જેટ એરવેઝનું સંકટ ટળ્યું, પાયલોટો સંગઠને વિમાન નહી ઉડાડવાનો નિર્ણય અટકાવ્યો

જેટ એરવેઝના પાયલોટોના સંગઠન નેશનલ એવિયટર્સ ગિલ્ડ (એનએજી)એ વિમાન ન ઉડાવવાના પોતાના નિર્ણયને થોડા સમય માટે ટાળી દીધો છે. સંગઠને એવા સમયે આ નિર્ણય કર્યો છે જ્યારે સોમવારે એરલાઇનના મેનેજમેન્ટ ધિરાણકર્તાઓ સાથે બેઠક થવાની છે. આ પહેલાં ગિલ્ડ સાથે જોડાયેલા લગભગ 1,100 પાયલોટોએ પગાર ન મળતાં સોમવારે સવારે 10 વાગે વિમાન ઉડાડવાની જાહેરાત કરી હતી. 

જેટ એરવેઝનું સંકટ ટળ્યું, પાયલોટો સંગઠને વિમાન નહી ઉડાડવાનો નિર્ણય અટકાવ્યો

મુંબઇ: જેટ એરવેઝના પાયલોટોના સંગઠન નેશનલ એવિયટર્સ ગિલ્ડ (એનએજી)એ વિમાન ન ઉડાવવાના પોતાના નિર્ણયને થોડા સમય માટે ટાળી દીધો છે. સંગઠને એવા સમયે આ નિર્ણય કર્યો છે જ્યારે સોમવારે એરલાઇનના મેનેજમેન્ટ ધિરાણકર્તાઓ સાથે બેઠક થવાની છે. આ પહેલાં ગિલ્ડ સાથે જોડાયેલા લગભગ 1,100 પાયલોટોએ પગાર ન મળતાં સોમવારે સવારે 10 વાગે વિમાન ઉડાડવાની જાહેરાત કરી હતી. 

ગિલ્ડ સમિતિએ મોડી સાંજે સભ્યોને એક પત્ર લખીને કહ્યું કે 'અમને સૂચના મળી છે કે ગઇકાલે (સોમવારે) એરલાઇન મેનેજમેંટ અને એસબીઆઇની સાથે એક મહત્વપૂર્ણ બેઠક થવાની છે. તેમાં કહેવામાં આવ્યું છે કે બેઠકને જોતાં સભ્યોએ પોતાના ટીમ લીડરો દ્વારા અનુરોધ કર્યો છે કે પગાર નહી તો કામ નહીના નિર્ણયને ટાળી દીધો છે જેથી એરલાઇનને પુનર્જીવિત થવાની એક તક મળી શકે. અનુરોધ અનુસાર સમિતિ બધાને સૂચિત કરવા માંગે છે કે થોડા સમય માટે બધા નિર્ણયોને ટાળી દેવામાં આવ્યા છે. 

બધા પાયલોટોને 15 એપ્રિલના રોજ સવારે સાડા નવ વાગે મુંબઇના અંધેરી સ્થિત જેટ એરવેઝના મુખ્યાલય સિરોયા સેંટરમાં યૂનિફોર્સમાં ઉપસ્થિત થવાનો આગ્રહ કર્યો છે. 

એએનજી કુલ 1600 પાયલોમાંથી 1,100 પાયલોટોના પ્રતિનિધિત્વનો દાવો કરે છે. એકમે માર્ચના અંતમાં એક એપ્રિલથી જહાજ નહી ઉડાડવાનો નિર્ણય કર્યો હતો. તેમણે પછી તેને 15 એપ્રિલ સુધી ટાળી દીધ હતો. તેમનું કહેવું હતું કે તે નવા મેનેજમેન્ટને થોડો સમય આપવા માંગે છે. ભારતીય સ્ટેટ બેંકના નેતૃત્વમાં બેકોનું એક ગ્રુપ હાલમાં જેટ એરવેઝના મેનેજમેન્ટનું કામ જુએ છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news