ્યિક LPG સિલિન્ડર પરના GST દરમાં કોઈ ફેરફાર થશે નહીં.