દર મહિને ખાતામાં આવશે 7 હજાર રૂપિયા, LIC ની આ સ્કીમ છે શાનદાર, જાણો કઈ રીતે અરજી કરશો
Bima Sakhi yojana: બીમા સખી યોજના મહિલાઓ માટે એક સુવર્ણ તક છે, જે તેમને આત્મનિર્ભર બનવાની તક આપી રહી છે. આ યોજનામાં મહિલાઓને LIC ના એજન્ટ બનાવવામાં આવશે. ચાલો જાણીએ કેવી રીતે અરજી કરવી
Trending Photos
Bima Sakhi Yojana: ભારતીય જીવન વીમા નિગમ (એલઆઈસી) દ્વારા શરૂ કરવામાં આવેલી વીમા સખી યોજના મહિલાઓને આર્થિક રૂપથી સશક્ત બનાવવા અને ગ્રામીણ ક્ષેત્રોમાં વીમાની પહોંચ વધારવા માટે એક ક્રાંતિકારી મુહિમ છે. આ યોજના 9 ડિસેમ્બર, 2024ના હરિયાણાના પાણીપતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોન્ચ કરી હતી.
તેનો મુખ્ય ઉદ્દેશ્ય 10 પાસ મહિલાઓને તાલીમ આપી તેને એલઆઈસી એજન્ટ બનાવવાનો છે, જેથી તે ન માત્ર આત્મનિર્ભર બને, પરંતુ પોતાના સમુદાયમાં વીમા પ્રત્યે જાગરૂકતા પણ ફેલાવે. આ યોજના હેઠળ, મહિલાઓને પહેલા ત્રણ વર્ષ માટે માસિક સ્ટાઇપેન્ડ સાથે કમિશન મેળવવાની તક મળે છે. આ યોજના હેઠળ, મહિલાઓ પહેલા વર્ષમાં જ 48,000 રૂપિયા સુધી કમિશન મેળવી શકે છે.
યોજનાની વિશેષતાઓ
વીમા સખી યોજના હેઠળ મહિલાઓને ત્રણ વર્ષની તાલીમ આપવામાં આવે છે, જેમાં વીમા સંબંધિત દરેક નાની-મોટી જાણકારી, જેમ કે નાણાકીય સાક્ષરતા, પોલિસી વેચવાની તકનીક, ગ્રાહકો સાથે સંવાદ અને નેટવર્ક નિર્માણ શીખવવામાં આવે છે.
તાલીમ દરમિયાન પ્રથમ વર્ષમાં 7000 રૂપિયા, બીજા વર્ષમાં 6000 રૂપિયા અને ત્રીજા વર્ષમાં 5000 રૂપિયા માસિક સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. ત્રણ વર્ષમાં આ સ્ટાઇપેન્ડ કુલ મળી 2 લાખ રૂપિયાથી વધુ થાય છે. આ સિવાય પોલિસી વેચાણથી કમીશન પણ મળે છે, જે આવક વધારે છે. તાલીમ પૂરી થયા બાદ મહિલાઓને વીમા સખી પ્રમાણપત્ર અને એલઆઈસી એજન્ટ કોડ આપવામાં આવે છે, ત્યારબાદ તે સત્તાવાર રીતે એલઆઈસી એજન્ટના રૂપમાં કામ શરૂ કરી શકે છે.
કઈ રીતે કરશો અરજી
આ યોજનામાં અરજી કરવા માટે નીચેની શરતો જરૂરી છે
ઉંમરઃ 18થી 70 વર્ષ વચ્ચે
અભ્યાસઃ ઓછામાં ઓછું 10 પાસ
અન્ય શરતોઃ વર્તમાન એલઆઈસી એજન્ટ કે કર્મચારીઓના સંબંધીઓ આ યોજનામાં અરજી ન કરી શકે.
અરજી કરવા માટે મહિલાઓએ એલઆઈસીની સત્તાવાર વેબસાઇટ (licindia.in) પર જવું પડશે. ત્યાં વીમા સખી લિંક પર ક્લિક કરી નામ, જન્મ તારીખ, ફોન નંબર, ઈમેલ અને સરનામાની જાણકારી ભરવી પડશે. તાલીમ માટે પસંદ મહિલાઓને તેના ગામ કે શહેરમાં જ કામ કરવાની તક મળે છે. આ સાથે જો મહિલાઓ સ્નાતક છે તો તે પ્રદર્શનના આધાર પર એલઆઈસીમાં ડેવલોપમેન્ટ ઓફિસર જેવા પદ માટે અરજી કરી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે