દેશના સૌથી મોંઘા એપાર્ટમેન્ટનો સોદો, સ્ટેમ્પ ડ્યુટીની રકમમાંથી આલિશાન બંગલો ખરીદી શકાય

JP Taparia: એપાર્ટમેન્ટ 27,160 ચોરસ ફૂટમાં પથરાયેલું છે. એટલે કે સોદો 1.36 લાખ રૂપિયા પ્રતિ ચોરસ ફૂટના દરે કરવામાં આવ્યો છે. પ્રતિ ચોરસ ફૂટની કિંમતે કરાયેલો દેશનો આ સૌથી મોંઘો રહેણાંક પ્રોપર્ટીનો સોદો છે. 

દેશના સૌથી મોંઘા એપાર્ટમેન્ટનો સોદો, સ્ટેમ્પ ડ્યુટીની રકમમાંથી આલિશાન બંગલો ખરીદી શકાય

Indias Costliest Apartment: મુંબઈમાં 369 કરોડ રૂપિયાની વિક્રમી કિંમતે એક એપાર્ટમેન્ટ વેચાયું છે. આ એપાર્ટમેન્ટ અત્યાર સુધીમાં વેચાયેલું દેશનું સૌથી મોંઘું એપાર્ટમેન્ટ છે. આ લક્ઝરી ટ્રિપ્લેક્સ એપાર્ટમેન્ટ દક્ષિણ મુંબઈના મલબાર હિલ વિસ્તારમાં આવેલું છે. તેની એક તરફ અરબી સમુદ્ર અને બીજી તરફ હેંગિંગ ગાર્ડન્સ છે. ઉદ્યોગપતિ જે.પી. ટાપરિયાએ આ એપાર્ટમેન્ટ ખરીદ્યું છે, જેઓ ગર્ભનિરોધક ઉત્પાદનો બનાવતી કંપની ફેમી કેરના સ્થાપક છે. જાણવા જેવી વાત એ પણ છે કે આ એપાર્ટમેન્ટના સોદા માટે સ્ટેમ્પ ડ્યુટી તરીકે રૂપિયા 19.07 કરોડ ચૂકવવામાં આવ્યા છે. એટલે કે સ્ટેમ્પ ડ્યુટીની રકમમાંથી જ આલિશાન બંગલો ખરીદી શકાય.

એપાર્ટમેન્ટ હજુ બાંધકામ હેઠળ
ટાપરિયાએ ખરીદેલું એપાર્ટમેન્ટ સુપર-લક્ઝરી રેસિડેન્શિયલ ટાવર, લોઢા મલબારનો ભાગ છે અને 2મા, 27 તેમજ 28મા માળે આવેલું છે. લોઢા ટાવર વાલકેશ્વર રોડ પર ગવર્નર એસ્ટેટની સામે છે. આ એપાર્ટમેન્ટનું બાંધકામ હજુ ચાલી રહ્યું છે અને 2026 સુધી પૂર્ણ થવાની ધારણા છે. લોઢા ગ્રુપની કંપની મેક્રોટેક ડેવલપર્સ દ્વારા બનાવવામાં આવી રહેલું આ લક્ઝરી ટાવર 1.08 એકરમાં ફેલાયેલું છે.

એપાર્ટમેન્ટ 27,160 ચોરસ ફૂટમાં પથરાયેલું છે. એટલે કે સોદો 1.36 લાખ રૂપિયા પ્રતિ ચોરસ ફૂટના દરે કરવામાં આવ્યો છે. પ્રતિ ચોરસ ફૂટની કિંમતે કરાયેલો દેશનો આ સૌથી મોંઘો રહેણાંક પ્રોપર્ટીનો સોદો છે. 

આ પહેલા દેશનું સૌથી મોંઘુ એપાર્ટમેન્ટ બજાજ ઓટોના ચેરમેન નીરજ બજાજે ખરીદ્યું હતું. આ જ ટાવરમાં તેમણે પેન્ટહાઉસ માટે રૂપિયા 252.50 કરોડ ચૂકવ્યા હતા.

કોણ છે જે. પી. ટાપરિયા?
જે.પી. ટાપરિયા ગર્ભનિરોધક ઉત્પાદન કંપની ફેમી કેરના સ્થાપક છે. ટાપરિયા પરિવાર અનંત કેપિટલ, સ્પ્રિંગવેલ અને ગાર્ડિયન ફાર્મસીમાં પણ હિસ્સો ધરાવે છે. છેલ્લા કેટલાક વર્ષમાં ટાપરિયા ગ્રુપે પોતાના બે વેપારને વેચીને 7,000 કરોડ રૂપિયા ઉભા કર્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

Trending news