ગુજરાતનો ડંકો વાગ્યો, ભારતીય ધનકુબેરોના લિસ્ટમાં 60 ગુજરાતી ઉદ્યોગપતિઓ

ગુજરાતનો ડંકો વાગ્યો, ભારતીય ધનકુબેરોના લિસ્ટમાં 60 ગુજરાતી ઉદ્યોગપતિઓ
  • IIFL જે યાદી બહાર પાડી છે, તેમાં ભારતના ધનકુબેરો સામેલ કરાયા છે. આ લિસ્ટમાં ગુજરાતના 49 ધનકુબેરો એવા છે જેમની સંપત્તિ 1000 કરોડ રૂપિયાથી વધુ થઈ.
  • ધનકુબેરોના આ લિસ્ટમાં સામેલ થનારા મુકેશ અંબાણી એકલા નથી, 60 જેટલા ગુજરાતીઓએ આ લિસ્ટમાં સ્થાન મેળવીને ગુજરાતનો ડંકો વગાડ્યો છે

ઝી મીડિયા/બ્યૂરો :Hurun India Rich list 2020 માં ગુજરાતીઓનો ડંકો વાગ્યો છે. ગુજરાતી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani) સતત 9 મા વર્ષે સૌથી અમીર ભારતીય બન્યા છે. જેમની અંગત સંપત્તિ  6,58,400 કરોડ રૂપિયા છે. મુંકેશ અંબાણી ગ્લોબલ રિચ લિસ્ટના લિસ્ટમાં ટોપ 5માં સામેલ થનારા તેઓ એકમાત્ર ભારતીય અને ગુજરાતી છે. પરંતુ ધનકુબેરોના આ લિસ્ટમાં સામેલ થનારા મુકેશ અંબાણી એકલા નથી, 60 જેટલા ગુજરાતીઓએ આ લિસ્ટમાં સ્થાન મેળવીને ગુજરાતનો ડંકો વગાડ્યો છે. આ લિસ્ટ મુજબ ગુજરાતમાં ગુજરાતમાં 49 લોકો એવા છે જેમની વેલ્થ રૂ. 1000 કરોડથી વધુ છે. આ યાદીમાં રૂ. 1.40 લાખ કરોડની વેલ્થ સાથે અદાની ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી (Gautam Adani) નું નામ સૌથી ઉપર છે જયારે રૂ. 33,800 કરોડ સાથે નિરમાના કરસન પટેલ બીજા ક્રમે અને ઝાયડસ ગ્રુપના પંકજ પટેલ રૂ. 33,700 કરોડ સાથે ત્રીજા ક્રમે છે. આ સાથે ગુજરાતી ઉદ્યોગપતિઓનું લિસ્ટ પણ જાહેર કરાયું છે, જેઓએ ડંકેથી ચોટ પર જઈને ગુજરાતનું નામ ગુંજતુ કર્યું છે. 

ગુજરાતીઓની સંપત્તિ વધી 
IIFL જે યાદી બહાર પાડી છે, તેમાં ભારતના ધનકુબેરો સામેલ કરાયા છે. આ લિસ્ટમાં ગુજરાતના 49 ધનકુબેરો એવા છે જેમની સંપત્તિ 1000 કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ છે. જેમાં ટોપ પર ગૌતમ અદાણી છે. બીજા નંબરે કરસન પટેલ અને ત્રીજા નંબરે પંકજ પટેલ છે. રિપોર્ટ મુજબ છેલ્લા એક વર્ષમાં ગુજરાતના અમીરોની સંપત્તિમાં 3%થી 52% સુધીનો વધારો થયો છે. ગૌતમ અદાણીની સંપત્તિ આ એક વર્ષમાં રૂ. 45,700 કરોડનો વધારો થયો છે. પંકજ પટેલની વેલ્થ 52% વધી છે. ટોરેન્ટ ફાર્માના સુધિર અને સમીર મહેતાની સંપત્તિમાં 38%નો વધારો થયો છે.

ગૌતમ અદાણી 1.40 લાખ કરોડ  અદાણી ગ્રુપ
કરસન પટેલ 33,800 કરોડ નિરમા
પંકજ પટેલ 33,700 કરોડ ઝાયડસ
સમીર મહેતા 21,900 કરોડ ટોરેન્ટ ફાર્મા
સુધીર મહેતા 21,900 કરોડ ટોરેન્ટ ફાર્મા
ભદ્રેશ શાહ 11,600 કરોડ AIA એન્જિનીયરીંગ
બિનીશ ચુડગર 10,600 કરોડ ઇન્ટાસ ફાર્મા
નિમિશ ચુડગર 10,600 કરોડ ઇન્ટાસ ફાર્મા
ઉર્મિશ ચુડગર 10,600 કરોડ ઇન્ટાસ ફાર્મા
સંદીપ એન્જિનિયર  9,500 કરોડ એસ્ટ્રલ સ્ટેરિટેક
હસમુખ ચુડગર 6,900 કરોડ એસ્ટ્રલ સ્ટેરિટેક
દર્શન પટેલ 5,400 કરોડ વિની કોસ્મેટિક
અચલ બકેરી 5,000 કરોડ સિમ્ફની
રાજીવ મોદી 4,800 કરોડ કેડિલા ફાર્મા
પ્રકાશ સંઘવી 3,600 કરોડ રત્નમણી મેટલ્સ
ભીખાભાઈ વિરાણી 3,300 કરોડ બાલાજી વેફર્સ
અમિત બક્ષી 3,000 કરોડ એરિસ લાઈફસાઈન્સ
કાનજીભાઇ વિરાણી 2,800 કરોડ બાલાજી વેફર્સ
ચંદુભાઈ વિરાણી 2,800 કરોડ બાલાજી વેફર્સ
અશ્વિન ગાંધી 2,600 કરોડ એશિયન પેઈન્ટ્સ

લિસ્ટમાં નવા નામ ઉમેરાયા
લિસ્ટમાં આ વખતે નવા ઉદ્યોગપતિના નામ પણ સામેલ થયા છે. જેમાં ગુજરાતના 12 નવા ઉદ્યોગપતિ સામેલ છે. લિસ્ટમાં જે નવા નામ ઉમેરાયા તેમાં એસ્ટ્રલ સ્ટેરિટેક દુષ્યંત પટેલ, કોરોના રેમેડીઝના ક્રિતીકુમાર મહેતા, પારસ ફાર્માના ગિરીશ પટેલ, તીર્થ એગ્રો ટેકનોલોજીના અશ્વિન ગોહેલ, રાજરત્ન મેટલના અરવિંદકુમાર સંઘવી સહિત બીજા પણ ગુજરાતી ઉદ્યોગપતિઓ સામેલ છે. 

ટોપ-5 ભારતીય ધનકુબેરોમાં 5 ગુજરાતી
ગુજરાતીઓનો દબદબો અને તેમની સાહસિક નીતિ હવે દુનિયાભરમા વખાણવા લાગી છે. ગુજરાતી બિઝનેસ કરતા જાણે છે. ત્યારે હુરુન રિપોર્ટ જ આ બાબત સાચી પાડે છે. IIFL હુરુન રિપોર્ટ ઇન્ડિયાએ ભારતીય અમીરોની જે યાદી બહાર પાડી છે. તેમાં ટોપ-10 ભારતીય ધનકુબેરોમાં 5 ગુજરાતી છે. જેમાં મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, અઝિમ પ્રેમજી, ઉદય કોટક અને દિલીપ સંઘવી સામેલ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news