Gujarat Budget 2021: 60 વર્ષમાં રાજ્યના બજેટનું કદ કેટલું વધ્યું? સૌથી વધુ વાર બજેટે કોણે રજૂ કર્યું? જાણો બજેટ અંગેના રોચક કિસ્સા

રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે 2,27,029 કરોડ રૂપિયાનું ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ આજે રજૂ કર્યું. જેમાં સૌથી વધુ કૃષિ ખેડૂત કલ્યાણ યોજના માટે 7,232 કરોડની જોગવાઈ કરાઈ છે.

  • પાંચ વર્ષમાં બે લાખ યુવાનોને સરકાર આપશે નોકરી
  • શિક્ષણ વિભાગ માટે કુલ 32 હજાર 719 કરોડ રૂપિયાની જોગવાઈ
  • મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના માટે 20 કરોડની જોગવાઈ
  • 11 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓને એસટી બસનો પાસ ફ્રી મળશે
  • ઐતિહાસિક મહત્વ ધરાવતી જૂની શાળાઓને હેરિટેજ બનાવવામાં આવશે

Trending Photos

Gujarat Budget 2021: 60 વર્ષમાં રાજ્યના બજેટનું કદ કેટલું વધ્યું? સૌથી વધુ વાર બજેટે કોણે રજૂ કર્યું? જાણો બજેટ અંગેના રોચક કિસ્સા

ઝી બ્યૂરો, અમદાવાદઃ રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે 2,27,029 કરોડ રૂપિયાનું ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ આજે 3 માર્ચ 2021ના રોજ રજૂ કર્યું છે. અત્યારસુધીમાં ગુજરાત વિધાનસભામાં 76 બજેટ રજૂ થઈ ચૂકાયા છે, આજે 77મું બજેટ રજૂ કરવામાં આવ્યું. ગુજરાતની સ્થાપનાથી લઈને અત્યાર સુધીમાં છેલ્લાં 60 વર્ષોમાં રાજ્યના બજેટનું કદ કેટલું વધ્યું? અને સમયાંતરે બજેટમાં કેવા પ્રકારનો બદલાવ આવ્યો? કોણે સૌથી વધુ વાર બજેટ રજૂ કર્યું? બજેટ અંગેના આવા તમામ રોચક કિસ્સાઓ પણ જાણવા જેવા છે.

નીતિન પટેલે કાવ્યની પંક્તિ સાથે કરી બજેટ સ્પીચની શરૂઆત
ગુજરાત રાજ્યનું 77મું બજેટ રજુ કરતી વખતે નાણાંમંત્રી નીતિન પટેલે કાવ્યની પંક્તિઓનું પઠન કરીને બજેટ સ્પીચની શરૂઆત કરી. નીતિન પટેલે કહ્યુંકે,‘અડીખમ છે મક્કમ અમે પ્રજાનો છે સાથે અને ગુજરાતને નવી ઊંચાઈએ લઈ જવાના અમે આત્મનિર્ભર બનાવવા ભારત નો સંકલ્પ છે સૌનો સાથ સૌનો વિકાસ સાથે આગળ વધી જવાના અમે...’

રાજ્યની સ્થાપના થઈ એ વર્ષે એટલે કે નાણાકીય વર્ષ 1960-61માં ગુજરાતનું પહેલું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. વીતેલાં 60 વર્ષમાં ગુજરાત વિધાનસભામાં 76 બજેટ રજૂ થઈ ચૂક્યાં છે. સમયાંતરે બજેટની જોગવાઈઓ અને બજેટમાં કયા વિષય પર ભાર મુકવો તેમાં સતત ફેરફાર થતો રહ્યો. ખેડૂતો, સામાન્ય અને મધ્યમ વર્ગ, સ્વાથ્ય સંબંધિત બાબતો હંમેશાથી બજેટની પ્રાથમિકતા રહી છે.

60 વર્ષમાં બજેટનું કદ કેટલું થયું?
ગુજરાત રાજ્યનું પહેલું બજેટ 22 સપ્ટેમ્બર 1960ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. સરકારની બજેટની મોબાઇલ એપમાં આપેલી માહિતી મુજબ, રાજ્યના પહેલા બજેટનું કદ રૂ. 114.92 કરોડ અને 26 ફેબ્રુઆરી 2020માં રજૂ થયેલા બજેટનું કદ રૂ. 2.17 લાખ કરોડ હતું. ટકાવારીની રીતે જોઈએ તો 60 વર્ષમાં અંદાજપત્રનું કદ 1.89 લાખ ટકા વધ્યું છે.

સૌથી વધુ વાર બજેટ રજૂ કરવાનો રેકોર્ડ કોના નામે છે?
ગુજરાતમાં 76 બજેટ રજૂ થયાં છે અને એમાંથી 18 બજેટ નાણામંત્રી તરીકે વજુભાઈ વાળાએ રજૂ કર્યાં છે. વજુભાઈ હાલ કર્ણાટકના રાજ્યપાલ છે. ગુજરાતમાં વજુભાઈ તેમની રમૂજવૃત્તિ અને જ્યારે તેઓ કાઠિયાવાડી લઢણમાં બજેટ રજૂ કરતાં તો આખો માહોલ હળવો થઈ જતો અને વિપક્ષના નેતાઓ પણ એની મજા લેતા હતા.

નીતિન પટેલ 9મી વાર બજેટ રજૂ કર્યું
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ આજે 77મું બજેટ રજૂ કર્યું. આ પહેલાં નાણામંત્રી તરીકે નીતિન પટેલે 8 બજેટ રજૂ કર્યાં છે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી આ વર્ષે પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યું, જેના માટે સરકારે મોબાઇલ એપ્લિકેશન (Gujarat Budget) પણ લોન્ચ કરી છે.

આ કારણે 3 બજેટ લોકસભામાં રજૂ થયાં
ગુજરાતમાં વિવિધ તબક્કે કોઈકને કોઈક કારણોસર રાષ્ટ્રપતિશાસન લાગુ થયું હતું. જેતે સમયે ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું હોવાને કારણે રાજ્યનું બજેટ 3 વાર લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના સ્થાપના સમયથી અત્યારસુધીમાં 76 બજેટ રજૂ થયાં છે અને એમાંથી 20 અંદાજપત્ર લેખાનુદાન સ્વરૂપે, એટલે કે વચગાળાના બજેટ તરીકે રજૂ કરવામાં આવ્યાં છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news