)
નવી દિલ્હીઃ જો તમે પણ ટ્રેનમાં સફર કરો છો અને તમને રેલવેની ફ્રી સુવિધા વિશે ખબર નથી. તો કંઈ વાંધો નહીં.. આ સમાચારમાં અમે તમને રેલવેની તે સુવિધા વિશે જણાવીશું, જે રેલવે પોતાના લાખો યાત્રિકો માટે ચલાવે છે.
ભારતીય રેલવે પોતાના પેસેન્જરને ઘણા પ્રકારની સુવિધા આપે છે. પરંતુ શું તમે જાણો છો રેલવેની આ સુવિધા વિશે....
બેડનો સામાન ધાબળો, ઓશીકું, બેડશીટ
ઈન્ડિયન રેલવે તરફથી જો તમે AC1, AC2, AC3 માં સફર કરો છો તો તમને બેડનો બધો સામાન મળશે. રેલવે પોતાના પેસેન્જરને કોચમાં એક ધાબળો, એક ઓશીકું, બે બેડશીટ અને એક હેન્ડ રૂમાલ આપે છે. જો તમને રેલવેની યાત્રા દરમિયાન આ બધુ ન મળે તો તમે તેની વિરુદ્ધ ફરિયાદ કરી રિફંડનો દાવો કરી શકો છો.
ફ્રી મેડિકલ હેલ્પ
જો તમે સફર દરમિયાન બીમાર પડી જાવ તો રેલવે તમને ફ્રીમાં સારવારની સુવિધા આપે છે અને જો સ્થિતિ ગંભીર થઈ જાય તો સારવાર માટે પણ વ્યવસ્થા કરે છે. તે માટે તમને ફ્રંટ લાઇન કર્મચારી, ટિકિટ કલેક્ટર, ટ્રેન અધીક્ષકનો સંપર્ક કરવાનો હોય છે. જો કોઈ પ્રકારની ઈમરજન્સી થઈ અને જરૂર પડી તો ભારતીય રેલવે તમને યોગ્ય ચાર્જ પર આગામી ટ્રેન સ્ટોપેજ પર મેડિકલ ટ્રીટમેન્ટની વ્યવસ્થા કરી દેશે.
ફ્રી ભોજન
જો ટ્રેન બે કલાક કરતા વધુ સમય મોડી ચાલે છે તો યાત્રિકોને ફ્રી ભોજન આપવામાં આવે છે. આ સુવિધા રાજધાની, શતાબ્દી, વંદે ભારત, ગતિમાન એક્સપ્રેસ અને દુરંતો જેવી પ્રીમિયમ ટ્રેનમાં મળે છે.
વિકલાંગ યાત્રિકો માટે સહાયતા
રેલવે વિકલાંગ યાત્રિકો માટે સ્ટેશનો પર વ્હીલચેર, રેમ્પ જેવી સુવિધા ઉપલબ્ધ કરાવે છે. યાત્રા દરમિયાન વિકલાંગ યાત્રિ કે તેના પરિવારના સભ્યો મદદ માટે રેલવે કર્મચારીઓનો સંપર્ક કરી શકે છે.
આરામ કરવા માટે હોલ
બધા સ્ટેશનોમાં એસી અને નોન એસી વેઇટિંગ હોલની સુવિધા હોય છે. જો તમારી ટ્રેન આવવામાં સમય લાગી રહ્યો છે તો તમે આ હોલમાં જઈ આરામ કરી શકો છો. તે માટે તમારે ટ્રેન ટિકિટ દેખાડવી પડશે.