દેશની સૌથી મોટી બેંકે આપી દિવાળી ભેટ, જાણો તમને કેવી રીતે થશે ફાયદો ?

HDFC Bank : HDFC બેંકે દિવાળી પહેલા ગ્રાહકોને ભેટ આપતા લોનના વ્યાજ દરમાં 15 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. આ ઘટાડાથી લોન લેનારાઓના EMI પર અસર થવાની શક્યતા છે.

દેશની સૌથી મોટી બેંકે આપી દિવાળી ભેટ, જાણો તમને કેવી રીતે થશે ફાયદો ?

HDFC Bank Cuts MCLR : માર્કેટ વેલ્યુની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી બેંક HDFC બેંકે દિવાળી પહેલા તેના લોન ગ્રાહકોને એક મહત્વપૂર્ણ ભેટ આપી છે. બેંકે લોનના વ્યાજ દરમાં નોંધપાત્ર ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આનાથી લોન EMI પર સીધી અસર પડશે, જે સંભવત તેમાં ઘટાડો કરશે. MCLRમાં ઘટાડાથી લોન લેનારાઓની અપેક્ષાઓ વધી છે.

લોન લેનારાઓને રાહત મળશે

Add Zee News as a Preferred Source

રૂપિયા 15 લાખ કરોડથી વધુના માર્કેટ વેલ્યુ સાથે ખાનગી ક્ષેત્રની બેંક HDFC બેંક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પછી ટોચની 10 સૌથી માર્કેટ વેલ્યુ ધરાવતી કંપનીઓની યાદીમાં બીજા ક્રમે છે. બેંક દ્વારા તેના માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ-આધારિત ધિરાણ દર (MCLR)માં ઘટાડાની જાહેરાત ઘણા લોનધારકો માટે EMI ઘટાડી શકે છે અને આ દર સાથે જોડાયેલા વિવિધ મુદત ધરાવતા લોકોને નોંધપાત્ર રાહત આપી શકે છે.

કપાત બાદ નવા વ્યાજ દરો

બેંકે સિલેક્ટેડ મુદત પર તેના MCLRમાં 15 બેસિસ પોઇન્ટ સુધીનો ઘટાડો કર્યો છે. આ ફેરફાર સાથે HDFC બેંક MCLR હવે લોનની મુદતના આધારે 8.40%થી 8.65%ની વચ્ચે રહેશે. પહેલાં તે 8.55% અને 8.75%ની વચ્ચે હતું. દરમાં ફેરફાર અંગે બેંકે તેનો ઓવરનાઈટ MCLR 8.55% થી ઘટાડીને 8.45% કર્યો છે, જ્યારે એક મહિનાનો દર હવે ઘટીને 8.40% થયો છે.

અન્ય મુદતની લોન માટે MCLR 15 બેસિસ પોઈન્ટ ઘટાડીને 8.45% કરવામાં આવ્યો છે. છ મહિના અને એક વર્ષના સમયગાળા માટે MCLR દર હવે 10 બેસિસ પોઈન્ટ ઘટીને 8.55% થઈ ગયો છે. લાંબા ગાળા માટે બે વર્ષનો દર 8.60% અને ત્રણ વર્ષનો દર 8.65% પર સેટ કરવામાં આવ્યો છે.

MCLR શું છે ?

MCLR શું છે તે સમજવું મહત્વપૂર્ણ છે. આ એક લઘુત્તમ વ્યાજ દર છે જે બેંક લોન પર વસૂલ કરી શકે છે. આ દર સામાન્ય રીતે હોમ લોન, પર્સનલ લોન અને કોમર્શિયલ લોન માટે આધાર તરીકે કામ કરે છે. 2016માં ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા રજૂ કરાયેલ, MCLR ખાતરી કરે છે કે લોન લેનારાઓ પાસેથી આ દર કરતા ઓછો ચાર્જ લેવામાં ન આવે.

લોન લેનારાઓને કેવી રીતે અસર કરશે ?

MCLRએ લોનનો વ્યાજ દર છે અને હોમ અને પર્સનલ લોન લેનારાઓને આ સુધારાથી સીધી અસર થાય છે. આ દરમાં ઘટાડો તેમના માસિક EMIને સીધા ઘટાડી શકે છે. HDFC બેંકના હોમ લોન દર હાલમાં 7.90%થી 13.20% સુધીના છે, જે લોન લેનારાની પ્રોફાઇલ અને લોનના પ્રકાર પર આધાર રાખે છે.

MCLR ઘટાડા સાથે HDFC બેંકે તેના ગ્રાહકો પર ખાસ કરીને ફ્લોટિંગ લોન ધરાવતા ગ્રાહકો પર EMI બોજ ઘટાડવા માટે પગલાં લીધાં છે. આનાથી હોમ અને પર્સનલ લોન EMIમાં ઘટાડો થઈ શકે છે. આ ધિરાણ દર નક્કી કરતી વખતે ઘણા મુખ્ય પરિબળો ધ્યાનમાં લેવામાં આવે છે, જેમાં બેંકનો ડિપોઝિટ રેટ, રેપો રેટ, ઓપરેશનલ ખર્ચ અને રોકડ અનામત ગુણોત્તર જાળવવાનો ખર્ચ શામેલ છે. રેપો રેટ અને રિઝર્વ રેપો રેટમાં ફેરફાર પણ આ દરને અસર કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dilip Chaudhary

2020થી પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલા છે. સ્પોર્ટ્સ, નોલેજ, બિઝનેસ, નેશનલ અને ઈન્ટરનેશનલ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે. આ ઉપરાંત કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે પણ કામ કરેલું છે. હાલમાં Zee 24 કલાકમાં

...और पढ़ें

Trending news