રેલવે સાથે 3999 રૂપિયામાં શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે સારી કમાણી, મળશે આ સુવિધાઓ

IRCTC Ticket Agent: IRCTC સંપૂર્ણપણે અધિકૃત એજન્ટોને સપોર્ટ કરે છે. તમે તત્કાલ, વેઇટિંગ લિસ્ટ, આરએસી ટિકિટ બુક કરી શકો છો. એજન્ટને દરેક બુકિંગ પર કમિશન મળશે.
 

 રેલવે સાથે 3999 રૂપિયામાં શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે સારી કમાણી, મળશે આ સુવિધાઓ

ભારતીય રેલવે વિશ્વનું ચોથું સૌથી મોટું રેલવે નેટવર્ક છે. ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝ્મ કોર્પોરેશન એટલે કે IRCTC દ્વારા ઓનલાઈન ટિકિટ અને કેટરિંગની સુવિધા પણ આપે છે. અમે તમને એક એવા બિઝનેસ આઈડિયા વિશે જણાવી રહ્યાં છીએ, જેમાં તમે રેલવેની સાથે માત્ર 3999 રૂપિયામાં કામ કરી શકો છો. આ બિઝનેસથી તમે મોટી કમાણી પણ કરી શકો છો.

IRCTC ટિકિટ એજન્ટ શું છે?
આ બિઝનેસ  IRCTC ટિકિટ એજન્ટનો છે. જો તમે  IRCTC ના સત્તાવાર ટિકિટ એજન્ટ બનવા ઈચ્છો છો તો તમારે  IRCTC ની સત્તાવાર વેબસાઇટ પર અરજી કરવી પડશે. 

કેટલી હશે રજીસ્ટ્રેશન ફી?
IRCTC ટિકિટ એજન્ટ બનવા માટે 1 વર્ષની રજીસ્ટ્રેશન ફી 3999 રૂપિયા અને 2 વર્ષની ફી 6999 રૂપિયા છે. ફી ભર્યા બાદ તમને એજન્ટના રૂપમાં રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ મળી જશે. ત્યારબાદ તમે સત્તાવાર ટિકિટ એજન્ટના રૂપમાં કામ કરવાનું શરૂ કરી શકો છો.

શું હશે કામ?
સત્તાવાર એજન્ટને IRCTC સપોર્ટ કરે છે. તમે તત્કાલ, વેઇટિંગ લિસ્ટ, RAC ટિકિટ બુક કરી શકો છો. દરેક બુકિંગ પર એજન્ટને કમીશન મળે છે. 24 કલાક અને 7 દિવસની સર્ચ એન્જિન બુકિંગ સિસ્ટમ પણ મળે છે. 

મળશે આ સુવિધાઓ
આ સિવાય દરેક એજન્ટનું એક ઓનલાઈન એકાઉન્ટ હોય છે. તેના દ્વારા તે ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે પણ બુકિંગ કરી શકે છે. એજન્ટ બસ, હોટલ, હોલીડેની સાથે ટૂર પેકેજ પણ બુક કરી શકે છે. મની ટ્રાન્સફર, પ્રીપેડ રિચાર્જની સાથે બીજી તમામ સર્વિસ આપી શકે છે.

કેટલી થશે કમાણી?
IRCTC ના ટિકિટ એજન્ટ બન્યા બાદ તમને દર મહિને 100 ટિકિટનું બુકિંગ કરવા પર પ્રતિ ટિકિટ 10 રૂપિયાનું કમીશન મળશે. 101થી 300 ટિકિટ વચ્ચેના બુકિંગ પર પ્રતિ ટિકિટ 8 રૂપિયાનું કમિશન મળશે. 300થી વધુ ટિકિટ બુક કરો તો પ્રતિ ટિકિટ 5 રૂપિયાનું કમીશન મળશે. આ સિવાય ોન એસી ક્લાસ ટિકિટ્સ પર 20 રૂપિયા સુધી કમીશન મળે છે. તો એસી ક્લાસ ટિકિટ પર પ્રતિ ટિકિટ 40 રૂપિયા મળશે. 

IRCTC ના એજન્ટ કઈ રીતે બનશો?
સ્ટેપ 1: IRCTC ની વેબસાઇટ ઓપન કરો
સ્ટેપ 2: “Become an Agent” કે “Become an Authorized Agent” ઓપ્શન શોધો.
સ્ટેપ 3: અપ્લાય ફોર્મ ડાઉનલોડ કરો અને તેમાં માંગવામાં આવેલી જાણકારી ભરો.
સ્ટેપ 4: જરૂરી ડોક્યુમેન્ટ સબમિટ કરો.
સ્ટેપ 5: તમારે 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર એક એગ્રીમેન્ટ બનાવવો પડશે. 
સ્ટેપ 6: રજીસ્ટ્રેશન ફીની ચુકવણી કરો.
સ્ટેપ 7: અરજી કર્યાના થોડા દિવસ બાદ તમને IRCTC Agent લોગિન આઈડી અને પાસવર્ડ મળી જશે.
સ્ટેપ  8: તમે કોઈ સત્તાવાર પ્રિન્સિપલ સર્વિસ પ્રોવાઇડરની સાથે કરાર કરી IRCTC એજન્ટ બની શકો છો.
સ્ટેપ 9: IRCTC એજન્ટ લોગિન કરી રેલવે ટિકિટ બુક કરી શકો છો અને કમીશન મેળવી શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news