)
HDFC Bank Reduce Interest Rates: એક તરફ જ્યારે ઓટોમોબાઈલ કંપનીઓ આ દિવસોમાં તેમની કાર પર લાખો રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે, ત્યારે બેન્કિંગ સેક્ટર પણ તેના ગ્રાહકોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યું છે. ફેસ્ટિવ સિઝન પહેલા દેશની સૌથી મોટી પ્રાઈવેટ બેન્ક HDFC બેન્કે તેના ગ્રાહકોને રાહત આપવાની જાહેરાત કરી છે. બેન્કે MCLR (Marginal Cost of Funds-based Lending Rates)ના પસંદગીના ટેન્યોર પર 5 બેસિસ પોઈન્ટ (0.05%) ઘટાડો કર્યો છે. આ નિર્ણયથી લાખો ગ્રાહકોને ફાયદો થશે જેમની લોન MCLR સાથે જોડાયેલી છે. EMI પર સીધી અસર પડશે અને ઉધાર લેવાનું થોડું સરળ બનશે.
શું છે નવા વ્યાજ દરો?
HDFC બેન્કની સત્તાવાર વેબસાઇટ અનુસાર, નવા દરો નીચે મુજબ છે:
* ઓવરનાઇટ અને 1 મહિનાનો MCLR: 8.55% (કોઈ ફેરફાર નહીં)
* 3 મહિનાનો MCLR: 8.60%
* 6 મહિના અને 1 વર્ષનો MCLR: ઘટાડીને 8.65% (અગાઉ 8.70%)
* 2 વર્ષનો MCLR: 8.70% (અગાઉ 8.75%)
* 3 વર્ષનો MCLR: 8.75% (કોઈ ફેરફાર નહીં)
આનો અર્થ એ થયો કે, 6 મહિના કે 1 વર્ષની લોન પર EMI થોડો ઓછો થશે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ પાસે 20 વર્ષ માટે 50 લાખ રૂપિયાની હોમ લોન હોય, તો EMIમાં દર મહિને લગભગ 250થી 300 રૂપિયાની બચત થઈ શકે છે.
MCLR શું છે?
MCLRએ લઘુત્તમ વ્યાજ દર છે, જેના પર બેન્ક લોન આપી શકે છે. તેનો અમલ RBI દ્વારા 2016માં કરવામાં આવ્યો હતો. જ્યારે પણ કોઈ બેન્ક MCLR ઘટાડે છે, ત્યારે તેની સીધી અસર લોન લેનારાઓના EMI પર પડે છે.
HDFC હોમ લોન દરો
HDFC બેન્કના હોમ લોન રેપો રેટ સાથે જોડાયેલી છે. હાલમાં આ દર 7.90%થી 13.20%ની વચ્ચે છે. જે ગ્રાહક પ્રોફાઇલ (પગારદાર અથવા સ્વ-રોજગાર) પર નિર્ભર કરે છે.
FDના દર પણ આકર્ષક
માત્ર લોન જ નહીં, HDFC બેન્ક FD પર પણ સારું રિટર્ન આપી રહી છે. બેન્ક 18 મહિનાથી 21 મહિનાની FD પર સામાન્ય ગ્રાહકોને 6.60% અને વરિષ્ઠ નાગરિકોને 7.10% વ્યાજ આપી રહી છે.
ગ્રાહકો માટે રાહત
HDFC બેન્કનું આ પગલું ખાસ કરીને એવા લોકો માટે રાહત છે જેમની લોન લાંબા ગાળા માટે છે. ઘટતા વ્યાજ દરો તેમના EMI પરનો બોજ ઘટાડશે અને ફેસ્ટિવ સિઝનમ દરમિયાન તેમની ખર્ચ ક્ષમતામાં વધારો થશે.