રેલવેએ બદલ્યો ટિકિટ રિઝર્વેશનનો નિયમ, હવે આધાર કાર્ડ વગર નહીં કરાવી શકો તત્કાલ ટિકિટ

Tatkal Ticket: ભારતીય રેલવેએ તત્કાલ ટિકિટ બુકિંગમાં મોટો ફેરફાર કર્યો છે. હવે આધાર કાર્ડ અને OTP વગર તમે તત્કાલ ટિકિટ બુક કરી શકશો નહીં. આ નવો નિયમ આગામી 1 જુલાઈ 2025થી લાગુ કરવામાં આવશે. આનો મતલબ કે હવે  IRCTC એકાઉન્ટ આધાર સાથે લિંક નથી તો તમે તત્કાલ ટિકિટ બુક કરી શકશો નહીં.

રેલવેએ બદલ્યો ટિકિટ રિઝર્વેશનનો નિયમ, હવે આધાર કાર્ડ વગર નહીં કરાવી શકો તત્કાલ ટિકિટ

Indian Railway New Tatkal Ticket Booking: ભારતીય રેલવેએ તત્કાલ ટિકિટ બુકિંગમાં મોટો ફેરફાર કર્યો છે. હવે તમે આધાર કાર્ડ અને OTP વગર તત્કાલ ટિકિટ બુક કરી શકશો નહીં. રેલવેએ સ્પષ્ટ કર્યું છે કે, 1 જુલાઈ 2025થી તત્કાલ ટિકિટ બુક કરવા માટે આધાર આધારિત OTP જરૂરી રહેશે. એટલે કે, જો તમારું IRCTC એકાઉન્ટ આધાર સાથે લિંક નથી, તો 1 જુલાઈથી તમે તત્કાલ ટિકિટ બુક કરી શકશો નહીં.

તત્કાલ ટિકિટ બુકિંગ માટે નવો નિયમ
રેલવે મંત્રાલયે એક મોટો નિર્ણય લેતા આધાર પ્રમાણીકરણ વિના તત્કાલ ટિકિટ બુક કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. રેલવેએ કહ્યું છે કે, નવો નિયમ 1 જુલાઈથી અમલમાં આવશે. રેલવેએ સ્પષ્ટતા કરી છે કે તત્કાલ ટિકિટ બુક કરવા માટે આધાર કાર્ડ ફરજિયાત રહેશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ થોડા દિવસો પહેલા એક ટ્વીટ દ્વારા આ માહિતી આપી હતી. હવે રેલવે મંત્રાલય દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. પરિપત્ર મુજબ 1 જુલાઈ 2025થી ફક્ત આધાર ચકાસાયેલ યુઝર્સ જ IRCTC વેબસાઇટ અથવા એપ્લિકેશન દ્વારા ટિકિટ બુક કરી શકશે. આ પછી 15 જુલાઈથી તત્કાલ ટિકિટ બુક કરવા માટે આધાર આધારિત OTP પ્રમાણીકરણ ફરજિયાત કરવામાં આવશે.

બુકિંગ એજન્ટો પર નિયંત્રણ
રેલવેના નવા નિયમો અનુસાર રેલવે ટિકિટ એજન્ટો તત્કાલ ટિકિટ બુકિંગ શરૂ થાય તે પહેલાં 30 મિનિટ સુધી ટિકિટ બુક કરી શકશે નહીં. તત્કાલ માટે એસી કોચનો સમય સવારે 10 વાગ્યાનો છે અને સ્લીપર કોચનો સમય સવારે 11 વાગ્યાનો છે. તત્કાલ ટિકિટમાં ચાલી રહેલી છેતરપિંડી બાદ રેલવેએ કડક પગલાં લીધાં છે. રેલવેએ IRCTC એકાઉન્ટને આધાર સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે. જો તમારું IRCTC એકાઉન્ટ પણ આધાર સાથે લિંક નથી, તો તરત જ તે કરો.

કેવી રીતે લિંક કરવું આધાર

  • આ માટે પહેલા IRCTC વેબસાઇટ પર જાઓ અને લોગિન કરો.
  • તમારું યુઝરનેમ અને પાસવર્ડ દાખલ કરીને લોગિન કરો.
  • 'માય એકાઉન્ટ' પર જાઓ અને 'લિંક યોર આધાર' વિકલ્પ પર ક્લિક કરો.
  • આ પછી તમારો આધાર નંબર અને નામ દાખલ કરો.
  • રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મળેલ OTP ભર્યા પછી, તેને સબમિટ કરો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news