મુંબઈઃ Stock Market Closing: ભારતીય શેર બજારે બુધવારના ટ્રેડિંગ સેશનમાં ફરીથી ઈતિહાસ રચી દીધો છે. બીએસઈ સેન્સેક્સ પ્રથમવાર 63000ના રેકોર્ડ આંકડાને પાર કરી ગયો. તો નિફ્ટી પણ 19000 તરફ ઝડપથી વધી રહી છે. બજારમાં ઘરેલૂથી લઈને વિદેશી રોકાણકારોની જબરદસ્ત ખરીદીને કારણે શાનદાર તેજી જોવા મળી છે. આજનો કારોબાર બંધ થયો ત્યારે સેન્સેક્સ 418 પોઈન્ટના વધારા સાથે રેકોર્ડ હાઈ 63,100 પર બંધ થયો છે. તો નિફ્ટી 140 પોઈન્ટની તેજીની સાથે 18758 પોઈન્ટ પર બંધ થયો છે. આ સતત પાંચમું ટ્રેડિંગ સેશન છે જેમાં ભારતીય બજારો નવી ઊંચાઈ પર બંધ થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેક્ટરની સ્થિતિ
બજારમાં સરકારી બેન્કના ઇન્ડેક્સને છોડી દેવામાં આવે તો બધા સેક્ટરના શેરમાં જબરદસ્ત તેજી જોવા મળી. બેન્કિંગ, ઓટો, આઈટી, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, રિયલ એસ્ટેટ, એનર્જી અને કંઝ્યૂમર ડ્યૂરેબલ્સ સેક્ટરના શેરમાં તેજી જોવા મળી છે. કિરિટ પારેખ કમિટીની ભલામણોની અસર ગેસ કંપનીઓના શેર પર જોવા મળી છે. સેન્સેક્સના 30 શેરમાં 23 શેર તેજી સાથે તો 7 શેર ઘટાડા સાથે બંધ થયા છે. નિફ્ટીના 50 શેરમાં 42 શેર તેજીની સાથે તો માત્ર 8 શેર લાલ નિશાન સાધે બંધ થયા છે. 


આ પણ વાંચોઃ RBI 1 ડિસેમ્બરથી બજારમાં ચાલશે રીટેલ ડિજિટલ રૂપી, કઈ રીતે થશે આ કરન્સીનો ઉપયોગ?


આ શેરમાં થયો વધારો
બજારને ઐતિહાસિક સ્તરો પર લઈ જવામાં જે શેરનો હાથ રહ્યો છે તેમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સામેલ છે, જે 4 ટકાની તેજીની સાથે બંધ થયો છે. તો અલ્ટ્રાટેક સીમેન્ટ 2.16 ટકા, પાવર ગ્રિડ 2.14 ટકા, એચયૂએલ 1.78 ટકા, ભારતી એરટેલ 1.71 ટકા, ટાઇટન કંપની 1.59 ટકા, એશિયન પેન્ટ્સ 1.51 ટકા અને ટાટા સ્ટીલ 1.51 ટકાની તેજી સાથે બંધ થયો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube