ઈન્ડસઈન્ડ બેંક પર આભ તૂટી પડ્યું! જો કોઈ બેંક ડૂબી જાય તો તમારા પૈસા કેટલા સુરક્ષિત? ખાસ જાણો
ઈન્ડસઈન્ડ બેંકમાં જો તમારું ખાતું હોય કે ફિક્સ ડિપોઝિટ કરાવેલી હોય તો આ સમાચાર તમારે ખાસ જાણવા જરૂરી છે. આ બેંકના શેરમાં મંગળવારે ભૂકંપ જોવા મળ્યો. વધુ વિગતો જાણો.
Trending Photos
મહારાષ્ટ્ર કો ઓપરેટિવ બેંક, ન્યૂ ઈન્ડિયા કોઓપરેટિવ બેંક કે પછી યસ બેંક હોય. જ્યારે પણ કોઈ બેકમાં ગડબડી સામે આવે છે ત્યારે સૌથી વધુ મુશ્કેલીમાં સામાન્ય ગ્રાહકો અને ખાતાધારકો જ ફસાય છે. પોતાની જમાપૂંજુ બેંકમાં રાખીને શાંતિની ઊંઘ લેનારા ખાતાધારકોની ચિંતા હવે ફરીથી વધવા લાગી છે. ઈન્ડસઈન્ડ બેંકમાં જે કઈ થઈ રહ્યું છે તેણે ફરીથી લોકોની ચિંતા વધારી છે કે શું બેંકોમાં જમાપૂંજી કે એફડી સુરક્ષિત છે કે નહીં? લોકોને હવે યસ બેંકની યાદ આવી રહી છે.
ઈન્ડસઈન્ડના શેરોમાં ભૂકંપ
પ્રાઈવેટ સેક્ટરની બેંક ઈન્ડસઈન્ડના શેરોમાં મંગળવારે જાણે ભૂકંપ આવી ગયો. બેંકના શેર 27 ટકા સુધી તૂટ્યા. આ અગઉ સોમવારે પણ બેંકના શેરોમાં 5 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. સતત પાંચમા દિવસે ઘટાડા બાદ ઈન્ડસઈન્ડ બેંકના શેર એનએસઈ પર 27.06% તૂટીને 52 અઠવાડિયાના નીચલા સ્તરે 656 રૂપિયા પર પહોંચી ગયો. એક સમયે જે શેર 1,576 રૂપિયાનો હતો તે તૂટીને 656 રૂપિયાના સ્તરે પહોંચી ગયો. શેરોમાં કડાકા બાદ લોકોને તે હવે યસ બેંકના દિવસોની યાદ અપાવે છે. આખરે થયું શું છે.
કેમ તૂટ્યા શેર
ગત એક વર્ષમાં ઈન્ડસઈન્ડ બેંકના શેર 40 ટકાથી વધુ તૂટ્યા છે. મંગળવારે તો હદ થઈ ગઈ. એક જ દિવસમાં બેંકના શેરમાં 27 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો. ઈન્ડઈન્ડ બેંકના ફોરેક્સ ડેરિવેટિવ પોર્ટફોલિયોના એકાઉન્ટ્સમાં ગડબડીના સમાચાર સામે આવ્યા બાદ રોકાણકારોમાં ડરનો માહોલ બની ગયો છે. ફોરેક્સ ડેરિવેટિવ પોર્ટફોલિયોના એકાઉન્ટ્સમાં લગભગ 1577 કરોડ રૂપિયાની ગડબડીની ખુલાસો થયા બાદ બેંકના શેર ધડામ થવા લાગ્યા. શેરોમાં કડાકાના કારણે ઈન્ડસઈન્ડ બેંકની માર્કેટ કેપ યસ બેંકથી પણ પછડાઈ. યસ બેંકની માર્કેટ કેપ 51,350 કરોડ રૂપિયા પહોંચી ગઈ જ્યારે ઈન્ડસઈન્ડ બેંકની માર્કેટ કેપિટલાઈઝેશન ગગડીને 51,110 કરોડ રૂપિયા પર આવી ગઈ. એટલે કે માર્કેટ કેપના મામલે યસ બેંક ઈન્ડસઈન્ડ બેંકથી ઉપર પહોંચી ગઈ.
કેમ યાદ આવે છે યસ બેંક
જો કે આ મામલો યસ બેંક જેવો તો નથી પરંતુ તેને ભળતો છે. ઈન્ડઈન્ડ બેંકના શેરોમાં આવેલી સુનામીએ લોકોને યસ બેંકની યાદ અપાવી છે. ત્યાં પણ કોર્પોરેટ ગવર્નન્સની અવગણના અને લોન સંબંધિત એકાઉન્ટ્સમાં મોટી ગડબડ જોવા મળી હતી. જેા કારણે યસ બેંક દેવાળું ફૂંકવાને આરે આવી ગઈ હતી. યસ બેંકના શેર ક્રેશ થઈ ગયા જે આજ સુધી રિકવર થઈ શક્યા નથી. સ્થિતિ એટલી બગડી કે બેંક બંધ થવાને આરે પહોંચી ગઈ અને તેને બચાવવા માટે સરકારે સામે આવવું પડ્યું. આરબીઆઈ તરફથી સકંજો કસાયા બાદ યસ બેંકની ગડબડીઓ સામે આવી હતી. તે સમયે લિક્વિડિટી કવરેજ રેશિયો આગામી 30 દિવસના કુલ કેશ આઉટફ્લોના 37 ટકાના નીચલા સ્તરે હતો. બેંકનું એનપીએ વધીને 16.8 ટકા પર પહોંચી ગયું હતું. યસ બેંક પર કુલ દેવાદારી 24 હજાર કરોડ રૂપિયા પહોંચી ગઈ હતી. બંક પર અનેક પ્રકારના પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા. લોકો અને રોકાણકારોના હિતોની રક્ષા માટે આરબીઆઈ અને સરકાર સામે આવ્યા. લોકોને ભરોસો અપાવ્યો કે બેંક બંધ થતી નથી.
શું બેંકમાં સુરક્ષિત છે તમારા પૈસા
ફિક્સ્ડ ડિપોઝીટ એટલે કે એફડીને સૌથી સુરક્ષિત રોકાણ ગણવામાં આવે છે. પરંતુ બેંકોમાં ગડબડીએ લોકોની ચિંતા વધારી દીધી છે. સુરક્ષિત રિટર્ન અન જોખમમુક્ત સ્વભાવના પગલે એફડી લોકોની પહેલી પસંદ રહ્યું છે પરંતુ બેંકો ડૂબવાથી તેની ચિંતા વધી જાય છે. આમ તો એફડી સુરક્ષિત રિટર્નવાળું રોકાણ છે. પરંતુ બેંકમાં કોઈ ગડબડી થાય તો આરબીઆઈ તરફથી બેંકમાંથી ઉપાડ પર રોક લગાવવામાં આવે છે. લોકોના પૈસા ફસાઈ જાય છે. જો બેંક ડૂબી જાય તો બેંક જમા રકમ પર વિમા કવર હેઠળ 5 લાખ રૂપિયા સુધીની રકમ પાછી મળે છે. ડિપોઝિટ ઈન્શ્યુરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC)ની રકમને વધારવાની માંગણી થઈ રહી છે. એટલે કે બેંક ડૂબવાની સ્થિતિમાં તમને ઓછામાં ઓછા 5 લાખ રૂપિયા તો ચોક્કસ મળશે.
શું છે DICGC વિમાની લિમીટ
અત્રે જણાવવાનું કે ડિપોઝિટ ઈન્શ્યુરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) એક્ટની કલમ 16(1) હેઠળ બેંકોમાં સેવિંગ, ફિક્સ્ડ, કરન્ટ અને રિકરિંગ વગેરે તમામ પર પ્રત્યેક ડિપોઝિટર્સના ડિપોઝિટ્સ પર 5 લાખ રૂપિયા સુધીની ડિપોઝિટ ઈન્શ્યુરન્સ કવર મળે છે. આ કવર પહેલા 1 લાખ રૂપિયા હતું. 4 ફેબ્રુઆરી 2020થી તેની લિમિટ વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી. હવે તેને વધુ વધારવાની માંગણી થઈ રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે