શેરબજારના તેજીના દિવસો પૂરા, આ કારણોથી ડૂબી રહ્યા છે રોકાણકારોના રૂપિયા

આજે ખૂલતા દિવસે સોમવારે જ શેર બજાર મોટા કડાકા સાથે બંધ થયું. સોમવારે સેન્સેક્સ 536.58 અંક (1.46%) જ્યારે કે નિફ્ટી 168.20 અંક (1.51%) તૂટીને ક્રમશ 36,305.02 અને 10,967.65 પર બંધ થયું છે. આ પહેલા શુક્રવારે પણ વેપારમાં ઘટાડો નોંધાયો હતો.

Updated By: Sep 24, 2018, 05:10 PM IST
શેરબજારના તેજીના દિવસો પૂરા, આ કારણોથી ડૂબી રહ્યા છે રોકાણકારોના રૂપિયા

આજે ખૂલતા દિવસે સોમવારે જ શેર બજાર મોટા કડાકા સાથે બંધ થયું. સોમવારે સેન્સેક્સ 536.58 અંક (1.46%) જ્યારે કે નિફ્ટી 168.20 અંક (1.51%) તૂટીને ક્રમશ 36,305.02 અને 10,967.65 પર બંધ થયું છે. આ પહેલા શુક્રવારે પણ વેપારમાં ઘટાડો નોંધાયો હતો. જેના બાદ સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં કડાકો સતત ચાલુ જ છે. આજે દિવસના કારોબાર દરમિયાન જ સેન્સેક્સ 500 પોઈન્ટ તૂટી ગયો હતો, તો નિફ્ટી પણ 150 પોઈન્ટથી નીચે રહ્યો હતો. આ કડાકાથી એક વાત સાબિત થઈ ગઈ છે કે શેર બજારના તેજીના દિવસો પૂરા થઈ ગયા છે. તેજીનો અતિરેક લાંબા સમય રહ્યા બાદ હવે બજારોમાં નેગેટિવ પરિબળોનું પલડુ ભારે થઈ રહ્યું છે.  ત્યારે આ પાછળ અનેક પરિબળો કામ કરી રહ્યાં છે.

શું છે કારણો...
તેજીના દિવસો જોયા બાદ હવે ફાઈનાન્શિયલ સિસ્ટમ કટોકટીમાં જઈ રહી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. બેંકોની જંગી ડૂબતી લોન, ડિફોલ્ટરોની સતત વધી રહેલી સંખ્યા, માર્કેટમાં સતત નબળો થઈ રહેલો રૂપિયો, ક્રુડ ઓઈલના હરણફાળની જેમ વધતા ભાવ, મોંઘાવારીમાં થઈ રહેલો ભાવ વધારો તથા અમેરિકાની ટ્રેડ પોલિસી સહિતના નેગેટિવ પરિબળ ભારતીય શેરમાર્કેટ પર દિવસેને દિવસે ભારે પડતા જઈ રહ્યાં છે. એમ કહો કે, તેના પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. ત્યારે સરકાર માટે પણ આ તેજી ફરીથી હાંસિલ કરવી મુશ્કેલ બની જશે. 

રઘુરામ રાજનની ચેતવણી...
ગત ઓગસ્ટ મહિનાના અંતમાં જ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગર્વનર રઘુરામ રાજને 2008ની મંદી જેવી ચેતવણી આપી હતી. શેર બજારની હાલની સ્થિતિ જોતા આ ચેતવણીને ગંભીરતાથી લેવાની જરૂર પડી છે. કારણ કે, ફુગાવાનું જોખમ, રૂપિયાનું સતત થઈ રહેલું પતન, ઈરાનની અમેરિકાની ચેતવણી, પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ સરકાર માટે ચૂંટણી વર્ષમાં સંકટ બની જવાના છે. બીજી તરફ, દેશનું આ જ આર્થિક સંકટ રાજકીય સંકટ પણ બની રહે તેવી શક્યતા છે, કેમ કે આગામી વર્ષે ઈલેક્શન આવે છે. આઅમેરિકન ડોલર સામે સતત નબળો પડી રહેલ રૂપિયો અને ક્રુડ ઓઈલના વધતા ભાવ બ્રેન્ટના 80 ડોલર નજીક પહોંચી જવા અને તેના કારણે પેટ્રોલ-ડીઝલ પર અસહ્ય ભાવને કારણે ફુગાવા-મોંઘવારીનું જોખમ સતત વધી રહ્યું છે. 

આમ, એક વાત તો નક્કી છે કે, આ બધા પરિબળોને કારણે ભારત પર સંકટ વધી શકે છે. જેથી રોકાણકારોએ સાવચેત રહેવાની તાતિ જરૂરિયાત છે. આગામી સપ્તાહમાં સેન્સેક્સ અને નિફ્ટી વધુ તૂટે તેવી શક્યતા તોળાઈ રહી છે. આ બધી બાબતો પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે, શું ભારતીય શેર બજારો મંદી તરફ જઈ રહ્યાં છે?

શેરોના વેચાણને કડાકાનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. આઈટી અને ટેકને છોડી રિયાલિટી, ઓટો, બેંક, ફાઈનાન્સ, ટેલિકોમ, હેલ્થકેર વગેરેના સ્ટોક્સમાં વેચાણ ચાલુ છે. બીજી તરફ, રૂપિયો પણ નબળો થઈ રહ્યો છે. શુક્રવારે જ્યારે શેર માર્કેટમાં કડાકો બોલાયો હતો, ત્યારે આરબીઆઈ અને સેબીએ કહ્યું હતું કે, તેમની નજર માર્કેટ પર છે જ, અને જરૂર પડવા પર તેઓ મહત્ત્વના પગલા પણ લશે. પરંતુ તેમનો આ ભરોસો સોમવારના કડાકા પર કામ આવ્યો ન હતો.