)
LIC Scheme: ભારતીય જીવન વીમા નિગમ (LIC) તમામ ઉંમરના અને આવક ધરાવતા લોકો માટે ઘણી સ્કીમ ચલાવે છે, જે રોકાણની સાથે સેફ્ટી અને બેનેફિટ્સ આપે કરે છે. આ યોજનાઓમાં રોકાણ કરવાથી ભવિષ્ય માટે નાણાકીય સુરક્ષા જ નહીં, પરંતુ સમયસર બોનસ અને નફો પણ મળે છે. ખાસ કરીને બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને LICએ ન્યૂ ચિલ્ડ્રન્સ મની બેક પ્લાન શરૂ કર્યો છે. આ યોજનામાં રોકાણ કરીને માતાપિતા તેમના બાળકોનું શિક્ષણ, લગ્ન અને અન્ય જરૂરિયાતો માટે એક મજબૂત ફંડ બનાવી શકે છે. LICની આ યોજના સુરક્ષિત, વિશ્વસનીય અને લાંબા ગાળા માટે નફાકારક વિકલ્પ માની શકાય છે.
શું છે LIC ન્યૂ ચિલ્ડ્રન મની બેક પ્લાન?
જો તમે તમારા બાળકોના ભવિષ્ય માટે સુરક્ષિત રોકાણ કરવા માંગો છો, તો LIC ન્યૂ ચિલ્ડ્રન મની બેક પ્લાન એક ઉત્તમ વિકલ્પ છે. આ સ્કીમમાં જો તમે દરરોજ માત્ર 150 રૂપિયાની બચત કરો છો, તો ભવિષ્યમાં 19 લાખ રૂપિયા સુધીનું ફંડ બનાવી શકો છો. આ ફંડનો ઉપયોગ તમારા બાળકોના શિક્ષણ, લગ્ન અથવા અન્ય મહત્વપૂર્ણ જરૂરિયાતો માટે થઈ શકે છે. જી હા... આ સ્કીમ નોન-લિંક્ડ અને પાર્ટિસિપેટિંગ પ્લાન છે. જેમાં તમે 0 થી 12 વર્ષ સુધીના બાળકો માટે રોકાણ શરૂ કરી શકો છે. આ સ્કીમ સુરક્ષિત, વિશ્વસનીય અને લાંબા ગાળાના લાભો પ્રદાન કરે છે, આ સ્કીમ માતાપિતા માટે આદર્શ છે.
કેવી રીતે બનશે 19 લાખનું ફંડ
જો તમે તમારા બાળકના ભવિષ્ય માટે LIC ન્યૂ ચિલ્ડ્રન મની બેક પ્લાનમાં રોકાણ કવાનું શરૂ કરો છો અને દરરોજ ₹150ની બચત કરો છો, તો તમે દર મહિને આશરે 4,500 રૂપિયા એકઠા કરશો. આ રકમ વાર્ષિક આશરે 55,000 રૂપિયા થાય છે. જો તમે 25 વર્ષ સુધી સતત રોકાણ કરો છો, તો તમારું કુલ યોગદાન આશરે 14 લાખ રૂપિયા સુધી પહોંચશે અને પોલિસી પાકતી મુદત પર મળેલ બોનસ અને વ્યાજ ઉમેર્યા પછી આ ફંડ આશરે 19 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. આ રકમ તમારા બાળકોના શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન જેવા મોટા ખર્ચાઓ માટે મદદરૂપ થશે. આ યોજના સુરક્ષિત અને વિશ્વસનીય રોકાણ માટે ખૂબ ફાયદાકારક છે.
પ્રીમિયમની છે આખી ગેમ
એલઆઈસીના ન્યૂ ચિલ્ડ્રન્સ મની બેક પ્લાનમાં પ્રીમિયમ ચુકવણી વિકલ્પો અત્યંત લવચીક છે. જી હા... તમે તેમાં માસિક, ત્રિમાસિક, અર્ધ-વાર્ષિક અથવા વાર્ષિક ચૂકવણી કરી શકો છો. આ સુવિધા તમારા બજેટ અને આવક અનુસાર રોકાણને સરળ અને અનુકૂળ બનાવે છે, જેનાથી તમારા બાળકના ભવિષ્ય માટે ફંડ બનાવવાનું સરળ બને છે.
મની બેન્ક છે આ LIC ન્યૂ ચિલ્ડ્રન્સ મની બેક પ્લાન
LICના ન્યૂ ચિલ્ડ્રન્સ મની બેક પ્લાન હેઠળ બાળકોને ચોક્કસ ઉંમરે મની બેક લાભો મળે છે. જ્યારે બાળક 18, 20, 22 અને 25 વર્ષનું થાય છે, ત્યારે પોલિસી મુજબ રોકાણ રકમનો એક ભાગ પરત કરવામાં આવે છે. 18, 20 અને 22 વર્ષની ઉંમરે વીમા રકમના 20% પરત કરવામાં આવે છે, જ્યારે 25 વર્ષની ઉંમરે બાકીનો 40% બોનસ સાથે પરત કરવામાં આવે છે. આ યોજના બાળકોના શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ અથવા મોટા ખર્ચ માટે ફંડ તૈયાર કરવામાં મદદરૂપ સાબિત થાય છે.
કેટલી છે વીમા રકમ?
આ યોજનામાં લઘુત્તમ વીમા રકમ ₹1 લાખ છે, જ્યારે મહત્તમ કોઈ મર્યાદા નથી. તમે તમારી નાણાકીય ક્ષમતા અનુસાર જેટલું ઇચ્છો તેટલું રોકાણ કરી શકો છો. આ પોલિસીની પાકતી મુદત 25 વર્ષની છે. જો પોલિસીધારક પોલિસીની મુદત પૂરી થાય તે પહેલાં મૃત્યુ પામે છે, તો નોમિનીને નિશ્ચિત વીમા રકમ મળે છે. આ રકમ કુલ ચૂકવવામાં આવેલા પ્રીમિયમના ઓછામાં ઓછા 105% છે અને વીમા રકમ અને ઉપાર્જિત બોનસ સાથે વધુ હોઈ શકે છે.
(Disclaimer: આ સમાચાર સામાન્ય માહિતી પર આધારિત છે; વધુ વિગતો માટે, LIC વેબસાઇટની મુલાકાત લો.)