)
Bonus Share: લોન્ગ ટર્મમાં મલ્ટીબેગર રિટર્ન આપનાર કંપની Halder Venture Ltd એ બોનસ શેર આપવાનો નિર્ણય કર્યો છે. કંપની પ્રથમવાર શેર બજારમાં એક્સ-બોનસ ટ્રેડ કરશે. આ બોનસ ઈશ્યુ માટે રેકોર્ડ ડેટ નક્કી કરવામાં આવી છે તે આગામી સપ્તાહે છે.
કઈ છે રેકોર્ડ ડેટ?
એક્સચેન્જને આપેલી જાણકારીમાં Halder Venture Ltd એ કહ્યું કે 1 શેર પર 2 બોનસ શેર યોગ્ય ઈન્વેસ્ટરોને આપવામાં આવશે. કંપનીએ આ બોનસ ઈશ્યુની તારીખ 2 સપ્ટેમ્બર નક્કી કરી છે. એટલે કે આ દિવસે જેની પાસે કંપનીના શેર હશે તેને બોનસ શેરનો લાભ મળશે.
કંપની આગામી મહિને એક્સ-ડિવિડન્ડ ટ્રેડ કરશે. Halder Venture Ltd એ જણાવ્યું કે એક શેર પર એક રૂપિયાનું ફાઇનલ ડિવિડન્ડ ઈન્વેસ્ટરોને આપવામાં આવશે. આ ડિવિડન્ડ માટે કંપનીએ 12 સપ્ટેમ્બરની તારીખને રેકોર્ડ ડેટ જાહેર કરી છે. મહત્વનું છે કે કંપની સતત ડિવિડન્ડ આપતી રહી છે. આ પહેલા 2024, 2023 અને 2022મા પણ ઈન્વેસ્ટરોને ડિવિડન્ડ આપ્યું હતું.
શેર બજારમાં કંપનીનું પ્રદર્શન
શુક્રવારે કંપનીના શેર બીએસઈમાં 800.05 રૂપિયાના લેવલ પર બંધ થયા હતા. છેલ્લા છ મહિના દરમિયાન કંપનીના શેરની કિંમતમાં 39 ટકાની તેજી આવી છે. જ્યારે એક વર્ષમાં કંપનીના શેરનાં ભાવમાં 7 ટકાનો ઘટાડો થયો છે. Halder Venture Ltd નો 52 વીક હાઈ 958 રૂપિયા અને 52 વીકનું લો લેવલ 470 રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ 331.70 કરોડ રૂપિયા છે.
2 વર્ષમાં કંપનીએ પોતાના ઈન્વેસ્ટરોને 166 ટકા રિટર્ન આપ્યું છે. તો પાંચ વર્ષમાં કંપનીએ પોઝીશનલ ઈન્વેસ્ટરોને 2480 ટકાનું વળતર આપ્યું છે.
(આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકામ જોખમો અધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો)