8th pay commission મા કેટલો વધશે કર્મચારીઓનો પગાર, ક્યારે થશે લાગૂ, જાણો દરેક વિગત
સરકાર ટૂંક સમયમાં આઠમા પગાર પંચની રચનાની જાહેરાત કરી શકે છે. આ અંગે પ્રક્રિયા ચાલુ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કમિશનની રચના માટે સંદર્ભની શરતો અને કાર્યક્રમ તૈયાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
Trending Photos
નવી દિલ્હીઃ આઠમાં પગાર પંચની રચનાને લઈને કેન્દ્ર સરકાર જલ્દી જાહેરાત કરી શકે છે. તેની પ્રક્રિયા ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે પંચની રચના માટે સંદર્ભ શરતો અને કાર્યાદેશ (ટર્મ ઓફ રેફરેન્સ) તૈયાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જાણવા મળ્યું છે કે આ વખતે પગારમાં વધારો ફિટમેન્ટ ફેક્ટર પર નિર્ભર કરશે, જે 1.90થી 1.95 વચ્ચે રહી શકે છે. તેવામાં માનવામાં આવી રહ્યું છે કે કર્મચારીઓના પગારમાં સારો વધારો જોવા મળી શકે છે.
નોંધનીય છે કે સરકારે આ વર્ષે જાન્યુઆરીમાં આઠમાં પગાર પંચની રચના કરવાની જાહેરાત કરી હતી. તેના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂંકની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારબાદ ફિટમેન્ટ ફેક્ટર (પગારધોરણ નક્કી કરવાનો આધાર) ને લઈને તમામ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. કેટલાક કર્મચારી સંગઠન અને અધિકારી માની રહ્યાં છે કે આ વખતે તે 2.86 હશે. તેની પાછળ તર્ક આપવામાં આવી રહ્યો છે કે સરકાર વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખી ફિટમેન્ટ ફેક્ટરમાં પણ સંશોધન કરશે.
કઈ રીતે કામ કરે છે ફિટમેન્ટ ફેક્ટર
હકીકતમાં ફિટમેન્ટ ફેક્ટરના આધાર પર મૂળ પગારમાં વધારો થાય છે. ઉદાહરણ માટે જો કોઈ કર્મચારીનું મૂળ વેતન (બેઝિક સેલેરી) 20 હજાર રૂપિયા છે તો તેને ફિટમેન્ટ ફેક્ટર 2.86થી ગુણાકાર કરવામાં આવશે. તેના આધાર પર મૂળ પગાર વધી 57200 રૂપિયા થઈ શકે છે, પરંતુ સૂત્ર જણાવે છે કે ફિટમેન્ટ ફેક્ટર 2.0થી નીચે રહેશે. સરકાર 1.90થી લઈને 1.95 ફિટમેન્ટ ફેક્ટર લગાવી શકે છે. સૂત્રો તે પણ જણાવે છે કે સરકાર આ વખતે ફિટમેન્ટ ફેક્ટરને ઓછું રાખી મોંઘવારી ભથ્થાને સામેલ કરવા માટે અલગથી કોઈ ફોર્મ્યુલા લાવી શકે છે.
પાછલા પગાર પંચમાં કેટલો વધારો
2006 માં રજૂ કરાયેલા છઠ્ઠા પગાર પંચમાં, ફિટમેન્ટ ફેક્ટર 1.86 રાખવામાં આવ્યું હતું. 2016 માં રજૂ કરાયેલા 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 ટકા હતું, પરંતુ પગાર ધોરણમાં વાસ્તવિક વધારો માત્ર 14.2 ટકા હતો. કારણ કે, 7મા પગાર પંચના ખર્ચનો મોટો ભાગ ફક્ત મોંઘવારી ભથ્થાને સમાયોજિત કરવામાં જ ગયો હતો. જ્યારે છઠ્ઠા પગાર પંચની ભલામણો પછી, મૂળ પગારમાં લગભગ 54 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.
લાગૂ કરવામાં લાગી શકે છે સમય
કેન્દ્ર સરકારે જાન્યુઆરીમાં આઠમાં પગાર પંચની રચનાની જાહેરાત કરી છે, પરંતુ હજુ સુધી રચના થઈ શકી નથી. તેવામાં સંભવ છે કે વર્ષ 2027મા આઠમાં પગાર પંચની ભલામણો લાગૂ થાય. કારણ કે જૂનો રેકોર્ડ જણાવે છે કે પંચની રચના થયા બાદ અંતિમ રિપોર્ટ આવવામાં 18થી 26 મહિના સુધીનો સમય લાગી શકે છે. છઠ્ઠા પગાર પંચનો રિપોર્ટ આશરે 18 મહિનામાં આવ્યો હતો. તો સાતમાં પગાર પંચની રચનાને 24 સપ્ટેમ્બર 2013ના મંજૂરી મળી ગઈ હતી, જ્યારે રિપોર્ટ નવેમ્બર 2015મા આવ્યો હતો. તેવામાં આઠમાં પગાર પંચની રચનામાં વિલંબ સ્પષ્ટ સંકેત છે કે રિપોર્ટ આવવામાં સમય લાગી શકે છે.
લેટર ઓફ રેફરન્સ શું છે
આ એક પ્રકારનો ભલામણ પત્ર છે, જેના દ્વારા કોઈપણ વિષયને લગતા સંદર્ભો અને શરતો નક્કી કરવામાં આવે છે. પગાર પંચની રચના અંગે ભલામણ પત્ર પણ જારી કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે