)
જો તમે 15 સપ્ટેમ્બર સુધી આવકવેરા રિટર્ન ફાઈલ ન કરી શક્યા હોવ તો તમારી પાસે છેલ્લી તક છે. આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ આગળ વધી છે. મોડી રાતે સરકારે આવકવેરા ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન આગળ વધારી એવા તમામ કરદાતાઓને રાહત આપી જેઓ કોઈ કારણસર ટેક્સ રિટર્ન ફાઈલ કરી શક્યા નહીં. સરકારે ટેક્સપેયર્સને રાહત આપતા આઈટીઆર ફાઈલિંગ કરવાની છેલ્લી તારીખ એકવાર ફરીથી લંબાવી અને અંતિમ તારીખ 16 સપ્ટેમ્બર 2025 કરી છે.
ITR Filing Last Date
સરકારે અગાઉ 15 સપ્ટેમ્બરની ડેડલાઈન આપી હતી પરંતુ આ ડેડલાઈન પૂરી થાય તેની બરાબર પહેલા એટલે કે રાતે 12 વાગ્યાના 15 મિનિટ પહેલા ડેડલાઈન આગળ વધારવાનો નિર્ણય લીધો. CBDT તરફથી કરદાતાઓને રાહત આપવા માટે ફક્ત 1 જ દિવસ માટે ડેડલાઈન લંબાવવામાં આવી. જો કે ટેક્સપેયર્સની માંગણી હતી કે ઓછામાં ઓછા 15 દિવસ માટે ડેડલાઈન આગળ વધારવામાં આવે પરંતુ સરકાર તરફથી ફક્ત 24 કલાક માટે આગળ વધારાઈ.
KIND ATTENTION TAXPAYERS!
The due date for filing of Income Tax Returns (ITRs) for AY 2025-26, originally due on 31st July 2025, was extended to 15th September 2025.
The Central Board of Direct Taxes has decided to further extend the due date for filing these ITRs for AY… pic.twitter.com/jrjgXZ5xUs
— Income Tax India (@IncomeTaxIndia) September 15, 2025
લોકોમાં નારાજગી
CBDT એ AY 2025-26 માટે ITR ફાઈલ કરવાની ડેડલાઈન 15 સપ્ટેમ્બરથી વધારીને 16 સપ્ટેમ્બર એટલે કે ફક્ત 24 કલાક આગળ વધારી. એમાં પણ રાતના 12 વાગ્યાથી લઈને 2.30 વાગ્યા સુધી આવકવેરા વિભાગની વેબસાઈટ મેન્ટેનન્સ વર્કના કારણે શટડાઉન રહી. આવકવેરા વિભાગના આ નિર્ણયથી લોકોમાં નારાજગી જોવા મળી. સોશિયલ મીડિયા પર યૂઝર્સે ઉભરો ઠાલવ્યો. લોકોની ફરિયાદો હતી કે આવકવેરા વિભાગની વેબસાઈટ ઠપ્પ રહે છે. ટેક્નિકલ ગ્લિચના કારણે ITR e-filing પોર્ટલનું સર્વર શટડાઉન રહે છે. લોકોએ ટેક્સ રિટર્ન દાખલ કરવામાં પરેશાનીનો સામનો કરવો પડે છે અને સરકાર તરફથી ડેડલાઈન પણ એટલા માટે વધારવામાં આવી કારણ કે આવકવેરા વિભાગના ઈ પોર્ટલમાં રિટર્ન ફાઈલ કરવામાં પરેશાની આવતી હતી.
Kya mazak laga rakha hai!
Democracy hai ya autocracy?
Even after so many representations, extending due date by 1 day that too with few minutes remaining for the original due date is the biggest insult to taxpayers!
Shame!#Extend_Due_Date_Immediately #extend— Rajat Agarwala (@RjtAg222) September 15, 2025
You guys are making a mockery of genuine taxpayers and tax professionals who have toiled so hard to do their duty towards the nation diligently and you guys didn’t even acknowledged the fact that the portal is faulty and is full of glitches. No words can be put this to explain…
— CA Vibhor Gupta (@heyvibhor) September 15, 2025
કેમ ફક્ત એક જ દિવસ લંબાવાયો
15 સપ્ટેમ્બરની ડેડલાઈન પૂરી થવાથી આવકવેરા વિભાગની ઈ ફાઈલિંગ પોર્ટલ પર હેવી ટ્રાફિકના પગલે સર્વર વારંવાર ડાઉન થતું હતું. સાઈટ ક્રેશ થવાના કારણે લોકો રિટર્ન ફાઈલ કરી શકતા નહતા. આઈટીઆર ઈ ફાઈલિંગ પોર્ટલ પર સર્વર ટાઈમ આઉટ અને પોર્ટલ સ્લો થવાની સતત ફરિયાદોના કારણે સીબીડીટીએ સોમવારે મોડી રાતે ડેડલાઈનને એક દિવસ માટે આગળ વધારી. આવકવેરા વિભાગે પણ ફરિયાદોને સ્વીકારતા વેબસાઈટ મેન્ટેનન્સ શિડ્યૂલ કરીને 16 સપ્ટેમ્બરની મોડી રાતે 12:00 AM થી 02:30 AM માટે શટડાઉન કર્યું જેથી કરીને ટેક્નિકલ ખામીઓ દૂર કરી શકાય.