સોમવારે મોટા કડાકા બાદ વાયદા બજારમાં મંગળવારે સોના અને ચાંદીના ભાવ તેજી સાથે ખુલ્યા. જો કે શરૂઆતમાં તેજી બાદ બંને મેટલ્સમાં ભાવ તૂટવાના શરૂ થઈ ગયા. વાયદા બજાર MCX પર સોના અને ચાંદીના ભાવમાં આજે ભારે હલચલ જોવા મળી. સવારે 10 વાગ્યા સુધીમાં સોનું હળવા ઘટાડા સાથે અને ચાંદી મામૂલી તેજી સાથે ટ્રેડ થતી જોવા મળી. બીજી બાજુ શરાફા બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે. જો લેવાનું વિચારતા હોવ તો ફટાફટ લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાયદા બજારમાં ભાવ
વાયદા બજાર MCX ની વાત કરીએ તો મંગળવારે સોનું 0.02 ટકા કે 17 રૂપિયાના ઘટાડા સાથે 75,294 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થતું જોવા મળ્યું જે ગત કારોબારી સત્રમાં 75,311 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે બંધ થયું હતું. જ્યારે ચાંદી મંગળવારે હળવી તેજી સાથે 262 રૂપિયા કે 0.30 ટકાના વધારા સાથે 87,961 રૂપિયા પ્રતિ કિલોના લેવલ પર ટ્રેડ થતી જોવા મળી જે ગત કારોબારી સત્રમાં 87,699 રૂપિયા પ્રતિ કિલો પર ક્લોઝ થઈ હતી. 


શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 1,630 રૂપિયા તૂટીને 75,451 રૂપિયાની સપાટીએ પહોંચી ગયું છે. જે કાલે 77,081 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી 1,345 રૂપિયા ગગડીને 88,100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી, જે કાલે 89,445 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ક્લોઝ થઈ હતી. 



ખાસ નોંધ
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.