)
Train Ticket Booking: ટ્રેનમાં મુસાફરી કરવી ખૂબ જ સસ્તી પડે છે, તેથી દરરોજ કરોડો લોકો ટ્રેન દ્વારા મુસાફરી કરીને પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચે છે. જોકે, ઘણી વખત ટ્રેનમાં ભારે ભીડ હોય છે, જેના કારણે ટિકિટ બુક થઈ શકતી નથી. ખાસ કરીને ક્રિસમસ અને ન્યૂ યર જેવા તહેવારોમાં ટ્રેન ટિકિટનું બુકિંગ કરવું અને કન્ફર્મ સીટ મેળવવી થોડી મુશ્કેલ હોય છે. આવા સમયે જો તમારે કોઈ જરૂરી કામ માટે બહાર જવાનું હોય અને ટિકિટ ન મળી રહી હોય, તો તમે ટ્રેનમાં બેસી શકો છો. કારણ કે ચાલતી ટ્રેનમાં પણ ટિકિટ કન્ફર્મ કરી શકાય છે. જનરલ અને તત્કાલ ક્વોટામાંથી ટિકિટ ન મળે તો પણ ટિકિટ ખરીદી શકાય છે. ચાલો આ અહેવાલમાં આ ટ્રિક વિશે વિગતવાર જાણીએ.
કેવી રીતે બુક કરવી ચાલતી ટ્રેનમાં ટિકિટ?
તમારે ચાલતી ટ્રેનમાં ટિકિટ બુક કરવા માટે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે. આ માટે તમે IRCTCની ‘કરંટ ટિકિટ’ (Current Ticket) અને ‘ચાર્ટ વેકેન્સી’ (Chart Vacancy) સુવિધાનો ઉપયોગ કરી શકો છો. તેમાં ચાલતી ટ્રેનમાં પણ ટિકિટ કન્ફર્મ કરવાની અથવા ખરીદવાની તક મળે છે. ટ્રેન ઉપડવાના થોડા કલાકો પહેલા ખાલી સીટોની માહિતી આમાં જોવા મળે છે. તમે IRCTC Rail Connect એપ અથવા તેની વેબસાઇટ પર જઈને આ ટિકિટ બુક કરી શકો છો.
આ રહ્યો બીજો રસ્તો
કરંટ ટિકિટ જોયા પછી તમે TTEનો સંપર્ક કરીને પણ સીટ મેળવી શકો છો. આ માટે તમારી પાસે પ્લેટફોર્મ ટિકિટ હોવી જરૂરી છે. ટેકનિકલ સમસ્યા ન આવે તે માટે સ્ટેશનથી થોડે દૂર રહીને જીપીએસ (GPS) ઓન કરીને બુકિંગ કરો. જેથી ટેકનિક્લ મુશ્કેલી ના પ઼ે. આમ કરવાથી ચોક્કસપણે તમારું કામ થઈ જશે.
ચાર્ટ વેકેન્સીનો ઉપયોગ કેવી રીતે કરવો?
‘ચાર્ટ વેકેન્સી’ પણ કરંટ ટિકિટ જેવી જ છે. આ ચાર્ટમાં તમને ખાલી સીટોની સંપૂર્ણ માહિતી મળશે. સૌ પ્રથમ IRCTCની એપ અથવા વેબસાઇટ પર જાઓ. ત્યાં 'Chart Vacancy' ઓપ્શન પર ક્લિક કરો. ટ્રેન નંબર અને બોર્ડિંગ સ્ટેશનની વિગત નાખો. ખાલી સીટો જોઈને તેને તરત જ બુક કરી લો.
UTS એપ પણ આવશે કામ
જનરલ ટિકિટ માટે તમે UTS એપનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે સ્ટેશન પરિસરથી થોડે દૂર રહીને મોબાઈલનું GPS ઓન કરીને ટિકિટ બુક કરવાની રહેશે. ઘણીવાર સ્ટેશનની અંદર GPS લોકેશનને કારણે ટિકિટ બુક થતી નથી. ઝડપી બુકિંગ માટે તમે એપમાં ‘માસ્ટર લિસ્ટ’ (Master List) નો પણ ઉપયોગ કરી શકો છો.