)
Personal Loan Interest Rates : જો તમે તમારી નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા માટે પર્સનલ લોન લેવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા રેપો રેટમાં ઘટાડા પછી, બેંકોએ પર્સનલ લોન પર વ્યાજ દર ઘટાડ્યા છે. ત્યારે હવે દેશની મુખ્ય બેંકો - SBI, HDFC અને બેંક ઓફ બરોડા ઓછા વ્યાજ દરે પર્સનલ લોન આપી રહી છે.
પર્સનલ લોન એક નાણાકીય સાધન છે જેના દ્વારા તમે તમારી ગઈકાલની કમાણીનો ઉપયોગ આજે કરી શકો છો. પરંતુ આમાં સૌથી મોટી ચિંતા વ્યાજ દર છે, જે ઘણીવાર ઊંચો હોય છે.
SBI પર્સનલ લોન વ્યાજ દર અને EMI
સ્ટેટ બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) હાલમાં પર્સનલ લોન પર 10.10%થી 15.10% સુધીના વ્યાજ દર ઓફર કરી રહી છે. જો તમારો ક્રેડિટ સ્કોર સારો છે અને તમારી પાસે પહેલાથી જ ઘણી લોન ચાલી રહી નથી, તો તમે ન્યૂનતમ વ્યાજ દર મેળવી શકો છો.
SBIમાંથી રૂપિયા 5 લાખની લોન લેવા પર 5 વર્ષ માટે EMI રૂપિયા 10,648 આવશે અને કુલ વ્યાજ રૂપિયા 1,38,888 ચુકવવું પડશે.
HDFC બેંક પર્સનલ લોન વ્યાજ દર અને EMI
દેશની સૌથી મોટી ખાનગી બેંક HDFC બેંક પર્સનલ લોન પર 10.90%થી 24% સુધીના વ્યાજ દરો ઓફર કરે છે. આ સાથે બેંક રૂપિયા 6,500 + GST સુધીની પ્રોસેસિંગ ફી પણ વસૂલે છે.
રૂપિયા 5 લાખની લોન પર 5 વર્ષ માટે EMI રૂપિયા 10,846 આવશે અને કુલ વ્યાજ રૂપિયા 1,50,778 ચુકવવું પડશે.
બેંક ઓફ બરોડા પર્સનલ લોન દર અને EMI
BOB એટલે કે બેંક ઓફ બરોડા ગ્રાહકોની કેટેગકી અનુસાર ફિક્સ્ડ અને ફ્લોટિંગ બંને વ્યાજ દરો ઓફર કરે છે. ફિક્સ્ડ વ્યાજ દર 11.25%થી 18.30% છે. તો ફ્લોટિંગ વ્યાજ દર 10.90%થી 18.25% છે. 5 વર્ષ માટે 5 લાખ રૂપિયાની લોન માટે EMI (11.25% ના દરે) રૂપિયા 10,934 થશે અને કુલ વ્યાજ રૂપિયા 1,56,019 ચુકવવું પડશે.
જો તમે પર્સનલ લોન લેવાનું વિચારી રહ્યા છો, તો વ્યાજ દરોની તુલના કરો અને EMIની અગાઉથી ગણતરી કરો. સારા ક્રેડિટ સ્કોર અને ઓછા લોન લોડ સાથે તમે ઓછા વ્યાજ દરે લોન મેળવી શકો છો.