)
શું તમે ક્યારેય વિચાર્યું છે કે મોટી મોટી બેંકોમાં પડદા પાછળ શું ખેલ થાય છે? કઈ રીતે કેટલાક લોકો સિસ્ટમને વર્ષો સુધી પોતાની આંગળીએ નચાવે છે અને લોકોને ગંધ સુદ્ધા આવતા નથી? આજે અમે તમને ઈન્ડસઈન્ડ બેંકની એક એવી જ ચોંકાવનારી વાત કરીશું જેમાં એક પૂર્વ CFO એ 10 વર્ષ જૂની એક પોલમપોલનો પર્દાફાશ કર્યો છે. આ કહાની ફક્ત આંકડાની નહીં પરંતુ એક એકલા વ્યક્તિની હિંમત, ડરના માહોલ અને બેંકના આંતરિક ઘમાસાણની વાત છે.
CFO નો એક પત્ર અને 'દાયકા જૂનું' કૌભાંડ
વાતની શરૂઆત 26 ઓગસ્ટના એક પત્રથી થાય છે જે સીધો પ્રધાનમંત્રી કાર્યાલય મોકલવામાં આવ્યો. આ પત્ર ઈન્ડઈન્ડ બેંકના પૂર્વ CFO ગોવિંદ જૈને લખ્યો હતો. તેમણે પત્રમાં જે ખુલાસો કર્યો તે કોઈ બોમ્બથી જરાય કમ નહતો. જે મુજબ બેંકના ટ્રેઝરી ઓપરેશન્સમાં એક દાયકા કરતા પણ વધુ સમયથી ગંભીર ગડબડીઓ ચાલતી હતી. ચોંકાવનારી વાત એ છે કે ગોવિંદ જૈનનો દાવો છે કે આ ગડબડીઓને પકડનારા તેઓ એકમાત્ર વ્યક્તિ હતા. એક વ્યક્તિએ આ સમગ્ર ગોરખધંધાને ઉજાગર કરવા માટે 'એકલા હાથે લડત' લડી, જેમ કે તેમણે પોતે કહ્યું છે.
ડરનો માહોલ અને 'ભોગ' બનતા કર્મચારીઓ
ગોવિંદ જૈનની વાત ફક્ત ગડબડીઓ પૂરતી નહતી પરંતુ આગળ વધુ એક ડરામણો પહેલું પણ છે. તેમણે એવો આરોપ લગાવ્યો કે બેંકના કેટલાક મોટા અધિકારીઓ ખાસ કરીને સુનિલ મહેતા અને તેમના નીકટના લોકોએ બેંકની અંદર ડરનો માહોલ જાળવી રાખ્યો હતો. જૈનનું કહેવું છે કે તેમણે જેવો આ મુદ્દો ઉઠાવ્યો કે તેમને જાણી જોઈને નિશાન બનાવવામાં આવ્યા અને અસલ દોષિતોને બચાવવામાં આવ્યા. હદ તો ત્યારે થઈ જ્યારે જે કર્મચારીઓએ જાનનું સમર્થન કરવાની હિંમત દાખવી તેમને પણ અલગ થલગ કરી દેવાયા. આ કોઈ ફિલ્મી વાર્તાથી કમ નથી જ્યાં સત્ય માટે અવાજ ઉઠાવનારાઓને જ ખામોશ કરી દેવાની કોશિશ કરાય છે.
બેંકનો નનૈયો..આરોપ પાયાવિહોણા અને ષડયંત્ર
જો કે જૈનના તમામ આરોપોને ઈન્ડઈન્ડ બેંકે સંપૂર્ણ રીતે ફગાવી દીધા છે. બેંકનું કહેવું છે કે આ તમામ આરોપો પાયાવિહોણા અને કોઈ હેતુથી પ્રેરિત છે. બેંકે પોતાના સ્પષ્ટીકરણમાં કહ્યું કે તેમણે માર્ચથી મે 2025 વચ્ચે જ ડેરિવેટિવ્સ, માઈક્રોફાઈનાન્સ અને અનય્ રાજસ્વ સ્ત્રોતોમાં થયેલી એકાઉન્ટિંગ ગડબડીઓની જાણકારી સ્ટોક એક્સચેન્જને આપી હતી. એટલું જ નહીં બેંકે બહારની એજન્સીઓ પાસે પણ સ્વતંત્ર તપાસ કરાવી. રેગ્યુલેટરને ફ્રોડની ફરિયાદ કરી અને SFIO (સીરિયસ ફ્રોડ ઈન્વેસ્ટિગેશન ઓફિસ) અને મુંબઈ EOW (ઈકોનોમિક ઓફિસિસ વિંગ)માં પણ ફરિયાદ નોંધાવી.
બેંકે નાણા મંત્રાલયને જૈનની ફરિયાદ ફગાવવાની અપીલ પણ કરી છે. તેમનો એવો તર્ક છે કે બેંક બોર્ડે પૂરી ઈમાનદારી અને પાદર્શકતાથી કામ કર્યું છે. જ્યારે જૈન જે તપાસ ચાલુ છે તેમાં વિધ્ન નાખવાની કોશિશ કરી રહ્યા છે. બેંક પ્રવક્તાએ પણ નિવેદનમાં કહ્યું છે કે તેમણે ડેરિવેટિવ પોર્ટફોલિયોમાં મળેલી ગડબડીઓ અને તેના પર કરાયેલી કાર્યવાહી વિશે સ્ટોક એક્સચેન્જમાં જાણકારી આપી છે.
2600 કરોડનો ફટકો અને શેર બજારમાં સુનામી
અત્રે જણાવવાનું કે માર્ચ મહિનામાં હિન્દુજા-પ્રમોટેડ આ બેંકે કેટલાક સંદિગ્ધ ફ્રોડ વિશે જાણકારી આપી હતી. જેના કારણે તેમણે એક ત્રિમાસિકમાં લગભગ 2000 કરોડ રૂપિયાનું ભારે નુકસાન ઉઠાવવું પડ્યું. ઓડિટર્સે પણ 2600 કરોડ રૂપિયાની એકાઉન્ટિંગ ગડબડીઓ પર સવાલ ઉઠાવ્યા હતા.
આ ગડબડીઓમાં શું શું સામેલ હતું?
- માઈક્રોફાઈનાન્સ લોનથી વધારીને બતાવવામાં આવેલી આવક.
- ખોટી રીતે વર્ગીકૃત કરાયેલી સંપત્તિઓ અને જવાબદારીઓ (લાયેબિલિટિઝ).
- આંતરિક ડેરિવેટિવ ટ્રેડથી થયેલા 1960 કરોડ રૂપિયાના કાલ્પનિક નફાને રાઈટ ઓફ ખાતામાં નાખવો.
આ ખુલાસાઓનું પરિણામ શું આવ્યું? બેંકના શેરોમાં સુનામી આવી ગઈ. આ સમાચારો બાદ પછીના જ ટ્રેડિંગ સેશનમાં શેર 27 ટકા સુધી તૂટ્યા. જે લિસ્ટિંગ બાદથી સૌથી મોટો ઘટાડો હતો. વિચારો કે રોકાણકારોનું શું થયું હશે. જેમની મહેનતની કમાણી પર આ સીધી અસર હતી.
કોની વાતમાં છે દમ?
આ કહાની અહીં જ પૂરી થતી નથી. એક બાજુ એક વ્હિસલ બ્લોઅર છે જે સિસ્ટમ સામે લડી રહ્યા છે અને બીજી બાજુ એક મોટી બેંક છે જે પોતાને એક દમ બેદાગ દર્શાવે છે. આ બંને વચ્ચે સચ્ચાઈ શું છે તે તો આવનારા સમયમાં જ ખબર પડશે. પરંતુ એટલું નક્કી છે કે આ મામલો ભારતીય બેંકિંગ સેક્ટરમાં પારદર્શકતા અને કોર્પોરેટ ગવર્નન્સ પર અનેક મોટા સવાલ ઊભા કરે છે. શું જૈન સાચું કહે છે? કે પછી શું બેંકના દાવા સાચા છે? કે પછી સચ્ચાઈ ક્યાંક વચ્ચે છે? આ બધા સવાલના જવાબ આપણને તપાસ બાદ ખબર પડશે. પરંતુ એક વાત તો સાચી છે કે બેંકિંગ સેક્ટરની આ આંતરિક લડાઈ ફક્ત કાગળ અને આંકડાની નથી પરંતુ ભરોસા અને ઈમાનદારીની પણ છે.