)
નવી દિલ્હીઃ વર્ષ 2025મા આપણે ઘણી દિગ્ગજ કંપનીઓના આઈપીઓ જોવા મળ્યો છે. વર્તમાન સમયમાં માર્કેટમાં બે આઈપીઓની ખાસ ચર્ચા થઈ રહી છે. તેમાં લેન્સકાર્ટ અને ગ્રો સામેલ છે. આ બંને આઈપીઓ પર રોકાણકારોની નજર છે.
લેન્સકાર્ટે યુનિક કોન્સેપ્ટ સાથે માર્કેટમાં એન્ટ્રી કરી છે. તે લોકોને હાઈ ક્વોલિટીના ચશ્મા પ્રદાન કરે છે. આ કંપનીના આઈપીઓથી રોકાણકારોને ખૂબ આશા હતી. પરંતુ લેન્સકાર્ટનો આઈપીઓ લિસ્ટિંગ સમયે કમાલ કરી શક્યો નથી.
રોકાણકારોને તેના લિસ્ટિંગ પહેલા અંદાજ આવી ગયો હતો, કારણ કે લિસ્ટિંગ પહેલા તેનો જીએમપી 90 ટકા સુધી નીચે પહોંચી ગયો હતો. આવો જાણીએ લેન્સકાર્ટનો આઈપીઓ કેટલા પર લિસ્ટ થયો છે.
Lenskart Share Price: કેટલા પર લિસ્ટ થયો?
લેન્સકાર્ટ આઈપીઓના લિસ્ટિંગે રોકાણકારોને નિરાશન કર્યાં છે. તેનું લિસ્ટિંગ 3 ટકાના નુકસાન પર થયું છે. લેન્સકાર્ટના આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 402 રૂપિયા હતી, જ્યારે કંપનીના શેર 395 રૂપિયા પર લિસ્ટ થયા છે. આ સમાચાર લખાઈ રહ્યાં છે ત્યારે લેન્સકાર્ટનો આઈપીઓ એનએસઈ પર 390 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.