)
Stock Market News: જયપ્રકાશ એસોસિએટ્સ લિમિટેડ (Jaiprakash Associates Ltd) ના શેરમાં આજે લોઅર સર્કિટ લાગી છે. કંપનીના શેરનો ભાવ 5 ટકાના ઘટાડા બાદ બીએસઈમાં 3.43 રૂપિયાના લેવલ પર આવી ગયો છે. મહત્વનું છે કે પાછલા સપ્તાહે સમાચાર આવ્યા હતા કે માઇનિંગ સેક્ટરની કંપની વેદાંતા લિમિટેડે દેવામાં ડૂબેલી જયપ્રકાશ એસોસિએટ્સ લિમિટેડને ખરીદવા માટે સૌથી ઊંચી બોલી લગાવી છે.
છેલ્લા કેટલાક વર્ષો જયપ્રકાશ એસિસિએટ્સ માટે સારા રહ્યાં નથી. 4 જાન્યુઆરી 2008મા જય પ્રકાશ એસોસિએટ્સના શેરનો ભાવ 323.73 રૂપિયા પર હતો. પરંતુ હવે તે તૂટી 4 રૂપિયાની નીચે આવી ગયો છે. આ કંપનીને ખરીદવા માટે સફળ બોલી લગાવનાર કંપની વેદાંતા લિમિટેડનો શેર 2 ટકાના ઘટાડા સાથે 436.60 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે.
કઈ રીતે થશે ચુકવણી?
સૂત્રો પ્રમાણે વેદાંતાએ સફળ બોલી લગાવ્યા બાદ કહ્યું કે તે એનસીએલટીની મંજૂરી મળતા 4000 કરોડ રૂપિયાની ચુકવણી કરશે અને બાકીની રકમ આગામી પાંચથી છ વર્ષમાં ચુકવશે. વેદાંતાએ આશરે 12505 કરોડ રૂપિયાની બોલી લગાવી અદાણી ગ્રુપને પાછળ છોડી દીધું છે. આ બોલી બેંકો દ્વારા આયોજીત હરાજીમાં લગાવવામાં આવી, જેનો ઉદ્દેશ્ય જયપ્રકાશ ગ્રુપ માટે ખરીદદાર શોધવાનો હતો. જયપ્રકાશ ગ્રુપ રિયલ એસ્ટેટ, વીજળી, હોટલ અને રોડના ક્ષેત્રોમાં કામ કરે છે.
પાંચ કંપનીઓએ ઈચ્છા દર્શાવી હતી
જયપ્રકાશ એસોસિએટ્સ લિમિટેડ હાલમાં IBC (નાદારી અને અક્ષમતા સંહિતા) હેઠળ નાદારીની કાર્યવાહીમાંથી પસાર થઈ રહી છે. આ પ્રક્રિયા હેઠળ, 24 જૂને રિઝોલ્યુશન પ્લાન માંગવામાં આવ્યા હતા. આ પછી પાંચ કંપનીઓ - વેદાંત, અદાણી, દાલમિયા, જિંદાલ પાવર અને PNC ઇન્ફ્રાટેક - એ તેને હસ્તગત કરવા માટે સ્પર્ધા કરી. આમાં, વેદાંતે 12,505 કરોડ રૂપિયાની સૌથી વધુ બોલી લગાવી. સૂત્રોના જણાવ્યા અનુસાર, વેદાંતાને JAIL માટે સૌથી વધુ બોલી લગાવનાર જાહેર કરવામાં આવી છે.
(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)