9339 દેવાદારોએ દેશને ખોખલો કર્યો, 1 લાખ 11 હજાર કરોડનો ચૂનો ચોપડ્યો

નીરવ મોદી પંજાબ બેંકના 11500 કરોડ રૂપિયા લઇને છૂ થઇ ગયો છે. વિજય માલ્યા એસબીઆઇ સહિત અન્ય બેંકોના અંદાજે 8000 કરોડ ચાઉં કરી વિદેશ ભાગી ગયો, વિક્રમ કોઠારીએ પણ ઘણી બેંકોને આવરી લીધી છે. આ એવા લોકો છે કે ચર્ચામાં આવતાં લોકોની સામે આવ્યા છે. પરંતુ દેશને ખોખલો કરવામાં હજુ એવા કેટલાય લોકો છે જેમણે દેશની બેંકોનો મોટો ચૂનો લગાવ્યો છે. દેશના 9339 દેવાદારો એવા છે કે જેમણે દેશની બેંકોના 1,11,738 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડ્યો છે. 

Updated By: Feb 21, 2018, 06:04 PM IST
9339 દેવાદારોએ દેશને ખોખલો કર્યો, 1 લાખ 11 હજાર કરોડનો ચૂનો ચોપડ્યો

નવી દિલ્હી : નીરવ મોદી પંજાબ બેંકના 11500 કરોડ રૂપિયા લઇને છૂ થઇ ગયો છે. વિજય માલ્યા એસબીઆઇ સહિત અન્ય બેંકોના અંદાજે 8000 કરોડ ચાઉં કરી વિદેશ ભાગી ગયો, વિક્રમ કોઠારીએ પણ ઘણી બેંકોને આવરી લીધી છે. આ એવા લોકો છે કે ચર્ચામાં આવતાં લોકોની સામે આવ્યા છે. પરંતુ દેશને ખોખલો કરવામાં હજુ એવા કેટલાય લોકો છે જેમણે દેશની બેંકોનો મોટો ચૂનો લગાવ્યો છે. દેશના 9339 દેવાદારો એવા છે કે જેમણે દેશની બેંકોના 1,11,738 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડ્યો છે. 

સરકારી બેંકોના ફસાયા 93,357 કરોડ
ક્રેડિટ ઇન્ફોર્મેશન બ્યૂરો ઓઇફ ઇન્ડિયા લિમિટેડ (સીઆઇબીઆઇએલ) પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર દેવાના આ આંકડામાં સરકારી બેંકોના 93,357 રૂપિયા છે. વર્ષ 2013માં આ રકમ 25410 કરોડ હતી. અટલે કે છેલ્લા પાંચ વર્ષોમાં આ રકમમાં 340 ટકાનો વધારો થયો છે. 

દેવાદારોના નામ જાહેર ન કરાયા
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર આરબીઆઇએ અત્યાર સુધીમાં તમામ દેવાદારોના નામ જાહેર નથી કર્યા. ગત વર્ષે આરબીઆઇએ સુપ્રીમ કોર્ટેથી કહ્યું હતું કે, તે આ તમામ દેવાદારોના નામોની યાદી જાહેર કરવાના પક્ષમાં નથી, કે જેમણે સરકારી બેંકો પાસેથી 500 કરોડ કરતાં વધુ રૂપિયાની લોન લીધી છે. 

પીએનબીના 12 હજાર કરોડ ફસાયા
11,400 કરોડ રૂપિયાના કૌભાંડ બાદ ચર્ચામાં આવેલ પંજાબ નેશનલ બેંકના પણ 12,574 કરોડ રૂપિયા ડિફોલ્ટરો પાસે ફસાયા છે. જેમાં વિનસમ ડાયમંડ - 899 કરોડ, નેફ્ડ-224 કરોડ અને એપલ ઇન્ડસ્ટ્રીઝ-248 કરોડ છે. આ ઉપરાંત અન્ય કેટલાય ડિફોલ્ટર છે. 

એસબીઆઇના સૌથી મોટા દેવાદારો
સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં એવા દેવાદારોની સંખ્યા સૌથી વધુ છે. એસબીઆઇમાં 1665 દેવાદારોએ 27,716 કરોડ દબાવ્યા છે. 
કિંગફિશર એરલાઇન્સ- 1286 કરોડ
કૈલિક્સ કેમિકલ-327 કરોડ
જેબી ડાયમંડ- 208 કરોડ
સ્પેન્કો - 347 કરોડ
જેનિથ બિરલા -139 કરોડ
શ્રીમ કોર્પોરેશન- 283 કરોડ
જૂમ ડેવલોપર્સ- 378 કરોડ
ફર્સ્ટ લીજિંગ - 403 કરોડ
જેટ એંજિનિયરીંગ - 406 કરોડ