)
Gold Price In Next Five Years: તાજેતરના દિવસોમાં સોનાના ભાવમાં રેકોર્ડ વધારો થયો છે, જેનું કારણ ભૂ-રાજકીય તણાવ, આર્થિક અનિશ્ચિતતા અને ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવેલા ઊંચા ટેરિફ જેવા અનેક પરિબળો છે. આના કારણે સલામત રોકાણ ગણાતા સોનામાં ઉછાળો આવ્યો છે અને તે રોકાણકારોમાં વધુને વધુ લોકપ્રિય બન્યું છે.
બરાબર પાંચ વર્ષ પહેલાં, 19 સપ્ટેમ્બર, 2020 ના રોજ, MCX પર 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ ₹51610 હતો, જે હવે ₹1,10,000 ને વટાવી ગયો છે. એક વર્ષ પહેલાં, તે ₹72,874 પર ટ્રેડ થઈ રહ્યો હતો. આમ, ગયા વર્ષે સોનાના ભાવમાં લગભગ 50 ટકા અને છેલ્લા પાંચ વર્ષમાં 112 ટકાનો વધારો થયો છે.
આગામી પાંચ વર્ષમાં સોનું ક્યા પહોંચશે?
સોનાની સતત વધતી કિંમતોએ ઈન્વેસ્ટરોની સામે મોટો સવાલ ઉભો કર્યો છે કે શું આ સાચો સમય છે સોનું વેચવાનો કે તેમાં રોકાણ કરવાનો. ઘણા રોકાણકારો વર્તમાન સ્તરનો ફાયદો ઉઠાવી પ્રોફિટ બુકિંગ કરી રહ્યાં છે, તો ઘણા હજુ તેમાં રોકાણની તક શોધી રહ્યાં છે. એક્સપર્ટનું માનવું છે કે આ સમયે ઈન્વેસ્ટરોએ પોતાના પોર્ટફોલિયોનું બીજીવાર વિશ્લેષણ કરવું જોઈએ અને ભવિષ્યની રણનીતિ પર ધ્યાન આપવું જોઈએ.
જો સોનાની તાજેતરનાં વર્ષોમાં આવેલી તેજી પાછળના કારણો જોવામાં આવે તો કોવિડ-19 મહામારી, રશિયા-યુક્રેન યુદ્ધ, ભૂરાજનીતિક કણાવ અને અમેરિકી ગ્લોબલ ટેરિફ જેવા ફેક્ટર મુખ્ય રહ્યાં છે. આ સિવાય પાછલા વર્ષે ઈક્વિટી માર્કેટે ખાસ રિટર્ન આપ્યું નથી. નિફ્ટી 50નું રિટર્ન લગભગ ન બરાબર રહ્યું, તેવામાં રોકાણકારોએ સોનાને પ્રાથમિકતા આપી. આ કારણ છે કે 21 સપ્ટેમ્બર 2025 સુધીના વેલ્યુ રિસર્ચ ડેટા પ્રમાણે પાછલા વર્ષે ગોલ્ડ ઈટીએફએ ઈન્વેસ્ટરોને 47 ટકા જેટલું રિટર્ન આપ્યું.
સોનાની માંગ કેમ વધી છે?
નિષ્ણાતો કહે છે કે આગામી વર્ષોમાં સોનાના ભાવ અનેક વૈશ્વિક પરિબળો દ્વારા નક્કી કરવામાં આવશે, જેમાં સોનાનો પુરવઠો, વૈશ્વિક દેવાનું સ્તર, ચીન અને ભારત જેવા દેશોમાં અનામત વ્યવસ્થાપન અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓનો સમાવેશ થાય છે. આ બધા સોનાની માંગમાં વધુ વધારો કરી શકે છે. કેટલાક નિષ્ણાતોનો અંદાજ છે કે આગામી વર્ષમાં સોનું પ્રતિ 10 ગ્રામ ₹1.20 લાખને સ્પર્શી શકે છે, જ્યારે આગામી પાંચ વર્ષમાં તે પ્રતિ 10 ગ્રામ ₹1.70 લાખ સુધી પહોંચી શકે છે. તેથી, પ્રશ્ન એ ઊભો થાય છે: શું ભવિષ્યમાં સોનું ₹2 લાખ સુધી પહોંચશે?