Gold Rate Today: હાશ શાંતિ થઈ....ઉથલપાથલ વચ્ચે ઘટ્યો સોનાનો ભાવ, ચાંદી પણ ગગડી, ફટાફટ લેટેસ્ટ રેટ ચેક કરો

Latest Gold Rate: સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. કાલે અચાનક ભાવમાં મોટો વધારો જોવા મળ્યો તો આજે ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ફટાફટ લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો. 

Gold Rate Today: હાશ શાંતિ થઈ....ઉથલપાથલ વચ્ચે ઘટ્યો સોનાનો ભાવ, ચાંદી પણ ગગડી, ફટાફટ લેટેસ્ટ રેટ ચેક કરો

કોમોડિટી બજારમાં બુલિયન્સના ભાવમાં ભારે ઉથલપાથલ છે. સતત થોડા દિવસની તેજીબાદ સોના અને ચાંદીમાં ઘટાડો જોવા મળ્યો છે. ઘરેલુ વાયદા બજારમાં સોનું સવારે 79,400 રૂપિયા પર જોવા મળ્યું હતું. જ્યારે ચાંદી મોટો ઘટાડો લઈને 91,400 ઉપર જોવા મળી. બીજી બાજુ શરાફા બજારમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. લેટેસ્ટ ભાવ ખાસ જાણો. 

વાયદા બજારમાં ભાવ
MCX પર સોનું સવારે 10.20 વાગે 116 રૂપિયાના ઘટાડા સાથે 79,448 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યું હતું. જે કાલે 79,564 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી આ દરમિાયન 477 રૂપિયાના ઘટાડા સાથે 91,467 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી જે કાલે 91,944 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. 

Add Zee News as a Preferred Source

શરાફા બજારમાં ભાવ
ન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 68 રૂપિયા તૂટીને 80,126 રૂપિયાની સપાટીએ ખુલ્યું જે કાલે 80,194 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી 535 રૂપિયા તૂટીને 90,713 રૂપિયાની સપાટીએ ખુલી જે કાલે 91,248 રૂપિયા પ્રતિ કિલોએ ક્લોઝ થઈ હતી. 

For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459

Follow us on Twitter : https://t.co/lXovVzbVEI

Follow us on Instagram : https://t.co/ZOr2uGjPPE

— IBJA (@IBJA1919) January 23, 2025

ખાસ નોંધ
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)  
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિ

...और पढ़ें

Trending news