એચડીએફસી બેંકે 40 શહેરમાં લૉન્ચ કર્યું #EnginesOffcampaign, અટકાવશે વાયુ પ્રદુષણ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ, એક સંશોધન દર્શાવે છે કે, વિશ્વમાં દર વર્ષે વાયુ પ્રદુષણને કારણે 70 લાખથી વધારે લોકો મૃત્યુ પામે છે. એન્જિન બંધ કરી દેવા જેવું નાનકડું પગલું લેવાથી પણ વ્યક્તિગત ઉત્સર્જન અડધા જેટલું ઘટાડી શકાય છે.

એચડીએફસી બેંકે 40 શહેરમાં લૉન્ચ કર્યું #EnginesOffcampaign, અટકાવશે વાયુ પ્રદુષણ

નવી દિલ્હી: વર્લ્ડ એન્વાર્યમેન્ટ ડે નિમિત્તે વાયુ પ્રદુષણને ઘટાડવાના મહત્ત્વ અંગે જાગૃતિ પેદા કરવા એચડીએફસી બેંક પરિવર્તને આજે મોટા પાયે #EnginesOff નામનું જાગૃતિ અભિયાન લૉન્ચ કર્યું હતું. નાના-નાના શેરીનાટકો દ્વારા ચાર રસ્તા પર સિગ્નલની લાઇટ ચાલું થવાની રાહ જોતી વખતે પોતાનું વાહન ચાલું રાખીને ઊભા રહેનારા વાહનચાલકોને તેમના વાહનનું એન્જિન બંધ કરી દેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

એચડીએફસી બેંક દેશના 40 શહેરમાં અત્યંત વ્યસ્ત હોય તેવા 126 સિગ્નલો ખાતે આ નાના શેરીનાટકોનું આયોજન કરવા જઈ રહી છે. આ ત્રણ દિવસીય અભિયાન 5 જૂનના રોજ શરૂ થઇ અને તેમાં મુંબઈ, ગુરુગ્રામ, બેંગ્લોર, કોલકાતા, અમદાવાદ અને પૂણે જેવા મોટા મેટ્રો તથા લુધિયાણા, વારાણસી, નાસિક, રાજકોટ અને ગુવાહાટી જેવા નાના શહેરોનો સમાવેશ કરવામાં આવશે. અમદાવાદમાં આશ્રમ રોડ, સિંધુ ભવન રોડ અને આરટીઓ સર્કલ એમ ત્રણ અત્યંત વ્યસ્ત જંક્શનો પર આ પ્રવૃત્તિ કરવામાં આવશે, જ્યારે હીરાનગરી સુરતમાં સહારા ગેટ, અઠવા ગેટ અને ગજેરા સ્કુલ સર્કલ ખાતે આ અભિયાન હાથ ધરવામાં આવશે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ, એક સંશોધન દર્શાવે છે કે, વિશ્વમાં દર વર્ષે વાયુ પ્રદુષણને કારણે 70 લાખથી વધારે લોકો મૃત્યુ પામે છે. એન્જિન બંધ કરી દેવા જેવું નાનકડું પગલું લેવાથી પણ વ્યક્તિગત ઉત્સર્જન અડધા જેટલું ઘટાડી શકાય છે.

આ શેરીનાટકો એચડીએફસી બેંકના રાષ્ટ્રવ્યાપી ઇએસજી અભિયાનનો એક હિસ્સો છે, જે સ્થાયી વિકાસની દિશામાં આપણાંથી લઈ શકાય તેવા નાના-નાના પગલાંઓ પર પ્રકાશ પાડે છે. આ અભિયાન દર્શાવે છે કે, જો આપણે આજે કેટલીક ચીજોને બદલી શકીએ તો આપણું ભવિષ્ય કેવી રીતે સુધરી શકે તેમ છે. આ ઉપરાંત, બેંકે એક વિશિષ્ટ પ્રકારની ફિલ્મ પણ લૉન્ચ કરી હતી, જેમાં આ જ અભિયાનના ભાગરૂપે બેંકના પ્રમુખ કાર્યક્રમ પરિવર્તન હેઠળ બેંકની સામાજિક અને પર્યાવરણીય પહેલ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.

એચડીએફસી બેંકના સીએમઓ રવિ સાંતારામે જણાવ્યું હતું કે, ‘એચડીએફસી બેંક હંમેશા જવાબદારીપૂર્વક નેતૃત્ત્વ કરવા પ્રત્યે કટિબદ્ધ રહી છે. અમારું માનવું છે કે, ભારતની એક અગ્રણી બેંક તરીકે અમારે હકારાત્મક સામાજિક પ્રભાવ પાડવા તથા વિવિધ સમુદાયોના લોકોના જીવનમાં પરિવર્તન લાવવા અમારી બ્રાન્ડનો ઉપયોગ કરવો જોઇએ.’ તેમણે આગળ ઉમેર્યું હતું કે, ‘આ અભિયાન મારફતે અમે વિનાશકારી ભવિષ્યને નિવારવા આપણાંથી લઈ શકાય તેવા સરળ પગલાં અંગે જાગૃતિ પેદા કરવા માંગીએ છીએ. આપણે ભેગા થવાની અને હમણાં જ કાર્યવાહી કરવાની જરૂર છે, જેથી કરીને આપણે આવતીકાલને સુધારી શકીએ.’

એચડીએફસી બેંક એ દેશમાં કૉર્પોરેટ સીએસઆર પાછળ સૌથી વધારે ખર્ચ કરતી બેંકો પૈકીની એક છે. જે ક્ષેત્રો પર બેંકનું ધ્યાન કેન્દ્રીત છે, તેમાં પરિવર્તન હેઠળ આબોહવાની કાળજી, ગ્રામડાંઓનો વિકાસ, શિક્ષણ, કૌશલ્યવર્ધન, હેલ્થકૅર અને સ્વચ્છતા તથા આર્થિક સાક્ષરતાનો સમાવેશ થાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news