)
બચત બધાના જીવનમાં જરૂરી હોય છે. જો તમે ઈચ્છો છો કે તમારી નાની-નાની બચતથી એક દિવસ મોટું ફંડ બની જાય તો ભારતીય જીવન વીમા નિગમ (LIC) ની એક ખાસ પોલિસી તમારા માટે શાનદાર વિકલ્પ બની શકે છે.
અમે વાત કરી રહ્યાં છીએ LIC ના જીવન આનંદ પોલિસીની, જે ન માત્ર સુરક્ષા આપે છે પરંતુ ભવિષ્યમાં મોટું રિટર્ન પણ બનાવે છે. આ સ્કીમની સૌથી મોટી ખાસિયત છે કે તમે માત્ર દરરોજ 45 રૂપિયા બચાવી 25 લાખ રૂપિયાનું ફંડ તૈયાર કરી શકો છો. આવો તેની ગણતરી સમજીએ.
નાની બચતથી આ રીતે મળશે મોટો ફાયદો
સામાન્ય રીતે લોકો વિચારે છે કે મોટુ ફંડ બનાવવા માટે મોટી રકમની જરૂર હોય છે, પરંતુ LIC ની આ સ્કીમ નાની બચતથી મોટુ ફંડ બનાવવાની તક આપી રહી છે. જીવન આનંદ પોલિસીમાં જો તમે દર મહિને લગભગ 1358 રૂપિયા એટલે કે દરરોજ 45 રૂપિયાની બચત કરો છો તો તમે 35 વર્ષના રોકાણ બાદ 25 લાખનું ફંડ બનાવી શકો છો. તેમાં તમને વીમા સુરક્ષા પણ મળે છે અને બોનસ દ્વારા ફંડમાં વધારો પણ થાય છે.
25 લાખ રૂપિયાનું ફંડ કેવી રીતે બનશે
જો તમે આ પોલિસીમાં 35 વર્ષ માટે દર વર્ષે 16300 રૂપિયા જમા કરાવો છો, તો તમારું કુલ રોકાણ 5,70,500 થશે. પોલિસીની પરિપક્વતા પર, ફક્ત તમારી મૂળ રકમ જ પરત કરવામાં આવતી નથી, પરંતુ બોનસના રૂપમાં લગભગ 20 લાખ રૂપિયાનો વધારાનો લાભ પણ ઉમેરવામાં આવે છે. આમાં 500000 રૂપિયાની મૂળભૂત વીમા રકમ, 8,60,000 રૂપિયા (આશરે) રિવિઝનરી બોનસ અને 11,50,000 રૂપિયા (આશરે) અંતિમ વધારાનું બોનસ શામેલ છે. એકંદરે, પરિપક્વતા પર તમને લગભગ 25 લાખ રૂપિયાનું ફંડ મળે છે.
આ પોલિસીની એક ખાસ વાત છે કે તેમાં ડબલ બોનસનો ફાયદો મળે છે. LIC દર વર્ષે પોલિસીધારકને રિવિઝનરી બોનસ આપે છે અને મેચ્યોરિટીના સમયે એક સાથે ફાઇનલ બોનસ પણ સામેલ કરે છે. પરંતુ આ લાભ ત્યારે મળે છે જ્યારે તમારી પોલિસી ઓછામાં ઓછા 15 વર્ષ જૂની હોય.
મેચ્યોરિટી બેનિફિટની સાથે વીમા કવર પણ
આ યોજનામાં રોકાણ કરવા પર તમને મેચ્યોરિટી બેનિફિટની સાથે-સાથે વીમા સુરક્ષા પણ મળે છે. જો દુર્ભાગ્યવશ પોલિસીધારકના મૃત્યુ પોલિસી સમયગાળા દરમિયાન થાય છે તો નોમિનીને સમ એશ્યોર્ડની સાથે 125 ટકાનો મૃત્યુ લાભ મળે છે. આ સિવાય તેમાં ચાર પ્રકારના રાઇડર્સ પણ સામેલ કરવામાં આવે છે જેમ કે અકસ્માત મૃત્યુ, ડેસેબિલિટી, ક્રિટિકલ ઇલનેસ અને ટર્મ ઈન્શ્યોરન્સ રાઇડર.