)
GST Reforms: નવરાત્રિનો પ્રથમ દિવસ દેશના તમામ લોકો માટે ખુશીઓ લઈને આવ્યો છે. સોમવાર (22 સપ્ટેમ્બર) થી નવો ગુડ્સ એન્ટ સર્વિસ ટેક્સ (GST) લાગૂ થઈ ગયો છે. હવે ઘણા સામાનો પર ટેક્સ લાગશે નહીં તો કેટલીક વસ્તુઓ પર 5 ટકા જ ટેક્સ લાગશે. સૌથી મહત્વની વાત છે કે જીએસટી 2.0ને કારણે કેટલીક વસ્તુઓ મોંઘી થશે. તેની કિંમત એટલી વધી જશે કે સામાન્ય માણસ માથું પકડી લેશે.
કેન્દ્ર સરકારે સિગારેટ, ગુટખા અને તમાકુ સહિત ઘણા સિન ગુડ્સ પર 40 ટકા ટેક્સ લગાવ્યો છે. સોડા, કાર્બોનેટેડ કોલ્ડ ડ્રિંક, કેફિન યુક્ત ડ્રિંક્સ પર 40 ટકા જીએસટી લાગ્યો છે. લક્ઝરી ગાડીઓ અને મોટી બાઇક્સ (350 સીસીથી વધુ) પર 40 ટકા જીએસટી લાગૂ થયો છે. પ્રાઇવેટ એરક્રાફ્ટ, સ્પોર્ટ્સ બોટ, મોંઘી ઘડિયાળ, આર્ટિક જ્વેલરી, કોક અને લિગ્નાિટ પર પણ વધુ ટેક્સ લાગશે. આ બધી વસ્તુ મોંઘી થઈ જશે.
સિન ગુડ્સ પર પહેલા કેટલો હતો ટેક્સ
જીએસટી કાઉન્સિલે તાજેતરમાં ટેક્સ સ્લેબમાં મોટા ફેરફાર કર્યાં. હવે માત્ર બે મુખ્ય સ્લેબ રહી ગયા છે. પહેલો 5 ટકા અને બીજો 18 ટકાનો છે. તો ત્રીજો સ્લેબ 40 ટકાનો છે, જે સૌથી વધુ ટેક્સનો છે. તેની અસર સામાન્ય લોકો પર ઓછી પડશે. જો સિન ગુડ્સની વાત કરીએ તો પહેલા 28% જીએસટી લાગતો હતો, પરંતુ હવે તેમાં વધારો થયો છે.
ભારે એન્જિનવાળી કાર અને બાઇક
પેટ્રોલ કાર (1200 સીસીથી વધુ)
ડીઝલ કાર (1500 સીસીથી વધુ)
બાઇક (350 સીસીથી વધુ)
તમાકુ ઉત્પાદનો
ગુટખા
ચાવવાની તમાકુ
સિગારેટ
છુટા કદના સિગાર
આ પીણાં પર વધુ ભારે કર લાદવામાં આવશે
કાર્બોનેટેડ પીણાં
ખાંડ ઉમેરેલા ઠંડા પીણાં
કેફીનયુક્ત પીણાં
મહત્વનું છે કે જીએસટી 2.0ને કારણે ઘણી વસ્તુ સસ્તી થઈ ગઈ છે, જેનો સીધો લાભ ગ્રાહકોને મળશે. 22 સપ્ટેમ્બરથી સાબુ, શેમ્પૂ, બેબી ડાયપર, મંજન, રેઝર અને આફ્ટર શેવ લોશન સહિત ઘણી વસ્તુ સસ્તી થઈ ગઈ છે. કંપનીઓએ પણ નવા રેટ લિસ્ટ જાહેર કરી દીધા છે. તેનાથી ગ્રાહકોને જૂના અને નવા રેટનો તફાવત સમજવા મળશે.