નીરવ-માલ્યા જેવા ઉદ્યોગપતિઓની કરતૂતોથી જનતા દેવાના ખપ્પરમાં, દરેક વ્યક્તિ પર 4,000 રૂ.નું દેવું!

બિઝનેસનો વિસ્તાર કરવાના બહાને લોન લેવાની અને પછી ચૂકવ્યાં વગર વિદેશ ફરાર થઈ જનારા ભારતીય કારોબારીઓ જેમ કે નીરવ મોદી અને વિજય માલ્યાના કારણે દેશની બેંકોની હાલત દિન પ્રતિદિન ખરાબ થતી જઈ રહી છે.

નીરવ-માલ્યા જેવા ઉદ્યોગપતિઓની કરતૂતોથી જનતા દેવાના ખપ્પરમાં, દરેક વ્યક્તિ પર 4,000 રૂ.નું દેવું!

નવી દિલ્હી: બિઝનેસનો વિસ્તાર કરવાના બહાને લોન લેવાની અને પછી ચૂકવ્યાં વગર વિદેશ ફરાર થઈ જનારા ભારતીય કારોબારીઓ જેમ કે નીરવ મોદી અને વિજય માલ્યાના કારણે દેશની બેંકોની હાલત દિન પ્રતિદિન ખરાબ થતી જઈ રહી છે. બેંક સરકાર સામે આવા ડિફોલ્ડર્સને દેશ પાછા લાવવા માટે ફક્ત ગુહાર લગાવી રહી છે, પરંતુ હાલ બેંકોની જે હાલત છે તેનાથી નુકસાન તો દેશની સામાન્ય જનતા જ ભોગવી રહી છે. લોન ડિફોલ્ડર્સના કારણે સપ્ટેમ્બર 2017 સુધી ભારતીય બેંકોએ નોન પરફોર્મિંગ એસેટ(એનપીએ) એટલે કે ડુબતા ખાતાઓનો આંકડો 8.29 લાખ કરોડ પાર કરી લીધો છે.

દરેક વ્યક્તિ પર વધારાનો 6000 રૂપિયાનો ભાર
દૈનિક ભાસ્કરમાં છપાયેલા એક અહેવાલ મુજબ 8.29 લાખ કરોડ રૂપિયાના દેવાની જે રકમ છે તેની પાછા મળવાની શક્યતા શૂન્ય બરાબર છે. જેટલા રૂપિયા બેંકોના ડૂબ્યા છે તેની ભરપાઈ જો સામાન્ય જનતા પાસે કરવામાં આવે તો દેશના દરેક નાગરિક પર લગભગ 6,233 રૂપિયાનું દેવું હશે. વર્ષ 2017ના રિઝર્વ બેંકના આંકડા મુજબ ભારતીય ઉદ્યોગો પર 28.92 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. ચોંકાવનારી વાત એ છે કે આ દેવું પૂરેપૂરા ઋણનું માત્ર 37 ટકા જ છે.

ઉદ્યોગોના કારણે બેંકોની ખરાબ હાલત
આ વાતને વધુ સરળ ભાષામાં સમજવી હોય તો માની લો કે બેંકે સમગ્ર બજારમાં 100 રૂપિયાની લોન આપી છે. આ રકમમાં 37 રૂપિયા એવા લોકોને આપ્યા છે જેમણે ઉદ્યોગના વિસ્તરણની વાતો કરી હતી. ઉદ્યોગોને મળેલા આ 37 રૂપિયામાં 19 ટકા નોન પરફોર્મિંગ એસેટ(એનપીએ) છે. એટલે કે બેંકે આપેલા 100 રૂપિયાના ઋણમાંથી 19 રૂપિયા ઉદ્યોગોના કારણે ડૂબવાની કગાર પર છે. એટલે કે વર્તમાન સમયમાં ભારતીય બેંકોના 5.58 લાખ કરોડ રૂપિયા ડૂબવાની કગારે પહોંચી ગયા છે. જો આ રાશીને બેંક દેશની જનતા પાસેથી વસૂલ કરે તો દરેક નાગરિકના ખિસ્સામાંથી લગભગ 4195 રૂપિયા જાય.

મોટી રકમની ઉચાપત કરીને ભાગી રહ્યાં છે અમીરો
અહીં ધ્યાન આપવા જેવી એ વાત છે કે વર્તમાનમાં જે નાના વેપારી કે ઉદ્યોગપતિઓ છે તે બેંકો પાસેથી ઋણ લે છે અને સમય પર ચૂકવી પણ દે છે. જ્યારે મોટી રકમ લોન તરીકે લેનારા મોટા ઉદ્યોગપતિઓ બેંકોને ચૂનો લગાવી રહ્યાં છે. અખબારના અહેવાલ મુજબ ઉદ્યોગપતિઓની સરખામણીમાં પર્સનલ લોન વધુ સારી રીતે ચૂકવવામાં આવી રહી છે. કમાણી અને વસૂલાત માટે અહીં બેંકો પાસે અનેક સરળ રસ્તા છે.

સામાન્ય માણસ તરફ બેંકોની નજર
ક્રિસિલના ચીફ ઈકોનોમિસ્ટ ડી કે જોશીનું કહેવું છે કે વર્ષ 2016ની સરખામણીમાં 2017માં કુલ ઋણમાં ઉદ્યોગનો ભાગ 41 ટકા હતો, હવે તે ઘટીને 37 ટકા રહી ગયો છે. ઋણ પાછુ આપાના નામ પર ઉદ્યોગપતિઓની મનમાની અને બાદમાં દેવાળિયા જાહેર થવાના કારણે બેંક તેમને પૈસા આપવામાંથી નજર ફેરવી રહી છે અને હવે સામાન્ય માણસોને લોન આપીને પોતાના રૂપિયા યોગ્ય સમયે વસૂલાત કરવા પર ધ્યાન આપી રહી છે.

 

 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news