કચરાના નિકાલ માટે HDFC Bank એ કરાર કર્યો, શહેરમાં સ્વચ્છતા કેન્દ્ર સ્થાપવા માટે ફાળવ્યા આટલા કરોડ

ગ્રેટર નોઇડા (Greater Noida) માં સ્વચ્છતા કેન્દ્ર (મટીરિયલ રીકવરી ફેસિલિટી)ની સ્થાપના કરવા માટે એચડીએફસી બેંકે (HDFC Bank) UNDP ઇન્ડિયા સાથેની સહભાગીદારીમાં ગ્રેટર નોઇડા ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઑથોરિટી (GNIDA) સાથે એક મેમોરેન્ડમ ઑફ અંડરસ્ટેન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર કર્યા હતા.

Updated By: Sep 16, 2021, 10:20 PM IST
કચરાના નિકાલ માટે HDFC Bank એ કરાર કર્યો, શહેરમાં સ્વચ્છતા કેન્દ્ર સ્થાપવા માટે ફાળવ્યા આટલા કરોડ

નોઇડા: ગ્રેટર નોઇડા (Greater Noida) માં સ્વચ્છતા કેન્દ્ર (મટીરિયલ રીકવરી ફેસિલિટી)ની સ્થાપના કરવા માટે એચડીએફસી બેંકે (HDFC Bank) UNDP ઇન્ડિયા સાથેની સહભાગીદારીમાં ગ્રેટર નોઇડા ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઑથોરિટી (GNIDA) સાથે એક મેમોરેન્ડમ ઑફ અંડરસ્ટેન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર કર્યા હતા. આ સુવિધાથી ગ્રેટર નોઇડાના લાખો લોકો લાભાન્વિત થશે. એચડીએફસી બેંકે તેના પ્રમુખ સીએસઆર પ્રોગ્રામ ‘પરિવર્તન’ હેઠળ, આ પ્રોજેક્ટ માટે લગભગ 3 કરોડ રૂપિયા ફાળવ્યાં છે.

લૉ-કાર્બન ઇકોનોમી તરફ આગળ વધવા માટે એચડીએફસી બેંક (HDFC Bank) તમામ સરકારી મિશનો અને પહેલની સાથે કદમથી કદમ મિલાવીને કામ કરી રહી છે. તેની ESG વ્યૂહરચના હેઠળ, બેંકે પર્યાવરણના સંરક્ષણને તેના ધ્યાનના કેન્દ્રમાં રાખ્યું છે. તેણે તેના ઉત્સર્જન, ઊર્જા અને પાણીના વપરાશને ઘટાડીને વર્ષ 2031-32 સુધીમાં કાર્બન ન્યુટ્રલ બનવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. બેંક ઓછી કાર્બન ફૂટપ્રિન્ટ ધરાવતા પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપે છે અને તેમાં રોકાણ પણ કરે છે. આ ઉપરાંત, તે વિવિધ સમુદાયોને ક્લાઇમેટ ચેન્જ અને પર્યાવરણ સંબંધિત જોખમો પ્રત્યેની તેમની સ્થિતિસ્થાપકતાને વધારવા માટે પણ સહાયરૂપ થાય છે.

આ નવી ફેસિલિટી સસ્ટેનેબિલિટીને પ્રોત્સાહન આપવા ગ્રેટર નોઇડાના લોકો, વહીવટી તંત્ર અને UNDP સાથે ભેગા મળીને કામ કરવાની દિશામાં એક પગલું છે. હાલમાં ગ્રેટર નોઇડા (Greater Noida) માં દરરોજનો લગભગ 300-350 મેટ્રિક ટન કચરો પેદા થાય છે. સ્વચ્છતા કેન્દ્રો આ કચરાંને રીસાઇક્લર્સમાં મોકલતાં પહેલાં તેમાંથી સૂકાં કચરાંને એકઠો કરે છે, તેને અલગ પાડે છે અને રીકવર કરે છે, જેના પરિણામે સંસાધનનો કાર્યક્ષમ બને છે અને સર્ક્યુલર ઇકોનોમીને સમર્થન પ્રાપ્ત થાય છે.

UP Assembly Election ને લઇને AAP ની મોટી જાહેરાત, 'સરકાર બની તો લોકોને દર મહિને આપશે 300 યૂનિટ ફ્રી વિજળી'

ગ્રેટર નોઇડા (Greater Noida) માં આવેલા નવા સ્વચ્છતા કેન્દ્રો દર મહિને લગભગ 200-300 મેટ્રિક ટન સૂકો કચરો રીકવર કરશે. GNIDAના CEO નરેન્દ્ર ભૂષણ, એચડીએફસી બેંક (HDFC Bank) ના બ્રાન્ચ બેંકિંગના હેડ અખિલેશકુમાર રૉય અને UNDP ઇન્ડિયાના પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પ્રોગ્રામના પ્રોજેક્ટ મેનેજર અને ઑફિસર ઇન-ચાર્જ કૃષ્ણ બાલાચંદ્રનની હાજરીમાં આ એમઓયુ પર હસ્તાક્ષર થયાં હતા.

એચડીએફસી બેંક (HDFC Bank) ના સીએસઆર, બિઝનેસ ફાઇનાન્સ એન્ડ સ્ટ્રેટેજી, એડમિનિસ્ટ્રેશન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ગ્રૂપ હેડ આશિમા ભટ્ટે જણાવ્યું હતું કે, ‘અમારા પરિવર્તન કાર્યક્રમ મારફતે અમે દેશના લગભગ 8.5 કરોડથી પણ વધુ લોકોના જીવનમાં પરિવર્તન લાવી ચૂક્યાં છીએ. પર્યાવરણ (એન્વાર્યમેન્ટલ), સામાજિક (સોશિયલ) અને ગવર્નન્સ (ESG)નું મહત્ત્વ અમારા સ્વભાવમાં વણાયેલ છે, જે સ્થાયી ભવિષ્ય પ્રત્યેની અમારી અડગ કટિબદ્ધતામાં પ્રતિબિંબિત થાય છે. 

ગ્રેટર નોઇડામાં આવેલ સ્વચ્છતા કેન્દ્ર એ કચરાંના પૃથક્કરણ અને એકત્રિકરણના મોડલને પ્રોત્સાહન આપી સંસાધનોના ઉપયોગને સુધારે છે તથા ‘સફાઈસાથી’ તેમજ શહેરના લોકોની સુખાકારી અને આજીવિકાને પ્રોત્સાહન આપે છે. અમને વિશ્વાસ છે કે, આ પહેલથી શહેરને તેના સૂકાં કચરાંનો વધુ સારી રીતે નિકાલ કરવામાં મદદ મળી રહેશે તથા તેનાથી નોન-બાયોડીગ્રેડેબલ (બિન-જૈવવિઘટનક્ષમ) અને હાનિકારક કચરાં સામે પર્યાવરણનું રક્ષણ થશે.’

ડ્રાય વેસ્ટ મેનેજમેન્ટ પ્રોગ્રામના ભાગરૂપે એચડીએફસી બેંક અને UNDP ભેગા મળીને દહેરાદૂન, દિલ્હી, પણજી, ઋષિકેશ અને ઉત્તરકાશી એમ પાંચ શહેરમાં સૂકાં કચરાંના રીસાઇક્લિંગ અને મેનેજમેન્ટના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં છે. આ પ્રોજેક્ટ હેઠળ અત્યાર સુધીમાં 4,000 મેટ્રિક ટનથી વધુ સૂકાં કચરાં પર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

GNIDAના CEO નરેન્દ્ર ભૂષણે જણાવ્યું હતું કે, ‘કચરાંનો અસરકારક અને સ્થાયી રીતે નિકાલ થવો એ કોઇપણ સ્માર્ટ સિટીની પૂર્વશરત છે. GNIDA ગ્રેટર નોઇડામાં અત્યાધુનિક આંતરમાળખું લાવવા અને તેના નિવાસીઓના જીવનધોરણને સુધારવા માટે કટિબદ્ધ છે. આજના દિવસે કરવામાં આવેલ MoU એ આ વિઝનનું પ્રતિબિંબ પાડે છે.’

UNDPના પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પ્રોગ્રામના પ્રોજેક્ટ મેનેજર અને OIC શ્રી શ્રીકૃષ્ણ બાલાચંદ્રને જણાવ્યું હતું કે, ‘UNDPનો પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પ્રોગ્રામ એ એક વિશિષ્ટ પ્રયાસ છે. તે વેસ્ટ વેલ્યૂ ચેઇનમાં રહેલ તમામ હિતધારકોને દેશમાં કચરાંનાં નિકાલનાં એક સ્થાયી મોડલને રજૂ કરવાની તક પૂરી પાડે છે. અમે લૂપને બંધ કરીને તથા પ્લાસ્ટિક રીસાઇક્લિંગ વેલ્યૂ ચેઇન પ્લેયર્સ (કચરાંનું એકત્રિકરણ કરનારાથી માંડીને રીસાઇક્લર્સ સુધી)ને જોડીને પ્લાસ્ટિક પરની એક સર્ક્યુલર ઇકોનોમીની રચના કરી છે.’

ઉલ્લેખનીય છે કે, UNDPનો પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પ્રોગ્રામ એ ભારતના સ્વચ્છ ભારત (ક્લીન ઇન્ડિયા) મિશન, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રુલ્સ, 2016 અને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રુલ્સ, 2018ને અનુરૂપ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube