HDFC UPI Service: HDFC બેંકે તેમના ગ્રાહકોને જાણકારી આપી છે કે બેંકની કેટલીક સેવાઓ 14મી અને 15મી ડિસેમ્બર 2024ના રોજ અસ્થાયી રૂપે બંધ રહેશે. આ પગલું બેંકિંગ અનુભવને સુધારવા માટે સુનિશ્ચિત જાળવણી કાર્યના ભાગરૂપે લેવામાં આવી રહ્યું છે. આ સમયગાળા દરમિયાન ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન, નેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ, UPI અને ડીમેટ ટ્રાન્ઝેક્શન સહિતની ઘણી સેવાઓને અસર થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

14મી ડિસેમ્બરે બંધ રહેશે આ સેવાઓ: 


  • 1:00 થી 1:30 વાગ્યા સુધી: ક્રેડિટ કાર્ડ વ્યવહારો શક્ય રહેશે નહીં.

  • 2:30 થી 5:30 વાગ્યા સુધી: નેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ એપ, ફંડ ટ્રાન્સફર (UPI, IMPS, NEFT, RTGS), વેપારી ચુકવણીઓ, ખાતાની માહિતી અને ડિપોઝિટ સેવાઓ ઉપલબ્ધ રહેશે નહીં.

  • 5:00 થી 7:00 સુધી: ડીમેટ વ્યવહારોને અસર થશે.

  • 10:00 વાગ્યાથી (14મી ડિસેમ્બર) બપોરે 12:00 વાગ્યા સુધી (15મી ડિસેમ્બર): નેટ બેંકિંગની ઑફર્સ ટૅબ ઍક્સેસિબલ રહેશે નહીં.


15 ડિસેમ્બરે પણ કેટલીક સેવાઓ બંધ રહેશે


  • 1:00 થી 5:00 વાગ્યા સુધી: નવા નેટ બેંકિંગ પ્લેટફોર્મ પર મ્યુચ્યુઅલ ફંડ વ્યવહારો અસ્થાયી રૂપે બંધ રહેશે.


HDFC બેંકે ગ્રાહકોને સલાહ આપી છે કે તે પોતાની બેંકિંગ એક્ટિવિટી પહેલાથી પ્લાન કરી લે જેથી કોઈ પણ પ્રકારની અસુવિધાથી બચી શકાય. આ સમયપત્રકમાં વિક્ષેપ માત્ર જાળવણીના કારણે છે, જે બેંકિંગ સિસ્ટમને સરળ અને સુરક્ષિત રાખવા માટે જરૂરી છે.


ગ્રાહકોને કર્યા એલર્ટ
બેંકે પોતાના ગ્રાહકોને સહકાર માટે અપીલ કરી છે અને કહ્યું છે કે તેઓએ આ નિર્ધારિત સમય દરમિયાન સેવાઓનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ અને તેમના મહત્વપૂર્ણ બેંકિંગ કાર્યો અગાઉથી પૂર્ણ કરવા જોઈએ. ગ્રાહકોને લાંબા સમય સુધી અવિરત અને સારી સેવાઓ આપવાના ઉદ્દેશ્ય સાથે આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.


HDFC બેંકની આ પહેલ તેમની સિસ્ટમમાં સુધારો કરવા અને ગ્રાહકોને બહેતર અનુભવ આપવાના ઉદ્દેશ્યથી લેવામાં આવી છે. ગ્રાહકો પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ આ અસ્થાયી અસુવિધાને સમજે અને તેમની જરૂરિયાતોને સમયસર પૂરી કરવા માટે બેંકની સલાહને અનુસરે.