PNB બેંકને ડિફોલ્ટરનું ટેગ લાગે તો શું થશે સ્થિતિ? કોને ફાયદો કોને નુકસાન?

યૂનિયન બેંકની ડિફોલ્ટર યાદીમાં સ્થાન મળ્યા બાદ પીએનબીને ફાયદો થશે કે નુકસાન, સરકાર મધ્યસ્થી કરીને કરાવશે સમાધાન?

PNB બેંકને ડિફોલ્ટરનું ટેગ લાગે તો શું થશે સ્થિતિ? કોને ફાયદો કોને નુકસાન?

નવી દિલ્હી : ભારતીય બેકિંગ ઇતિહાસમાં પહેલીવાર એવું બનશે જ્યારે એક સરકારી બેંક બીજી બેંકોને ડિફોલ્ટરની કેટેગરીમાં સમાવેશ કરશે. પંજાબ નેશનલ બેંકની તરફથી અપાયેલા લેટર ઓફ અંડરટેકિંગ્સ (LoU)નાં આધારે  યૂનિયન બેંક ઓફ ઇન્ડિયાનાં નજીકનાં 1000 કરોડ રૂપિયાની લોન આપી હતી. જેની ચુકવણી 31 માર્ચ સુધીમાં કરવાનું રહેશે. જો કે સવાલ એ છે કે જો યૂનિયન બેંકની ડિફોલ્ટર યાદીમાં પીએનબી આવી જાય તો તેનું આઉટકમ શું હશે. શું તેનાં કારણે પીએનબીને કોઇ નુકસાન થશે કે ફાયદો થશે ? સરકાર અથવા આરબીઆઇ વચ્ચે પડીને આ પરિસ્થિતીનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરશે ? 

PNBને શું નુકસાન થશે ? 
બેંકિંગ એક્સપર્ટ્સ અને સીનિયર એનાલિસ્ટ વિવેક મિત્તલનાં અનુસાર, યૂનિયન બેંક જો પીએનબીને ડિફોલ્ટ કેટેગરીમાં નાખે છે તો તેનાં કારણે પીએનબીને નુકસાન નથી. પરંતુ પીએનબીને ફાયદો થશે. કારણ કે યાદીમાં સમાવેશ કરવામાં આવ્યા બાદ 1000 કરોડ રૂપિયા નહી ચુકવવા પડે.

પીએનબીની શાખ ખરાબ થશે ? 
પીએનબીની શાખ પહેલા જ ખરાબ થવાની હતી તેટલી થઇ ચુકી છે. નીરવ મોદીનો કેસ સામે આવ્યા બાદથી બેંકની છબી સતત ખરડાઇ રહી છે. તેનાં બેંક અધિકારીઓ જ બેંક ગોટાળામાં સંડોવાયેલા હોવાના સમાચાર બાદ છબી વધારે ખરડાઇ છે. હાલ મુદ્દે તપાસ એજન્સીઓ તપાસ કરી રહી છે. આવા માત્ર 1000 કરોડની ડિફોલ્ટર બનવાથી હવે તેને વધાર કંઇ જ અસર નહી પડે. 

શેર બજારમાં શું પડશે બંન્ને બેંકોનાં શેર પર અસર
ડિફોલ્ટર કેટેગરીમાં જવાથી પીએનબીને કોઇ ખાસ ફર નહી પડે. પીએનબીનાં શેર નિરવ મોદી સમયથી જ 40 ટકા જેટલા નીચે આવી ગયા છે. હજી પણ તે વધારે નીચે આવવાની સંભાવનાં છે. જો કે આગામી ત્રિમાસીક દરમિયાન શેર પર જરૂર દબાણ જોવા મળી શકે છે. 

સરકાર મધ્યસ્થી કરીને લાવી શકે છે ઉકેલ
સરકારે હજી સુધી પીએનબી ગોટાળા મુદ્દે ચુપ છે. સાથે જ આ મુદ્દે સરકારે અથ્યાર સુધી કોઇ વલણ સ્પષ્ટ કર્યું નથી. વિવેક મિત્તલનાં અનુસાર સરકાર આમાં નહી પડે. કારણ કે બંન્ને બેંકો સરકારી છે. સરકાર અનુમાન કરશે કે પીએનબીની સ્થિતી 1000 કરોડ ચુકવવા લાયક છે કે નહી. બીજી તરફ યૂનિયન બેંકની સ્થિતી પણ સ્પષ્ટ જોવા મળશે. જો સરકારને લાગશે કે યૂનિયન બેંકની સ્થિતી માત્ર 1000 કરોડ આપવાથી જ સુધરતી હોય તો સરકાર પીએનબીને ચૂકવણી કરવા માટે આદેશ આપી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news