LICની આ સ્કીમ છે ખાસ... મહિલાઓને દર મહિને મળશે 7000 રૂપિયા, જાણો કેવી રીતે કરવી અરજી

LIC Scheme : ભારતીય જીવન વીમા નિગમ દરેક કેટેગરી માટે વીમા પોલિસી ઓફર કરે છે. હવે સરકારી વીમા કંપનીએ મહિલાઓ માટે એક ખાસ સ્કીમ શરૂ કરી છે, જેના હેઠળ તેમને દર મહિને ઓછામાં ઓછા 7000 રૂપિયા મળશે. ત્યારે આ સ્કીમ શું છે તેના વિશે આ લેખમાં જાણીશું. 

LICની આ સ્કીમ છે ખાસ... મહિલાઓને દર મહિને મળશે 7000 રૂપિયા, જાણો કેવી રીતે કરવી અરજી

LIC Scheme : ભારતીય જીવન વીમા નિગમ દરેક કેટેગરી માટે વીમા પોલિસી ઓફર કરે છે. હવે સરકારી વીમા કંપનીએ મહિલાઓ માટે એક ખાસ સ્કીમ શરૂ કરી છે, જેના હેઠળ તેમને દર મહિને ઓછામાં ઓછા 7000 રૂપિયા મળશે. ત્યારે આ સ્કીમ શું છે તેના વિશે આ લેખમાં જાણીશું. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં આ યોજના શરૂ કરી હતી. આ યોજનાનું નામ છે બીમા સખી, જે ભારતીય જીવન વીમા નિગમ (LIC) દ્વારા મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે શરૂ કરવામાં આવી છે. બીમા સખી યોજનાનો ટાર્ગેટ એક વર્ષમાં આ યોજના હેઠળ 1,00,000 વીમા સખીઓને ઉમેરવાનો છે, જેથી ગ્રામીણ મહિલાઓને વીમા એજન્ટ બનવાની, આજીવિકા મેળવવાની અને ગામડાઓમાં વીમા અંગે જાગૃતિ વધારવાની તક મળી શકે. 

આ યોજનાનો લક્ષ્યાંક 18 થી 70 વર્ષની વયજૂથની મહિલાઓ છે, જેમણે ઓછામાં ઓછા 10મા ધોરણ સુધી શિક્ષણ લીધું છે. આ યોજનામાં જોડાનાર મહિલાઓને પોલિસી વેચવાથી મળેલા કમિશન ઉપરાંત પ્રારંભિક ત્રણ વર્ષ માટે એક નિશ્ચિત સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.

મહિલાઓની અંદાજિત માસિક આવક 7,000 રૂપિયાથી શરૂ થશે. પ્રથમ વર્ષ દરમિયાન દર મહિને રૂપિયા 7,000 મળશે. બીજા વર્ષમાં માસિક વેતન ઘટીને 6,000 રૂપિયા થઈ જશે, તો ત્રીજા વર્ષ સુધીમાં રકમ ઘટીને 5,000 રૂપિયા થઈ જશે.

જે મહિલાઓ ટાર્ગેટ હાંસલ કરે છે અથવા તેનાથી વધુ કામ કરે છે તેમને વધારાના કમિશન આધારિત પ્રોત્સાહનો આપવામાં આવશે. આ યોજના હેઠળ કામ કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. આ ઉપરાંત LIC દ્વારા એજન્ટોને તાલીમ પણ આપવામાં આવશે. 

18 થી 50 વર્ષની વયની મહિલાઓ આ પ્રોગ્રામ માટે અરજી કરવા પાત્ર છે. આ માટે લઘુત્તમ લાયકાત 10 પાસ છે અને ગ્રામીણ વિસ્તારોમાં રહેતી મહિલાઓને આમાં પ્રાથમિકતા આપવામાં આવશે. આ યોજના હેઠળ હાલના એજન્ટો અને કર્મચારીઓના સંબંધીઓને અયોગ્ય ગણવામાં આવશે.

ઉમેદવારો તેમની અરજીઓ ઓનલાઈન સબમિટ કરી શકે છે. નોંધણી વિગતો અને અરજી ફોર્મ સત્તાવાર LIC વેબસાઇટ પર ઉપલબ્ધ છે. જ્યાં તમે તમારા દસ્તાવેજો મુજબ જઈને અરજી કરી શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news