સાવધાન: SIMથી એક જ મીનીટમાં ખાલી થઇ જશે તમારૂ બેંક એકાઉન્ટ, ફ્રોડની નવી ટેકનિક

બેંક એકાઉન્ટ હેક કરવાથી અને ખાતમાંથી પૈસાની ઉઠાંતરી કરવાના અનેક કિસ્સાઓ તમે સાભળ્યા હશે. હવે એટીએમ કાર્ડ બદલીને અથવા તો અન્ય ટેકનિકોથી એકાઉન્ટથી પૈસા ઉઠાવવા એ જૂની ટેકનિક થઇ ગઇ છે.   

Updated By: Nov 16, 2018, 09:28 AM IST
સાવધાન: SIMથી એક જ મીનીટમાં ખાલી થઇ જશે તમારૂ બેંક એકાઉન્ટ, ફ્રોડની નવી ટેકનિક

નવી દિલ્હી: બેંક એકાઉન્ટ હેક કરવાથી અને ખાતમાંથી પૈસાની ઉઠાતરી કરવાના અનેક કિસ્સાઓ તમે સાભળ્યા હશે. હવે એટીએમ કાર્ડ બદલીને અથવા તો અન્ય ટેકનિકોથી એકાઉન્ટથી પૈસા ઉઠાવવા એ જૂની ટેકનિક થઇ ગઇ છે. તમારા બેંક ખાતમાંથી પૈસાની ઉઠાતરી કરવા માટે તમારાજ સીમ કાર્ડથી તમને શિકાર બનાવી શકાય છે. જો તમારા પર કોઇ એવો કોલ આવે છે, જેમાં તમને કોલર દ્વાર એવું કહેવમાં આવે કે ડજો તમે સીમ અપડેટ નહિં કરો તો તમારી આ સેવાઓ બંઘ કરી દેવામાં આવશે. તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. આજ કાલ સીમ ડિએક્ટિેવેટની બીક બતાવીને લોકો લાખો રૂપિયાની ઉઠાતરી કરી રહ્યા છે. 

એક યુવકના 4 લાખ રૂપિયાની થઇ ઉઠાતરી 
ગત કેટલાક દિવસો પહેલા દિલ્હીમાં રહેતા એક શખ્સને સિમ સ્વેપિંગ દ્વારા જ આશરે 4 લાખ રૂપિયાનો ચૂનો લગાવી દીધો છે. આ પહેલા પણ પૂણેમાં પણ એક વ્યક્તિ સાથે આશરે એક લાખ જેટલાની છેતરપીંડી કરવામાં આવી હતી. જો તમને અથવાતો તમારા મિત્રો પાસે આવો કોઇ કોલ આવે છે. તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. આ સાથે તમારે એ પણ જાણવાની જરૂર છે કે આશખે સિમ સ્વૈપિંગ કેવી રીતે કરવામાં આવે છે. અને હૈકર કેવી રીતે તમને શિકાર બનાવી રહ્યા છે.  

શું છે સિમ સ્વૈપ 
સિમ સ્વૈપનો સીધો મતલબ થાય છે એક્સચેન્જ. જેમાં તમારા નંબર પરથી જ એક નવા સિમ કાર્ડ માટે રજિસ્ટ્રેશન કરી લેવામાં આવે છે. આવું થવા પર તમારા સિમ કાર્ડ તરત જ કામ કરવાનું બંધ કરી દે છે. અને તમારા ફોનમાં સિગ્નલ આવાના બંધ થઇ જાય છે. આ એટલું જલદી થાય છે, કે તમને થોડીવાર માટે તો ખબર જ નહિં પડે કે તમારી પાસે શુ થઇ રહ્યું છે. જ્યાં સુધી તમે તેને સમજી શકો ત્યાં સુધી ધણી વાર થઇ ગઇ હોય છે. હૈકર તમારા નંબરથી રજિસ્ટર થયેલા બીજા સિમ પર આવેલા ઓટીપી દ્વારા યુઝ કરેલા પૈસાને તેના એકાઉન્ટમાં ટ્રાંસફર કરી લે છે.

વધુ વાંચો...ક્રુડઓઇલમાં આવેલા ઘટાડાથી રૂપિયો થયો મજબૂત, ડોલરની સામે થયો આટલો ઘટાડો

આવી રીતે થાય છે સિમ સ્વૈપિંગની શરૂઆત 
સિમ સ્વૈપિંગની શરૂઆત એક કોલથી થાય છે. જેમાં કોલર દ્વારા એવો દાવો કરવામાં છે, કે તે એક ટેલીકોમ કંપનીનો એક્ઝિક્યુટિવ વાત કરી રહ્યો છે. એ તમને જણાવશે કે તમારૂ સિમ કાર્ડ અપડેટ નથી. સિમ અપડેટ કરવાથી તમને પડી રહેલી કોલ ડ્રોપિંગની સમસ્યા દૂર થઇ જશે. અને ઇન્ટરનેટની સ્પિડ પણ વધી જશે. વાતચીત દરમિયાન તે તમારી પાસે 20 ડિઝિટને એક યુનિક નંબર માંગે છે. ધણી વાર તમે વિશ્વાસમાં આવીને સિમની પાછળ લખેલો યુનિક નંબર તેને શેર કરી દો છો. 

યુનિક નંબર મળ્યાને તરત જ કોલર તમને એક પ્રેસ કરવા માટે કહેશે, જેનાથી ઓથેન્ટિકેશન થાય છે અને સિમ સ્વૈપની પ્રોસેસ પૂરી થઇ જાય છે. સિમ સ્વૈપ થવાની સાથે જ તમારા સિગ્નલ ગાયબ થઇ જાય છે. અને બીજી બાજુ તમારા નંબર વાળા સ્કેમરના સિમ કાર્ડમાં ફોનમાં સિગ્નલ આવવા લાગે છે. મોટા ભાગના કેસમાંતો સ્કેમર પાસ તમારો બેંક આઇડી અને પાસવર્ડ હોય છે. અને તેને હવે માત્ર ઓટીપીની જ જરૂર છે. જે સિમ પર આવે છે.