રેલવેનો મોટો પ્લાન! ટૂંક જ સમયમાં બદલી શકાશે કન્ફર્મ ટિકિટની તારીખ, કેન્સલેશન ચાર્જથી મળશે છુટકારો
Railways Big Planning: હાલના નિયમો હેઠળ જો કોઈ મુસાફર તેમની મુસાફરીની તારીખો બદલવા માંગે છે, તો તેમણે તેમની કન્ફર્મ ટિકિટ રદ કરાવવી પડશે અને પછી મુસાફરીની તારીખો માટે નવું બુકિંગ કરાવવું પડશે.
Trending Photos
)
Indian Railways New Plan: દેશમાં દરરોજ આશરે 2.5 કરોડ મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરે છે. જો તમે વારંવાર ટ્રેનમાં મુસાફરી કરતા લોકોમાંથી એક છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. જી હા... ભારતીય રેલવે ટૂંક સમયમાં એક નવો પ્રસ્તાવ રજૂ કરવાની તૈયારી કરી રહી છે.
આ પ્રસ્તાવ હેઠળ મુસાફરો તેમની કન્ફર્મ ટિકિટની મુસાફરીની તારીખ બદલી શકશે. સહયોગી ચેનલ ઝી બિઝનેસે આ દાવો કર્યો છે. ચેનલના સૂત્રોએ દાવો કર્યો છે કે, આ યોજના દ્વારા મુસાફરો માટે મુસાફરીને વધુ અનુકૂળ બનાવશે. આ સુવિધા એવા લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે જેમની મુસાફરી યોજનાઓ અચાનક બદલાઈ જાય છે.
ટિકિટ કેન્સલ કરવાના ચાર્જ અને નવા ટિકિટ ચાર્જમાંથી મળશે છુટકારો
હાલમાં જો કોઈ મુસાફર તેમની મુસાફરીની તારીખો બદલવા માંગે છે, તો તેમણે તેમની કન્ફર્મ ટિકિટ રદ કરાવવી પડશે અને પછી તેમને ઇચ્છિત તારીખ માટે નવી બુકિંગ કરાવવું પડે છે. આના પરિણામે ટિકિટ રદ કરવાના ચાર્જ અને નવા ટિકિટ ચાર્જ બન્ને ચૂકવવા પડે છે.
આનાથી મુસાફરોને નાણાકીય નુકસાન થાય છે. જો કે, જો નવી યોજના લાગુ કરવામાં આવે છે, તો મુસાફરોને આવું નુકસાન નહીં થાય. જો રેલવે કન્ફર્મ ટિકિટની તારીખ બદલવાની યોજના લાગુ કરે છે, તો મુસાફરોને હવે રદ કરવા અને પછી ફરીથી બુકિંગ માટે ફી ચૂકવવાની રહેશે નહીં.
વારંવાર બુકિંગની કરાવવાની ઝંઝટ થશે દૂર
રેલવેના આ નવા પ્લાનથી મુસાફરોને તેમની મુસાફરીની તારીખો સીધી બદલવાની મંજૂરી આપશે. પરંતુ, આ માટે શરત એ છે કે તે તારીખે ખાલી બર્થ ઉપલબ્ધ હોવી જોઈએ. આ સુવિધા એવા મુસાફરોને લાભ આપશે જેમના પ્લાન અચાનક બદલાઈ જાય છે. નિષ્ણાતો કહે છે કે, આનાથી મુસાફરીનું આયોજન અને પુનઃબુકિંગ કરવાની ઝંઝટ દૂર થશે. રેલવેએ હજુ સુધી પુષ્ટિ કરી નથી કે આ સુવિધા ક્યારે અને કેવી રીતે લાગુ કરવામાં આવશે. ભવિષ્યમાં આવી સુવિધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ સુવિધા ઓનલાઈન અને કાઉન્ટર બુકિંગ બન્ને માટે ઉપલબ્ધ રહેશે કે કેમ, મુસાફરની તારીખ કેટલી વાર બદલી શકાય છે અને કોઈ વધારાના શુલ્ક લાગુ થશે કે કેમ તે સહિતની મુખ્ય વિગતો હજુ નક્કી કરવામાં આવી નથી. આ રેલવે યોજના ડિજિટલ અને સુવિધાજનક જાહેર સેવાઓ પૂરી પાડવાના સરકારના પ્રયાસોનો એક ભાગ છે. આનાથી રદ કરવા અને ફરીથી બુકિંગ ખર્ચમાં ઘટાડો થશે અને પીક ટાઈમમાં ટિકિટની માંગમાં ઘટાડો થશે. રેલવેનો આ પ્રસ્તાવ લાખો મુસાફરોને નોંધપાત્ર રાહત આપશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














