Gujarat Budget 2021: કોરોનાકાળમાં દેશ-દુનિયા માટે પ્રેરણારૂપ બન્યુ ગુજરાતઃ બજેટમાં હેલ્થ સેક્ટર પર મુકાયો વિશેષ ભાર

જાન હૈ તો જહાંન હૈ...કોરોના સામે લડવા PM મોદીએ આપેલું આ સુત્ર ગુજરાતના બજેટમાં દેખાયું. કોરોનાની મહામારીને પગલે આ વખતે ગુજરાતના બજેટમાં આરોગ્ય વિભાગ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.

Updated By: Mar 3, 2021, 03:17 PM IST
Gujarat Budget 2021: કોરોનાકાળમાં દેશ-દુનિયા માટે પ્રેરણારૂપ બન્યુ ગુજરાતઃ બજેટમાં હેલ્થ સેક્ટર પર મુકાયો વિશેષ ભાર

ઝી બ્યૂરો, ગાંધીનગરઃ ગુજરાતના વર્ષ 2021-2022 ના બજેટમાં આ વખતે આરોગ્ય વિભાગ પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. કોરોના કાળમાં દુનિયાભરમાં હાહાકાર મચી ગયો હતો. ચીનના વુહાનથી શરૂ થયેલી આ મહામારીએ ગુજરાત સહિત દેશ અને દુનિયાને હચમચાવી મુકી હતી. જોકે, આવી કપરી પરિસ્થિતિમાં પણ ગુજરાત ડગ્યું નહીં અને અડીખમ રહ્યું. તે સમયે કોરોના સામે લડવા માટે પ્રધાનમંત્રી મોદીએ સુત્ર આપ્યું હતુંકે, હાલની સ્થિતિમાં જાન હૈ તો જહાંન હૈ...આ સુત્ર યાદ રાખીને દરેકે પોતાની તરફથી પુરતી સાવચેતી રાખવાની છે અને સરકારે આપેલી સુચનાઓનું પાલન કરવાનું છે. ત્યારે પીએમ મોદીએ કોરોના સામે લડવા માટે આપેલું સુત્ર હવે ગુજરાત સરકારના બજેટમાં પણ જોવા મળ્યું. આ વખતે હેલ્થ સેક્ટરમાં વિશેષ ભાર મુકીને સરકારે બજેટમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 11,323 કરોડની કરી છે.

Gujarat Budget 2021: અમદાવાદને મળી આ 10 ભેટ, મ્યુઝિયમથી માંડીને માર્કેટ 

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 11, 323 કરોડની જોગવાઇઃ
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના 2021-22ના બજેટમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 11,323 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. કોરોનાની મહામારી દરમિયાન ગુજરાતે દેશ અને દુનિયાને રાહ ચીંધી. કોરોનાના કપરાં કાળમાં ગુજરાતે અભુતપુર્વ કામગીરી કરીને સૌને પ્રેરણા આપી. રાજ્યમાં 9231 પેટા આરોગ્ય કેન્દ્ર, 1477 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 321 શહેરી આરોગ્ય કેન્દ્ર અને 348 સામુદાયિક આરોગ્ય કેન્દ્રો દ્વારા આરોગ્ય સુવિધાઓ પુરી પાડવામાં આવે છે.

60 વર્ષમાં રાજ્યના બજેટનું કદ કેટલું વધ્યું? સૌથી વધુ વાર બજેટે કોણે રજૂ કર્યું? જાણો બજેટ અંગેના રોચક કિસ્સા

• પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને રાજ્ય સરકારની મુખ્યમંત્રી મા-વાત્સલ્ય યોજના ગરીબ અને મધ્યમ વર્ગના પરીવારો માટે ખુબ જ આશીર્વાદરૂપ પુરવાર થયેલ છે. આ યોજના દ્વારા લાભાર્થીઓને વાર્ષિક રૂપિયા પાંચ લાખ સુધીની સારવાર વિના મૂલ્યે આપવામાં આવે છે. આ યોજના માટે 1106 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
• રાજ્યમાં ઓછા વજન સાથે જન્મતા બાળકોને વિના મુલ્યે સારવાર પુરી પાડતી યોજના બાલસખા-3 માટે 145 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
• નવી સિવિલ હોસ્પિટલ, અમદાવાદની સુવિધાઓને અપગ્રેડ કરવા માટે 87 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
• પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત સગર્ભા માતાઓને સહાય માટે 66 કરોડની જોગવાઇ.
• ભારત સરકારના સહયોગથી ગોધરા અને મોરબી ખાતે બનાવવામાં આવનાર નવી મેડિકલ કોલેજના બાંધકામ અને હોસ્પિટલોને અપગ્રેડ કરવા માટે 50 કરોડની જોગવાઇ.
• ખૂબ જ લોકપ્રિય અને ઉપયોગી બનેલ 108 એમ્બ્યુલન્સ સર્વિસમાં હાલ 622 એમ્બ્યુલન્સ વાન કાર્યરત છે. નવી 150 એમ્બ્યુલન્સ વાન સેવારત કરવા 30 કરોડની જોગવાઇ.
• સુરત ખાતે કિડની હોસ્પિટલને અદ્યતન બનાવવા માટે સાધન સામગ્રી અને માનવ સંશાધન ઉપલબદ્ધ કરાવવા માટે 25 કરોડની જોગવાઇ.
• રસીકરણની કામગીરી સુચારૂરૂપથી કરવા માટે રાજ્યકક્ષાએ ખાસ રસીકરણ સેલ ઉભો કરવામાં આવશે. વધુમાં 9 જિલ્લામાં મેડિકલ વેક્સીન સ્ટોરના બાંધકામ માટે 3 કરોડની જોગવાઇ.
• 20 સિવિલ હોસ્પિટલો ખાતે આર્યુવેદિક પદ્ધતિથી પંચકર્મ સારવાર પુરી પાડવા ડે-કેર પંચકર્મ સેન્ટર શરૂ કરવામાં આવશે.

ગુજરાતના બજેટમાં વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ મુજબ અપાશે લાભ

મહિલા અને બાળ વિકાસ માટે બજેટમાં કુલ 3511 કરોડની જોગવાઇઃ
સશક્ત મહિલા સુપોષિત ગુજરાતના અભિગમ સાથે રાજ્યમાં 53 હજારથી વધુ આંગણવાડીઓ મારફત અંદાજીત 60 લાખ બાળકો, કિશોરીઓ, સગર્ભા બહેનો અને ઘાત્રી માતાઓને પૂરક પોષણ અને આરોગ્ય શિક્ષણનો લાભ આપવામાં આવે છે.

વેરામાં કોઈ પણ વધારા વગરનું ગુજરાતનું બજેટ... આ છે પ્રજાને ગમશે તેવા આકર્ષક હાઈલાઈટ્સ

• પૂરક પોષણ યોજનાઓ માટે 939 કરોડની જોગવાઇ.
• ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ અંદાજીત 8 લાખ લાભાર્થી વિધવા બહેનોને સહાય આપવા 700 કરોડની જોગવાઇ.
• રાજ્યની 15થી 18 વર્ષની 11 લાખ 76 હજાર કિશોરીઓને લાભ આપવા માટે પૂર્ણા યોજના અંતર્ગત 220 કરોડની જોગવાઇ.
• વિકાસશીલ તાલુકાઓ અને આદિજાતિ વિસ્તારના મળી કુલ 83 તાલુકામાં આંગણવાડી લાભાર્થીઓને ફ્લેવર્ડ દૂધ પૂરું પાડવા માટેની દૂધ સંજીવની યોજના અંતર્ગત 136 કરોડની જોગવાઇ.
• છ માસથી ત્રણ વર્ષના બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણ સ્તરમાં સુધારો લાવવા પ્રાયોગિક ધોરણે ડાંગ, દાહોદ, નર્મદા, દ્વારકા અને ભાવનગર જિલ્લામાં આયુર્વેદિક ઔષધિઓના ઉપયોગનું આયોજન છે. જે માટે 9 કરોડની જોગવાઇ.
• નવી શિક્ષણ નીતિ-2020 અનુસાર પૂર્વ પ્રાથમિક શિક્ષણ સુદ્રઢ કરવા અને આંગણવાડીમાં અભ્યાસ અર્થે આવતા 16 લાખથી વધુ બાળકોનો ગુણવત્તાપૂર્ણ સર્વાગી વિકાસ માટે પાપા પગલી યોજનાનું આયોજન કરવામાં આવેલ છે. જે માટે 5 કરોડની જોગવાઇ.
• સામાજિક ઉત્થાનના પ્રયાસ રૂપે પુનર્લગ્ન કરનાર વિધવા મહિલા ગૌરવ સાથે સન્માનિત જીવન નવેસરથી શરૂ કરી શકે તે માટે લાભાર્થી દીઠ 50 હજારની સહાય કરવામાં આવશે. આ ગંગા સ્વરૂપા પુન: લગ્ન સહાય યોજના મટે 3 કરોડની જોગવાઇ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube