)
Home loan EMI: જો તમે હોમ લોન લીધી છે, તો તમને થોડી રાહત મળવાની છે. HDFC બેન્ક, પંજાબ નેશનલ બેન્ક (PNB), બેન્ક ઓફ ઈન્ડિયા અને અન્ય ઘણી મોટી બેન્કોએ ગયા અઠવાડિયે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)ના રેપો રેટમાં કાપ મૂક્યા પછી તેમના લેન્ડિંગ રેટ ઘટાડ્યા છે. RBIએ શુક્રવારે (5 ડિસેમ્બર, 2025) રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને 5.50% થી 5.25% કર્યો હતો, જ્યારબાદ લેન્ડર્સે પણ તેમના લેન્ડિંગ દરો ઘટાડવાનું શરૂ કર્યું છે.
ઓછી થશે હોમ લોન
બેન્કો દ્વારા તેમના RLLR, RBLR અને MCLR સાથે જોડાયેલા દર ઘટાડવાની સાથે ઘણા ગ્રાહકો એવી અપેક્ષા રાખી શકે છે કે, તેમની લોનની સમાન માસિક હપ્તાઓ (EMI) ટૂંક સમયમાં ઘટશે. લોનની શરતોના આધારે, વ્યાજ દરમાં ઘટાડા પછી હાલના દેવાદારોને તેમની લોનની ઓછી EMI (સમાન માસિક હપ્તાઓ) અથવા લોનની ઓછી અવધિનો ફાયદો થઈ શકે છે.
HDFC બેન્કે MCLRમાં કર્યો ઘટાડો
HDFC બેનકે તેના માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ-બેઝ્ડ લેન્ડિંગ રેટ્સ (MCLR)માં ઘટાડો કર્યો છે, જેનાથી એવા દેવાદારોને ફાયદો થશે જેમની લોન આ બેન્ચમાર્ક સાથે જોડાયેલી છે. બેન્કે તમામ લોન ટેન્યોરમાં તેના MCLR દરોમાં 5 બેસિસ પોઈન્ટ્સ (bps) સુધીનો ઘટાડો કર્યો છે.
PNBએ પણ RLLRમાં કર્યો ઘટાડો
પંજાબ નેશનલ બેન્કે પણ તેમના રેપો લિન્ક્ડ લેન્ડિંગ રેટ (RLLR) 6 ડિસેમ્બર 2025 થી 8.35% (10 bps ના BSP સહિત)થી ઘટાડીને 8.10% કર્યો છે.
ઇન્ડિયન બેન્કે RLLRમાં કર્યો ઘટાડો
ઇન્ડિયન બેન્કે તેનો રેપો લિન્ક્ડ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ (RLLR) 8.20%થી ઘટાડીને 7.95% કર્યા છે. નવા દર બેન્કના એસેટ્સ પોર્ટફોલિયો પર લાગુ થશે. ઇન્ડિયન બેન્કની એક પ્રેસ રિલીઝ અનુસાર, સંશોધિત લેન્ડિંગ દરો 6 ડિસેમ્બર 2025થી અસરકારક છે.
બેન્ક ઓફ ઇન્ડિયાએ RBLRમાં કર્યો ઘટાડો
બેન્ક ઓફ ઇન્ડિયાએ પણ 5 ડિસેમ્બર 2025થી તેનો રેપો બેઝ્ડ લેન્ડિંગ રેટ (RBLR) 8.35%થી ઘટાડીને 8.10% કરવાની જાહેરાત કરી છે.